જલ્સા કરોને જેંતીલાલ

અક્ષય અને ટ્વિંકલ કોરોના કાળમાં બન્યાં મસીંહા, ઓક્સિજનની અછતને પહોંચી વળવા માટે આવ્યા મેદાને, કર્યું મોટું દાન

આ દિવસોમાં દેશમાં COVID-19નાં કેસોમાં જોરદાર ઉછાળો આવ્યો છે. દેશનાં દરેક ખૂણેથી કાયમ એક મોટો આંકડો કોરોના સંક્રમિતોનો આવી રહ્યો છે. બીજી લહેરમાં વાયરસ વધારે ઘાતક બની ગયો છે. આ સાથે બદલાયેલા લક્ષણોનાં કારણે દર્દીઓમાં શ્વાસની તકલીફો જોવા મળે છે જેના કારણે ઓક્સિજનની માંગ પણ વધી છે. માત્ર દર્દીઓના કિસ્સામાં જ નહીં પરંતુ મૃતકોની સંખ્યા પણ દરરોજ વધી રહી છે. આવી સ્થિતિમાં ઘણા લોકો છે જેઓ દેશમાં ખૂબ ઉત્સાહથી મદદ કરી રહ્યા છે. બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર પણ આ સહાયકોમાંનો એક છે.

image source

અક્ષય કુમાર અને તેની પત્ની ટ્વિંકલ ખન્નાએ કોરોનો વાયરસ સામેની લડતમાં સતત યોગદાન કરી રહ્યાં હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી મુજબ ટ્વિંકલ ખન્ના અને અક્ષય કુમારે કોરોના સામે લડતા લોકોને ઓક્સિજન સિલિન્ડર પહોંચાડવાનો નિર્ણય લીધો છે. આ અંગે ટ્વિંકલ ખન્નાએ પોતે આ માહિતી આપી છે. તેમણે મંગળવારે પોતાના ટ્વિટર એકાઉન્ટ દ્વારા જણાવ્યું હતું કે અક્ષય કુમારે COVID-19 સાથેની આ લડતમાં ફાળો આપવા માટે 100 ઓક્સિજન સિલિન્ડર દાન કર્યું છે.

image source

દેશમાં ઓક્સિજનની કમીને ધ્યાનમાં રાખીને આ બંનેએ આ નિર્ણય લીધો છે. આ માહિતી આપતાં ટ્વિંકલ ખન્નાએ પોતાની ટ્વિટમાં લખ્યું હતું કે ‘કૃપા કરી મને વેરિફાઇડ, વિશ્વસનીય અને રજિસ્ટર્ડ એનજીઓ વિશે માહિતી આપો‌ કે જે 100 ઓક્સિજન સિલિન્ડર વિતરિત કરવામાં અમને મદદ કરી શકે.’ ટ્વિંકલ ખન્નાને આગળ વાત કરતાં કહ્યું છે કે આ તમામ ઓક્સિજન સિલિન્ડર તેમને સીધાં યુકેથી પોહોચાડવામાં આવી રહ્યાં છે. આ સિવાય એક અન્ય ટ્વિટમાં અભિનેત્રીએ કહ્યું કે લંડન ભારતીય મૂળના બે ડોક્ટરોએ પણ ઓક્સિજન સિલિન્ડર આપવાનું નક્કી કર્યું છે.

આ વિશે વધારે વાત કરતાં અભિનેત્રીએ લખ્યું છે હતું કે ‘શાનદાર સમાચાર ડિવાઈન ફાઉન્ડેશન ઓફ લંડન એલિટ હેલ્થ દ્વારા ડો. દ્રશનિકા પટેલ અને ડો.ગોવિંદ બંકાણીએ 120 ઓક્સિજન સિલિન્ડર આપવાનું નક્કી કર્યું છે. આ સાથે તેણે જણાવ્યું છે કે અક્ષય કુમારે અને મેં 100 ઓક્સિજન કંસટ્રેટર્સની પણ ગોઠવણ કરી છે અમારી પાસે કુલ 220 ઓક્સિજન સિલિન્ડર હાલમાં છે.

આ પહેલાં 4 દિવસ પહેલાં જ અક્ષયે દાન કર્યું હતું. મહામારી દરમિયાન બોલીવૂડ એક્ટર અક્ષય કુમારે પૂર્વ દિલ્હીના સાંસદ અને પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરની સંસ્થાને એક કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. ગૌતમે ટ્વીટ પર જાણકારી આપતા અક્ષય કુમારનો આભાર વ્યક્ત કર્યો હતો. આપને જણાવી દઇએ કે, મુશ્કેલીના સમયમાં ગૌતમનું ફાઉન્ડેશન લોકોને મદદ કરી રહી છે. ગૌતમ ગંભીરે ટ્વીટ કર્યું, આ સમયમાં આશાનું કિરણ જોવા મળી રહ્યું છે. #GGF ફાઉન્ડેશનને 1 કરોડ રૂપિયાનું દાન આપવા માટે ધન્યવાદ અક્ષય કુમાર. આ નિર્ણયથી જરૂરીયાતમંદ લોકોને જમવાનું, ઓક્સિજન અને દવાની મદદ મળી શકશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version