લોકડાઉન દરમ્યાન ખોરાકના વીસ પેકેટો બનાવીને, તેને સાયકલ પર લઈ જરૂરતમંદ લોકો સુધી પહોંચાડે છે.

કેરળની ઉષા વેંકટેશ પ્રોફેસર છે અને અલ્લપૂજા વિસ્તારમાં બ્રાઇટલેન્ડ ડિસ્કવરી સ્કૂલની સ્થાપક અને આચાર્ય છે. તેઓ કહે છે કે જ્યારે દક્ષિણ કોરિયામાં રોગચાળો ફાટી નીકળ્યો હતો ત્યારે અમે અમારા વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે, કેવી રીતે બેદરકારીને લીધે આ દુર્ઘટના વધી ગઈ હતી. આનાથી વિદ્યાર્થીઓને સમજવામાં મદદ મળી કે જ્યારે કોઈ બીમાર હોય ત્યારે સામાજિક અંતર જાળવવું કેમ જરૂરી મહત્વપૂર્ણ છે.
ઉષા વહેલી સવારે ઉઠી અને કેટલાક નજીકના મિત્રો સાથે વાત કર્યા પછી, રસોઈ બનાવી તેને વીસ ડિસ્પોઝેબલ પેકેટોમાં પેક કરી અને જરૂરિયાતમંદ લોકોમાં વહેંચવા નીકળી જાય છે. ઉષાનું કહેવું છે કે, હું એ જ કરી રહી છું, જે હું લોકડાઉનના સમયગાળા દરમિયાન કરી શકું છું. જરૂરિયાતમંદની સેવા કરવી તે મારા માટે કોઈ નવી વાત નથી.

થોડા દિવસો પહેલા મારા ઘરે એક પ્રસંગની ઉજવણી થઈ હતી, જેમાં પુષ્કળ ખોરાક વધ્યો હતો. અમે બાકીનો વધેલો ખોરાક નજીકના સમુદાયના બોક્સમાં મૂકી દીધો હતો, જ્યાંથી જરૂરિયાતમંદ લોકો ખોરાક લઈ જતા હતા. ત્યારબાદ ત્યાં ભૂખ્યા લોકોની ભીડ જોઈને મેં અઠવાડિયામાં ઓછામાં ઓછા 15 પેકેટ જમવાનું બનાવીને ત્યાં રાખવાનું નક્કી કર્યું હતું. હું મારા આ નિર્ણયને સખત રીતે અનુસરી જ રહી હતી કે ત્યારે જ આ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી.
જ્યારથી લોકડાઉનની ઘોષણા થઈ છે, ત્યારથી દૈનિક મજૂરો અને ટ્રક ચાલકો ખૂબ જ મુશ્કેલીમાં મુકાયા છે. એ જોઈ ઉષા ઘરે રસોઇ બનાવીને દરરોજ વીસ પેકેટ જમવાનું લઈને સાયકલ દ્વારા ભૂખ્યા લોકોમાં તે ભોજન વહેંચવા નીકળી જાય છે.

દીકરાએ તેમને પડકાર આપ્યો:-
ઉષાનો પુત્ર ઓસ્ટ્રેલિયામાં રહે છે. લોકડાઉન જાહેર થયા પછી, ઉષાના દીકરાએ તેને ફોન પર ચેલન્જ આપી કે તે હજી પણ ભૂખ્યા લોકોને ખવડાવવા માટે ત્યાં જશે? ઉષા એ તેનો પડકાર સ્વીકાર્યો અને હવે તે કોઈ પણ પરેશાની વગર સાયકલ પર દરરોજ વીસ પેકેટ ભોજન લઈ જરૂરતમંદ લોકોને વહેંચવા નીકળી જાય છે.
પ્રથમ દિવસની ઘટના:-

ઉષાના જણાવ્યા મુજબ, પહેલા દિવસે જ્યારે હું ખોરાક લઈને કોમ્યુનિટી બોક્સ પર પહોંચી ત્યારે ત્યાં મોટી સંખ્યામાં ભીડ જમા થયેલી જોઇને હું ગભરાઈ ગઈ હતી. જ્યારે ભીડમાંથી કોઈ એકે કહ્યું કે તેઓ જાણે છે કે હું ભોજન લઈને આવી છું, ત્યારે હું ખુશ થઈ ગઈ હતી. પછી મેં રોજ ભોજન વહેંચવાનું નક્કી કર્યું.
સાયકલ દ્વારા સેવા:-

લોકડાઉન દરમિયાન દૈનિક મજૂરો અને ટ્રક ડ્રાઈવરોએ સૌથી વધુ મુશ્કેલી સહન કરવી પડે છે. તેથી, શક્ય હોય ત્યાં સુધી ઘણા લોકો સુધી પહોંચવા માટે, ઉષાએ સાયકલની મદદ લીધી અને સાયકલ દ્વારા જ ફરી ફરીને લોકોને ખોરાક વહેંચે છે. ઉષાનું એમ પણ કહેવું છે કે, આમ પણ હવે ધીમે ધીમે ગરમી વધી રહી છે, તેથી સાયકલથી સુવિધા રહે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ