ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારીએ એબ્સ ફ્લોન્ટ કર્યાં, તો દીકરી પલકે ગ્લેમરસ તસવીરો શેર કરીને ઇન્ટરનેટ પર લગાવી દીધી આગ: PICS

ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીની પ્રસિદ્ધ અભિનેત્રી હાલના સમયમાં સાઉથ આફ્રિકાના કેપટાઉન શહેરમાં રિયાલીટી શો ‘ખતરો કે ખિલાડી ૧૧’નું શુટિંગ કરી રહી છે. જ્યાંથી અભિનેત્રી શ્વેતા તિવારીએ પોતાની ગ્લેમરસ ફોટોસને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરી હતી. ત્યાં જ અભિનેત્રી શ્વેતા તિવારીની ૨૦ વર્ષની દીકરી પલક પણ ગ્લેમરસ લુકમાં પોતાની માતા કરતા સહેજ પણ ઊતરતી નથી. પલક તિવારીએ હાલમાં જ પોતાના લેટેસ્ટ ફોટોશુટના ફોટોસ શેર કર્યા હતા.

છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પલક સક્રિય હતી નહી.

image source

જો કે, અભિનેત્રી પલક તિવારી છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાનું એકાઉન્ટ બંધ કરી દીધું હતું. જો કે, હવે પલકએ ફરીથી સોશિયલ મીડિયા પર પાછી ફરી છે.

image source

પાછા ફર્યા બાદ પલકએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોતાની ગ્લેમરસ ફોટોસ શેર કરી છે. અભિનેત્રી શ્વેતા તિવારી જ્યાં એક બાજુ પોતાના એબ્સ ફ્લોન્ટ કરી રહેલ ફોટોસ શેર કરી છે તો પલકએ પોતાના ગ્લેમરસ લુકમાં ફોટોશુટની ફોટોસ શેર કરી છે.
પલક તિવારીની લેટેસ્ટ ફોટોશુટના ફોટોસ.

બોલિવુડ ઇન્ડસ્ટ્રીમાં જલ્દી જ ડેબ્યુ કરશે.

image source

પલક તિવારીના વર્કફ્રંટ વિષે વાત કરીએ તો પલક તિવારી આવનાર ફિલ્મ ‘રોઝી: ધ સેફ્રોન ચેપ્ટર’માં એક્ટિંગ કરીને બોલિવુડ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરવાની છે. ફિલ્મ ‘રોઝી: ધ સેફ્રોન ચેપ્ટર’ને વિશાલ મિશ્રા દ્વારા ડાયરેક્ટ કરવામાં આવશે. ફિલ્મ ‘રોઝી: ધ સેફ્રોન ચેપ્ટર’ને વિવેક ઓબરોય અને પ્રેરણા અરોરા દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે. આ ફિલ્મ ‘રોઝી: ધ સેફ્રોન ચેપ્ટર’માં પલક તિવારીની સાથે અરબાઝ ખાન, મલ્લિકા શેરાવત અને વિવેક ઓબરોય જોવા મળશે.

અભિનેત્રી શ્વેતા તિવારી હાલમાં તેના પતિના લીધે ચર્ચામાં આવી છે.

image source

અભિનેત્રી શ્વેતા તિવારી તથા અભિનવ કોહલીની વચ્ચે કેટલાક સમયથી પોતાના દીકરા રેયાંશની કસ્ટડી મેળવવા માટે કોર્ટ કેસ ચાલી રહ્યો છે. શ્વેતા અને અભિનવ બંને એકબીજા પર દીકરા રેયાંશણી સાર- સંભાળ નહી રાખતા હોવાના આરોપો- પ્રતિ આરોપો મૂકી રહ્યા છે. અભિનેત્રી શ્વેતા તિવારી હાલમાં કેપટાઉનમાં રિયાલીટી શો ‘ખતરો કે ખિલાડી ૧૧’ના શુટિંગ માટે ગઈ હતી તે સમયે અભિનવ કોહલીએ એવો દાવો કર્યો હતો કે, અભિનેત્રી શ્વેતા તિવારીએ તેની જાણ બહાર શો કર્યો અને શ્વેતાએ દીકરા રેયાંશને મુંબઈમાં આવેલ કોઈ હોટેલ સંતાડીને રાખ્યો છે. ત્યાર પછી તેના જવાબમાં શ્વેતા તિવારીએ કહ્યું હતું કે, તેના બંને સંતાનો પલક અને રેયાંશ તેના માતાપિતાની સાથે સુરક્ષિત છે.

બંને દીકરા રેયાંશની કસ્ટડી મેળવવા માટે કોર્ટમાં કેસ લડી રહ્યા છે.

image source

અભિનેત્રી શ્વેતા તિવારીએ પહેલા પતિ રાજા ચૌધરી સાથેથી જુદા થયા બાદ વર્ષ ૨૦૧૩માં અભિનવ કોહલી સાથે લગ્ન કર્યા હતા અભિનવ અને શ્વેતાએ લગ્ન કરતા પહેલા ત્રણ વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા હતા ત્યાર બાદ ત્રણ વર્ષ પછી એટલે કે, વર્ષ ૨૦૧૬માં શ્વેતા તિવારીએ દીકરા રેયાંશને જન્મ આપ્યો હતો જેના એક વર્ષ પછી એવી ચર્ચા થવા લાગી હતી કે, શ્વેતા અને અભિનવ કોહલીના સંબંધમાં દરાર આવી ગઈ છે અને ઓગસ્ટ, ૨૦૧૯માં શ્વેતા તિવારીએ અભિનવ વિરુદ્ધ કોર્ટમાં ડોમેસ્ટિક વાયોલન્સ અંતર્ગત કેસ કર્યો હતો. શ્વેતા અને અભિનવ હવે પોતાના દીકરા રેયાંશની કસ્ટડી મેળવવા માટે કોર્ટમાં કેસ લડી રહ્યા છે.

શ્વેતા તિવારીએ બે લગ્ન કર્યા પરંતુ બંને લગ્ન નિષ્ફળ રહ્યા.

image source

અભિનેત્રી શ્વેતા તિવારીએ વર્ષ ૧૯૯૮માં રાજા ચૌધરી સાથે લગ્ન કર્યા હતા. શ્વેતા અને રાજા ચૌધરીને એક દીકરી એટલે કે પલકનો જન્મ થયો હતો. રાજા સાથે લગ્નના ૯ વર્ષ પછી વર્ષ ૨૦૦૯માં શ્વેતાએ રાજાની સામે કોર્ટમાં મારઝુડ કરવાનો કેસ કર્યો હતો. શ્વેતા તિવારીએ એવો આક્ષેપ લગાવ્યો હતો કે, રાજા નશાની હાલતમાં તેની સાથે ગેરવર્તન કરે છે અને તેને મારે છે. ઘણીવાર સેટ પર પણ રાજાએ ધમાલ કરી હતી. છૂટાછેડા પછી દીકરી પલકની કસ્ટડી કોર્ટ દ્વારા શ્વેતાને આપવામાં આવી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong