ચોંકાવનારી ઘટના, આ બે સગી બહેનો બની ગઈ બે સગા ભાઈઓ, જાણો આવું શા માટે બન્યું અને કઈ રીતે બન્યું

પાકિસ્તાનમાં આ દિવસોમાં એક કેસની ખૂબ ચર્ચા થઈ રહી છે. બન્યું એવું કે બે બહેનોએ તેમનું સેક્સ ચેન્જ કરાવ્યો અને તેઓ હવે છોકરા બની ગયા છે. આ બંને બહેનો જન્મથી જ છોકરીઓ હતી, પરંતુ બંનેમાં છોકરી જેવા લક્ષણો નહોતાં. સમાચારો અનુસાર ચોક્કસ વય પછી પણ આ બંને બહેનોમાં છોકરી જેવી કોઈ બાબત નહોતી દેખાતી.

આ પછી તેમના માતાપિતા બંનેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં તેમને જાણ થઈ કે બંને બહેનો ‘એટીપીકલ જેનેટેલિયા’થી પીડાઈ રહી છે અને બંનેને લિંગ પરિવર્તન ઓપરેશનની જરૂર છે. તમને જણાવી દઈએ કે, ”એટીપીકલ જેનેટેલિયા એક સમસ્યા છે જેમાં જન્મ પછી બાળકોના લિંગ સ્પષ્ટ નથી થતાં. તે ખૂબ જ દુર્લભ કેસ છે અ આવા કેસમાં ફક્ત 0.3-0.8 ટકા બાળકો જન્મ લે છે. ઈસ્લામાબાદના પાકિસ્તાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસની ચિલ્ડ્રન્સ હોસ્પિટલના 12 ડોકટરોની ટીમે આ બંને બહેનોનું ઓપરેશન કર્યું છે.

image source

બીસીસીના રિપોર્ટ અનુસાર ઓપરેશન કરાવનારી બે બહેનોમાં એક બુશરા આબીદ અને બીજી બહેનનું નામ વાફિયા આબીદ છે. ઓપરેશન પછી સ્નાતકનો અથ્યાસ કરી રહેલી બુશરા આબીદે તેનું નામ વાલિદ આબીદ રાખ્યું છે જ્યારે વફિયા આબીદ નવમી ધોરણની વિદ્યાર્થી છે અને હવે તેનું નામ બદલીને મુરાદ આબીદ કરાયું છે. આ બંનેનો જન્મ પંજાબ પ્રાંતના ગુજરાત જિલ્લાના સોનબડી ગામે વાલીદ અને મુરાદના ઘરે થયો હતો. વાલીદ અને મુરાદને નવ પુત્રી છે. જો કે, ઓપરેશન બાદ તેને બે પુત્ર અને 7 પુત્ર દીકરી છે.

image source

આ ઓપરેશનમાં સામેલ તબીબ અમજદ ચૌધરીએ જણાવ્યું હતું કે તેણે આ અગાઉ પણ લિંગ ચેન્જ ઓપરેશન કર્યાં છે, પરંતુ તેણે પહેલીવાર આવું ઓપરેશન કર્યું છે જેમાં બે રિયલ બહેનોનું ઓપરેશન થયું છે. સમાચારો અનુસાર ડો.અમજદ ચૌધરીએ કહ્યું કે, અમે આ બંનેનું અલગ અલગ ઓપરેશન કર્યું છે.

image source

20 સપ્ટેમ્બરે વાલીદ આબીદનું ઓપરેશન થયું, ત્યારબાદ તેને હોસ્પિટલના આઈસીયુમાં રાખવામાં આવ્યો. જ્યારે ઓપરેશન સંપૂર્ણ રીતે સંતુષ્ટ થઈ ગયું, ત્યારે અમે 10 ઓક્ટોબરે મુરાદ આબીદનું ઓપરેશન કર્યું. “આ બંને ભાઈઓને 21 ઓક્ટોબરના રોજ ઘરે પાછા ફરવાની છૂટ આપવામાં આવી હતી.

image source

તે જ સમયે ઓપરેશન પછી, વાલિદ આબીદે કહ્યું, “હું ઇસ્લામાબાદથી એક છોકરો બનીને ગુજરાતમાં આવ્યો હતો. હું એટલો ખુશ છું કે હું કહી શકું એમ નથી. મને બાળપણથી જ છોકરીઓનાં કપડાં પસંદ નહોતા. મારું કામ અને ટેવ છોકરાઓ જેવું હતું. મારી સાત બહેનોને બે ભાઈઓ હોવાનો ખૂબ આનંદ છે. મારો ભાઈ આબિદ પણ ખુશ છે. ”

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ