ટીવી જગતની આ 10 અભિનેત્રીઓ, જેમને એક શોમાં મળી હતી જબરદસ્ત નામના અને આજે જીવે છે ગુમનામ જીંદગી

ફિલ્મ જગત એક એવી જગ્યા છે જ્યાં હજારો લોકો સંઘર્ષ કરવા આવે છે, અમુક અહીંયા સફળ થઈ જાય છે અને ઘણા ટેલિવિઝન અને બોલીવુડની દુનિયાને અલવિદા કહી દે છે. અહીંયા અમુક કલાકાર એવા પણ છે જેમને એમના એક જ ધારાવહિકે ખૂબ નામ અપાવ્યું અને એ મોટા કલાકારો બની ગયા.પણ એ પછી એ ગુમનામીની અંધારામાં ખોવાઈ ગયા. આજે અમે તમને ટેલિવિઝનની દુનિયાની 10 એવી અભિનેત્રીઓ વિશે જણાવીશું જેમને ટીવીના એક શોએ રાતોરાત સ્ટાર બનાવી દીધી પણ આજે એ નાના પડદા પરથી ગાયબ છે.

રાજશ્રી ઠાકુર

image source

વર્ષ 2005માં ઝી ટીવી પર પ્રસારિત થયેલી સિરિયલ સાત ફેરેમાં સલોનીનું પાત્ર ભજવનારી રાજશ્રી ઠાકુર તો તમને યાદ જ હશે. આ સીરિયલે રાજશ્રી ઠાકુરને ટીવીની એક સ્ટાર બનાવી દીધી હતી. શોમાં પોતાના શ્યામ રંગને લઈને એમને સમાજની ઉપેક્ષાનો સામનો કરવો પડ્તો હતો. પણ અસલ જિંદગીમાં સીધી સાદી વહુ તરીકે દર્શકોના દિલ પર આ કલાકારે પોતાની ખાસ જગ્યા બનાવી હતી.આ પાત્રને રાજશ્રીએ સંપૂર્ણપણે જીવ્યું હતું. પણ શોની સફર ખતમ થયા પછી રાજશ્રીનું કરિયર પણ ટીવીમાં ફિકુ પડી ગયું. સાત ફેરે ખતમ થયા પછી એમને ઓલ ઇન્ડિયા રેડિયામાં કામ કર્યું. થોડા સમય પછી એમને મહારાણા પ્રતાપથી એક્ટિંગ ફરી શરૂ કરી અને સ્પોર્ટિંગ ભૂમિકા ભજવી પણ મુખ્ય કલાકાર તરીકે ટીવીમાં એ પોતાની જગ્યા બનાવવામાં અસફળ થઈ.

નૌશિન અલી સરદાર.

image source

સોની સબનો શો કુસુમ ખૂબ જ પોપ્યુલર હતો. એકતા કપૂરના બેનર બાલાજી ટેલિફિલ્મ્સમાં બનેલો આ શો ચાર વર્ષ સુધી ચાલ્યો હતો. એમાં નૌશીન અલી સરદારે મુખ્ય ભૂમિકા ભજવી હતી, એ પછી એ ઘરે ઘરે લોકપ્રિય બની ગઈ હતી. કુસુમ તરીકે નૌશીનને ઘણી જ પસંદ કરવામાં આવી હતી. દર્શકો એમને આ શોમાં એટલી હદે પસંદ કરતાં હતાં કે એ એમનું અસલી નામ ભૂલીને એમને કુસુમના નામે જ બોલાવતા હતા. પણ આ શો પછી કુસુમ નાના પડદા પરથી ગાયબ થઈ ગઈ. શો પછી એમને ટીવી પર મુખ્ય કલાકાર તરીકે પરત ફરવાની કોશિશ કરી પણ એ સફળ ન થઈ. નૌશીને કુસુમ પછી ઘણા રિયાલિટી અને એપિસોડિક શો કર્યા, એટલે સુધી કે બોલીવુડમાં પણ એમને હાથ અજમાવ્યો પણ કુસુમ પછી એમને એ સફળતા ન મળી જે એ ઈચ્છતી હતી. છેલ્લીવાર એમને વર્ષ 2018માં સિરિયલ અલાદીન નામ તો સુના હોગામાં એક કેમિયો રોલ કર્યો હતો.

શ્વેતા ક્વાત્રા.

image source

એકતા કપૂરના શો કહાની ઘર ઘર કીમાં પલ્લવી અગ્રવાલની ભૂમિકા કરનાર શ્વેતા ક્વાત્રા તો તમને યાદ જ હશે. આ અભિનેત્રી એકતા કપૂરની આ સીરિયલમાં ખૂબ જ મહત્વપુર્ણ ભૂમિકા ભજવી હતી. શ્વેતા, પાર્વતી અગ્રવાલની ભૂમિકા ભજવનારી સાક્ષી તંવરની દેરાણીના રોલમાં દેખાઈ હતી.। આ શોના દરેક પાત્રએ દર્શકોના દિલમાં અલગ જ જગ્યા બનાવી. કહાની ઘર ઘર કી પછી શ્વેતા સીઆઇડી, કૃષ્ણા અર્જુન અને કુસુમ જેવી સિરિયલનો ભાગ બની. પણ છેલ્લા કેટલાક સમયથી શ્વેતા નાના પડદા પર દેખાઈ નથી. શ્વેતાએ ટીવી અભિનેતા માનવ ગોહિલ સાથે લગ્ન કર્યા છે અને બન્નેને એક દીકરી પણ છે.

પૂનમ નરૂલા.

image source

1999માં સોની ટીવી પર પ્રસારિત થતો શો કન્યાદાન 90ના દાયકામાં ખૂબ જ પોપ્યુલર શો હતો. એનાથી ટીવીના ઘણા કલાકારોને શોહરત મળી. આ શોમાં કિરણ ખેર અને જયતી ભાટિયા સિવાય અભિનેત્રી પૂનમ નરૂલા મુખ્ય ભૂમિકામાં દેખાઈ હતી. આ શો સિવાય એમને એકતા કપૂરની સિરિયલ કસોટી જિંદગી કીમાં અનુરાગ બસુની બહેન નિવેદિતા બાસુનું પાત્ર ભજવ્યું હતું. આ અભિનેત્રી ટીવીનો જાણીતો ચહેરો બની ગઈ હતી. પૂનમે ઘણા સહાયક પાત્રો પણ ભજવ્યા પણ વર્ષ 2010 પછી પૂનમ નાના પડદા પર નથી દેખાઈ.

કાંચી કોલ.

image source

ટીવીનો આ માસુમ ચહેરો ભલા કોણ ભૂલી શકે છે. વર્ષ 2004માં ફિલ્મોને છોડીને ટીવી તરફ આવનાર કાંચી ટીવીના લોકપ્રિય ચહેરામાંથી એક છે. એમને વર્ષ 2005માં એક લડકી અનજાની સીથી ટીવીની દુનિયામાં પગ મૂક્યો. આ અભિનેત્રીએ ભાભી, માયકા અને એક નંનદ કી ખુશીઓ કી ચાબી મેરી ભાભી જેવા શોમાં કામ કરીને દર્શકોનું દિલ જીતી લીધું. પણ વર્ષ 2014માં આ અભિનેત્રીએ ટીવીની દુનિયાને અલવિદા કહી દીધું. કાંચી ટીવીના જાણીતા અભિનેતા શબ્બીર આહુવાલીયાની પત્ની છે. એમના બે દીકરા છે.

ચાહત ખન્ના.

image source

બડે અચ્છે લગતે હેમાં સાક્ષી તંવર, રામ કપૂર અને સુમોના ચક્રવર્તી સિવાય અન્ય એક ચહેરો હતો જેને બધાનું દિલ જીતી લીધું હતું અને એ ચહેરો હતો ચાહત ખન્નાનો. આ શોમાં ચાહત ખન્નાએ બબલી આયશા શર્માની ભૂમિકા ભજવી હતી. સીરિયલમાં એ સાક્ષીની નાની બહેન હતી. શોમાં એ બીજી મુખ્ય કલાકાર હતી પણ દર્શકોએ એમના પ્રદર્શનને ખૂબ જ પસંદ કર્યું હતું. આ શો સિવાય ચાહતે કુમકુમ એક પ્યારા સા બંધન, કુબુલ હે જેવી સીરિયલમાં કામ કર્યું છે. પણ વર્ષ 2014 પછીથી ચાહત ટીવીથી દૂર છે જો કે પોતાનું અંગત જિંદગીને લઈને એ ઘણીવાર ચર્ચામાં આવી જાય છે.

વિભા આનંદ.

image source

સિરિયલ બાલિકા વધુમાં સુગના બિંદડી તો તમને યાદ જ હશે. આ પાત્રને વિભા આનંદે ભજવ્યું હતું. આ અભિનેત્રીએ વર્ષ 2008માં પોતાના કરિયરની શરૂઆત બાલિકા વધુથી કરી હતી. આ શોએ એમને સુગના તરીકે ઘર ઘરમાં લોકપ્રિયતા અપાવી. આ શો પછી વિભા શ્રી, સુખ બાય ચાન્સ અને સંસ્કાર લક્ષમી જેવી ઘણી સીરિયલમાં દેખાઈ હતી. એમને એમના પાત્રો માટે ઘણા વખાણ પણ મળ્યા. વર્ષ 2019માં છેલ્લીવાર વિભાને એપિસોડિક શો લાલ ઇશકમાં જોવામાં આવી હતી.

શિખા સ્વરૂપ.

image source

મિસ ઇન્ડિયા ઇન્ટરનેશનલની વિજેતા રહી ચુકેલી શિખા સ્વરૂપ 90ના દાયકાની પ્રસિદ્ધ અભિનેત્રીઓમાંથી એક છે. એમને 90ના દાયકામાં આવેલી સીરિયલ ચંદ્રકાંતામાં રાજકુમારી ચંદ્રકાંતાનું પાત્ર ભજવ્યું હતું. આજે પણ આ શો દર્શકોના દિલો પર છવાયેલો છે. અને ચંદ્રકાંતાના રૂપમાં આજે પણ લોકો શિખાને યાદ કરે છે. શિખા છેલ્લીવાર વર્ષ 2012માં આવેલા રામાયણમાં કૈકેયીની ભૂમિકામાં દેખાઈ હતી. ટીવી સિવાય શિખાએ લગભગ બોલીવુડની 11 ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

ભૈરવી રાયચુરા.

image source

ઝી ટીવીનો શો હમ પાંચ આજના સમયમાં પણ ન ફક્ત બાળકો પણ વડીલોનો પણ ફેવરિટ શો છે. આ સીરિયલ ભલે હવે ન આવતી હોય પણ આ સીરિયલના દરેક પાત્રોએ દર્શકોના દિલમાં ખાસ જગ્યા બનાવી લીધી છે. અને આ જ પાત્રોમાંથી એક છે કાજલ ભાઈનું પાત્ર જેને ભૈરવી રાયચુરાએ ખૂબ જ સરસ રીતે ભજવ્યું હતું અને પોતાની એક નવી સ્ટાઇલ બતાવી હતી.એ પછી ભૈરવી એક થા રાજા એક થી રાની અને સસુરાલ ગેંદા ફૂલ જેવી સીરિયલમાં દેખાઈ. હમ પાંચમા છોકરાનો અંદાજ અપનાવનારી ભૈરવીએ કલર્સના લોકપ્રિય શો બાલિકા વધુમાં આનંદીની માતા ભગવતી સિંહની ભૂમિકા ભજવી હતી જેના માટે એમને દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો.

શેફાલી શર્મા.

imame source

પંજાબી પૃષ્ઠભૂમિ પર આધારિત કલર્સની હિટ સિરિયલ બાની ઇશ્ક દા કલમામાં મુખ્ય ભૂમિકા ભજવનાર શેફાલી શર્મા ટીવીનો એક જાણીતો ચહેરો બની ગઈ હતી. એમને સોની સબના શો તુમ એસે હી રહેનામાં પણ મુખ્ય કલાકાર તરીકે જોવામાં આવી હતી. સ્ટાર પ્લસનો શો દિયા ઓર બાતી હમમ પણ શેફાલીએ મહત્વપુર્ણ ભૂમિકા ભજવી. પણ વર્ષ 2016માં સિરિયલ તેરે બિન પછી શેફાલી શર્મા નાના પડદા પરથી જાણે ગાયબ થઈ ગઈ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong