ટ્વિંકલે મૂકી એની આખરી ઇચ્છા, સોશિયમ મીડિયામાં તેના સેન્સ ઓફ હ્યુમરના લાખો ફેન્સ કરે છે લાઈક…

બોલિવૂડની અભિનેત્રી અને અક્ષય કુમારની પત્ની ટ્વિંકલ ખન્ના સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે. સમય-સમય પર, તેઓ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર તેમના અને પરિવારના ફોટોઝ શેર કરે છે.

ટ્વિંકલ પણ તેની સેન્ફ ઓફ હ્યુમર માટે જાણીતી છે. તેમણે તેમના Instagram એકાઉન્ટ પર એક ફોટો શેર કર્યો છે, જેમાં તેનો ડરામણો પોઝ પર જોઈ શકો છો.


બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો શેર કરીને, ટ્વિંકલે લખ્યું, "આશા છે કે તમે મારી નવા ચિત્રને પસંદ કરશો. તે ખૂબ જ દુર્લભ છે કે ફોટોગ્રાફરે મારો આત્મા જે કહેવા માંગે છે તેનો ફોટોગ્રાફરે એકદમ યોગ્ય સાર મેળવેલ છે. હું આશા રાખું છું કે જ્યારે હું મરીશ ત્યારે આ ચિત્ર મોટા ફેન્સી ફ્રેમમાં સજાવવામાં આવશે અને લોકો તેની આસપાસ ફ્લોરલ સ્ટોન મૂકશે અને મારી માટેની પ્રાર્થનામાં જોડાશે.”

આ ચિત્ર અત્યાર સુધી 81 હજાર લોકોને ગમ્યું છે…

ટ્વિંકલ ખન્ના વારંવાર આવા ચિત્રો શેર કરે છે અને પતિ અક્ષય કુમાર પણ તેના આ અંદાઝનો આનંદ માણે છે. તાજેતરમાં તેણે જેમાં તેણીએ અક્ષય કુમાર સાથે ગાડીમાં બેઠેલ ફોટામાં દેખાય છે એક ફોટો શેર કર્યો હતો. કૅપ્શન લખ્યું હતું, એક હી પેજ પર નહીં અકસર એક હી નાવ પર હૈ, ભલે હી સ્ટીયરિંગ વ્હીલ પર મૈં હું…”

આ બાબત નોંધપાત્ર છે કે, ટ્વિંકલ ખન્ના, અક્ષય કુમાર સાથેના લગ્ન પછી અભિનય કારકિર્દીને ગુડબાય કહ્યું છે. છેલ્લે 'લવ કે લીએ સાલા કુછ ભી કરેગા'માં તેને છેલ્લે જોવામાં આવી હતી.

આજકાલ, તે લેખક અને નિર્માતા તરીકે સંપૂર્ણપણે કાર્યરત છે. ઘણાં પુસ્તકો લખ્યાં છે અને તેઓ અખબારો માટે લેખો લખવાનું ચાલુ રાખે છે.