લોકડાઉનમાં સેવા: લોકોને ભોજન પૂરું પાડવા આ બન્ને ભાઇઓએ વહેંચી પોતાની જમીન, પોલીસ જવાનની મળી મદદ

લોકડાઉન દરમ્યાન બે ભાઈઓએ લોકોને ભોજન પૂરું પાડવા માટે પોતાની જમીન વેચી દીધી.

image source

લોકડાઉનને એક મહિનાથી વધુ થઇ ગયું. કેટલુંય જીવન વીતી ગયું. તો કેટલાયનું જીવન જ સમાપ્ત થઈ ગયું. કેટલાક લોકો ભૂખથી અને કેટલાક લોકો જીવલેણ કોરોના વાયરસથી મૃત્યુ પામ્યા. આ વાયરસએ સમગ્ર વિશ્વમાં પાયમાલી લગાવી દીધી છે, જિંદગી ખૂબ જ મુશ્કેલ બનાવી દીધી છે. ખાસ કરીને રોજિંદા કમાણી કરનારા અને ખાનારાઓનું જીવન ખૂબ જ મુશ્કેલ બની ગયું છે. લોકડાઉનના કારણે લાખો બેઘર મજૂરોનું જીવન બરબાદ થઈ ગયું.

ન તો તેઓને કામ મળી રહ્યું છે ન તો બે ટંકનું જમવાનું પણ. જો કે, કેટલાક મદદગાર વ્યક્તિઓ તેમની મદદ કરી રહ્યા છે. આવું જ એક કામ કર્ણાટકના કોલાર શહેરમાં તજામુલ અને મુઝમ્મીલ પાશા કરી રહ્યા છે. આ ભાઈઓએ આ કટોકટીમાં લોકોને ભોજન પૂરું પાડવા માટે પોતાની જમીન પણ વેચી દીધી હતી.

image source

જમીન વેચીને 25 લાખ રૂપિયા ઉભા કર્યા:-

અહેવાલ મુજબ, 25 લાખ એકત્ર કર્યા પછી, આ ભાઈઓએ મિત્રોનું એક નેટવર્ક બનાવ્યું અને તેમના ઘરે રાશન અને શાકભાજીનો મોટો જથ્થો એકત્રિત કર્યો. ત્યારબાદ તેઓએ 10 કિલો ચોખા, 1 કિલો લોટ, 2 કિલો ઘઉં, 1 કિલો ખાંડ, તેલ, ચા પત્તી, મસાલા, હેન્ડ સેનિટાઈઝર અને ફેસ માસ્કવાળા રાશન પેકેટ તૈયાર કર્યા.

પોલીસે પણ આ લોકોને સાથ આપ્યો હતો:-

image source

એટલું જ નહીં, તેમણે તેમના ઘરની પાસે તંબુ પણ ગોઠવ્યો, જેમાં તેમણે એક સમુદાય રસોડું પણ શરૂ કર્યું. જેથી જેઓ ઘરે રસોઈ ન બનાવી શકે, તેઓને ભૂખ્યા ન રહેવું પડે. અહીં વિશેષ વાત એ છે કે તજામુલ અને મુઝમ્મીલને આ પહેલને પોલીસની પણ મદદ મળી. તેમના સાથીઓને પોલીસ દ્વારા પાસ આપવામાં આવ્યા હતા, જેના દ્વારા તેઓ બાઇક પર લોકોને જરૂરી સામાન ટ્રાન્સપોર્ટ કરી શકતા હતા.

તેઓ ચોથાથી આગળ ભણી જ શક્યા નહોતા:-

image source

ડેક્કનહરાલ્ડને તજામુલે જણાવ્યું હતું કે જ્યારે તે 8 વર્ષનો હતો અને મુઝમ્મીલ 5 વર્ષનો હતો ત્યારે તેના માતાપિતાનું નિધન થયું હતું. તે પછી તે તેની દાદી સાથે કોલાર રહેવા આવી ગયો હતો. પૈસાના અભાવને કારણે તે ચોથા ધોરણથી આગળ અભ્યાસ કરી શક્યો ન હતો. તમને જણાવી દઈએ કે, તેઓ કોલારના 2800 પરિવારોના 12 હજાર લોકોની સહાય કરી ચૂક્યા છે.

‘અમે અન્નનું મૂલ્ય સમજીએ છીએ’:-

image source

તજામુલે કહ્યું કે, “એ સમયગાળામાં, એક સારા માણસે અમને મસ્જિદની નજીક એક ઘર રહેવા આપ્યું હતું. હિન્દુઓ, મુસ્લિમો, એક શીખ પરિવાર અને બીજા ઘણા લોકો તે દિવસોમાં અમને ભોજન આપતા હતા. ધર્મ અને જાતિ અમારા માટે ક્યારેય અવરોધરૂપ બની નથી. અમને માનવતા સાથે લાવી છે અને અમે હજી પણ માનવતા માટે કામ કરી રહ્યા છીએ. તે દિવસોએ અમને અન્નનું મુલ્ય સમજાવ્યું હતું.”

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ