જલ્સા કરોને જેંતીલાલ

આ ટી.વી. કલાકારો ફિલ્મ કલાકારો કરતાં કરે છે અઢળક કમાણી, જાણો છો કોણ કેટલું કમાય છે?

તમને ટી.વી.ના પડદા પર દરરોજ દેખાતા એક્ટર્સના ચહેરા એટલા પસંદ પડી ગયા હોય છે કે અઠવાડિયામાં આવતી સિરિયલો જો શનિ – રવિ ન દેખાવાની હોય તો સૂનું લાગે છે. અને તમે તેમને મીસ કરતાં થઈ જાવ છો. તેમના સિરિયલોમાં પહેરેલાં કપડાં, તેમની સ્ટાઈલ અને આભૂષણોની કોપી કરીને તેવાં જ પહેરવાનો શોખ ધરાવો છો. પરંતુ તમને ખ્યાલ છે કે અઠવાડિયાના ૫ દિવસના એપિસોડનું શૂટિંગ કરવામાં તેમને કેટલી મહેનત કરવી પડે છે? અને તમે એ પણ નહીં ખ્યાલ હોય કે તેઓ કેટલું કમાય છે.

જો બોલીવુડ અને ટીવી અભિનેતાઓની જીવનશૈલીમાં ઊંડો અભ્યાસ કરવો હોય, તો પહેલાંના સમયમાં એવું માનવામાં આવતું કે બાંદરામાં પાલી હિલની આસપાસના ભવ્ય બંગલાઓમાં રહેતા લગભગ બૉલીવુડ અભિનેતાઓ સાથે સરખામણી કરશું તો ખૂબ જ તફાવત રહેશે. પરંતુ મુંબઈની બીજી તરફ, ટીવી અભિનેતાઓ એથી થોડા સસ્તા અંધેરી અને ગોરેગાંવ વિસ્તારોમાં રહે છે. અહીંથી તેમની જીવનશૈલીમાં દેખીતા તફાવતનો અંત આવે છે, હવે આજની તારીખે જોઈએ તો તેમનું જીવન રાજા કે રાણી જેવું જીવે છે! ઊંચા વેતનની માંગણી કરતા નાના સ્ક્રીનના અભિનેતાઓના વેતન સાથે ફિલ્મી સિતારાઓ સામેનો તફાવત ધીમે ધીમે ઘટવા લાગ્યો છે કારણ કે હવેના સમયમાં તેમની ભૂમિકા નોંધપાત્ર રીતે મહત્વપૂર્ણ બની છે.

રામ કપૂર અને રોનિત રોય જેવા લોકો ટીવી શો અને મૂવીઝ વચ્ચે તેમની ભૂમિકા ફેરવે છે, ટીવી અભિનેતાઓનું ચોખ્ખું મૂલ્ય રૂપેરી પડદેથી આવેલા કલાકારોએ વધાર્યું છે. અહીં કેટલાક એવા અભિનેતાઓની યાદી લઈને આવ્યાં છીએ જે બોલીવૂડ અભિનેતાઓ કરતાં વધુ કમાણી કરે છે. કોને કેટલું વળતર મળે છે અને તેઓ કેવી લાઈફસ્ટાઈલ જીવે છે એ વાંચવાની મજા આવે તેવું છે.

રામ કપૂર

૧૯૯૭માં તેમની પહેલી સિરિયલ ન્યાય આવી હતી પરંતુ તેમની ખરી ઓળખ તો કસમ દેના મીસ્ટર જય વાલિયા તરીકે થઈ હતી. ઘર એક મંદિર અને બડે અચ્છે લગતે હૈ જેવી સિરિયલ્સ અને ક્રોસ રોડ જેવા ટી.વી રિયાલિટી શોથી ખૂબ જ લોકપ્રિય થયા છે. ફિલ્મી પડદે ઉડાન, ધડકન, કાર્તિક કોલિંગ કાર્તિક અને હઝારો ખ્વાઈશે ઐસીમાં અભિનેતા તરીકે ઝળક્યા છે. જલંધર પંજાબમાં જન્મેલા અને કોલેજકાળથી જ એક્ટિંગમાં જેમને ખૂબ રસ હતો તેવા રામ કપૂરને મોંઘી ગાડીઓ અને બાઈક્સનો શોખ ધરાવતા આ કદાવર અભિનેતાનો એક દિવસનો એક શોનો ચાર્જ જાણીને આપને નવાઈ લાગશે તેઓ અંદાજિત ૧૫૦૦ ડોલર્સથી ૨૫૦૦ ડોલર્સ એટ્લે દોઢથી બે લાખ રૂપિયા માંગે છે! ફિલ્મોમાં પણ તેમની ફી લાખોમાં છે. તેઓ નેટ સિરિઝમાં પણ ખૂબ જ પોપ્યુલર થયા છે.

સાક્ષી તનવર

અલ્વર રાજસ્થાનની વતની અને મધ્યમ વર્ગીય પરિવારની સાક્ષીત તનવરના પિતા સી.બી.આઈ. ઓફિસર હતા. જુદા જુદા શહેરોમાં તેમનું ભણતર થતું અને દિલ્હી યુનિ.માંથી ગ્રેજ્યુએશન કર્યું. એમણે સિવિલ સર્વિસની પરિક્ષાઓ પણ આપી છે. તેમણે ૧૯૯૭માં દૂરદર્શનનો કાર્યક્ર્મ ‘અલબેલા સૂર મેરા’ માટે ઓડિશન આપ્યો હતો. જે એમના જીવનનો એક ટર્નિંગ પોઈન્ટ બની ગયો. ત્યારબાદ ૨૦૦૦ દરમિયાન કહાની ઘર ઘર કીની પાર્વતી તરીકે આ ચહેરો ઘર ઘરમાં જાણીતો થયો. જેણે ૧૫૦૦+ એપિસોડ પૂરા કર્યા છે.

સાક્ષીનું કરિયર હાલમાં મહોલ્લા અસ્સી અને દંગલ જેવી ફિલ્મોમાં આગળ વધી રહ્યું છે ત્યારે એ એક સિરિયલ એપિસોડના ૧૭૦૦ ડોલર્સ અને ફિલ્મોમાં ૨૦થી ૨૫ લાખ જેટલા રૂપિયા અંદાજિત ચાર્જ કરે છે. એ ગોરેગાંવ પાસે મલાડ્માં પોતાનો ફ્લેટ ધરાવે છે અને વોલ્વો ૬૦ કારમાં ફરે છે જેની કિંમત ૬૦ લાખ જેટલી છે.

અંકિતા લોખંડે

મધ્ય પ્રદેશના ઇન્દોરમાં મરાઠી પરિવારમાં જન્મેલી અંકિતાને બાળપણથી જ અભિનય કરવાનો શોખ હતો જે તેને મુંબઈ સુધી ખેંચી આવ્યો. ૨૦૦૯માં અંકિતાને પહેલી સિરિયલ પવિત્ર રિસ્તા મળી જેમાં તેની સાથે પ્રખ્યાત અભિનેતા સુશાંત સાથે લાગણીના સંબંધે પણ જોડાઈ. તેની સાથે તેણે મલાડમાં ફ્લૅટ પણ લીધો હતો. તેણે ડાન્સ રિયાલિટી શો નચ બલિયેમાં પણ ૨૦૧૧માં તેમણે ભાગ લીધો હતો. પાછળથી તેમનો સંબંધ વધુ ન લંબાયો અને તે બાન્દ્રામાં પોતાના ફ્લેટમાં સ્થિત થઈ.

આજે અંકિતા હાઈએસ્ટ પેઈડ અભિનેત્રીઓમાંથી એક છે તે એક એપિસોડના ૨૮૦૦ ડોલર્સ ચાર્જ કરે છે. તેણે પોતાને એક લક્ક્ષરિયસ જેક્વાર પણ ખરિદ્યું છે. જે તેની ભવ્ય જીવનશૈલીને અનુરૂપ છે. તેણે થોડા સમય પહેલાં મણિકર્ણિકામાં રાણી લક્ષ્મી બાઈની અંગત સાથી ઝાલકરી બાઈ તરીકેનો રોલ કર્યો છે. જે કંગના રનૈત સાથેનો છે. તેણે કોમેડી સર્કસ અને એકથી નાયિકા જેવા ટી.વી શો પણ કર્યા છે.

કપિલ શર્મા

કપિલ શર્મા ટી.વી જગતમાં આજ સુધીના સૌથી વધુ કમાણી કરતા અભિનેતા છે. આવું નામ અને ફેન્સ ફોલોઈંગ ભાગ્યે જ કોઈ ટી.વી. સ્ટાર્સને મળ્યું હશે જે કપિલને મળ્યું છે. વર્ષ ૨૦૧૬માં ફોબર્સ મેગેઝિનમાં તેનું નામ ટોપ ૧૦ ઇન્ડિયન સેલિબ્રિટિઝમાં આવ્યું હતું જેની કમાણી લાખો નહીં કરોડોમાં અંકાઈ હતી. કપિલ પંજાબના અમૃતસરથી મુંબઈ આવીને પોતાના અભિનયનો કસબ બતાવવામાં સફળ થયા છે.

એક મધ્યમ વર્ગીય પોલિસ અધિકારીના પુત્ર છે અને પિતાના મૃત્યુ બાદ પરિવારની જવાબદારી નિભાવીને દુનિયાભરને હસાવીને સૌનો પ્રેમ મેળવ્યો છે તેમણે. હાલમાં જ તેમની બાળપણની મિત્ર ગિન્ની સાથે લગ્ન કર્યા છે. કપિલ કોમેડી સર્કસના ૩ સિઝન વિનર રહ્યા બાદ પોતાના નામથી શો શરૂ કર્યો જેમાં અનેક ઉતાર ચડાવ અને વિવાદાસ્પદ બનાવો બન્યા છતાં તેમની લોકપ્રિયતામાં ઘટાડો થયો નથી. પોતાના વતનમાં એક ટેલિફોન બુથ પર નોકરી કરી છે એવું કહેતા કપિલ પાસે આજે a Mercedes Benz S350 CDI, Range Rover Evoque SD4 અને a Volvo XC 90 જેવી લઝરિયસ કારનું કલેક્શન છે.

રોનિત રોય

‘કસોતી ઝિંદગી કી’ના મિસ્ટર બજાજ તરીકે આજે બે દાયકા પછી પણ જાણીતા રોનિત રોય આજ હરોળમાં આવે છે. તેમની સફર ૧૯૯૨માં ફિલ્મ જાન તેરે નામથી શરૂ થઈ હતી. પણ ટી.વી. પડદે તેમને અનેક સારી તક મળ્યા બાદ ૧૦ વર્ષે સફળતા હાંસલ થઈ. તેમને અમર ઉપાદ્યાયના બદલે ક્યું કી સાસ ભી કભી બહુથીના અમરનો રોલ મળ્યો એ પછી ક્યારેય પાછું વળીને જોયું નથી.

બોલિવૂડના ટોચના અભિનેતાઓમાં અમિતાભ બચ્ચન, શાહ રૂખ ખાન, સલમાન ખાન અને આમિર ખાન સાથે કામ કરી ચૂક્યા છે. તેઓ એક ફિલ્મના ૨થી ૩ કરોડ ફી લે છે અને ટી.વી પડદે પણ સારા એવા શો કરે છે. બાન્ડ્રા સેન્ટ્રરલ રોડ પર તેમનો ફ્લેટ છે અને Audi Q7 અને Audi R8 ગાડી ચલાવે છે.

સુનિલ ગ્રોવર

હરિયાણાથી આવેલા પંજાબી બેન્ક ઓફિસર પરિવારમાં ઉછરેલા આ અભિનેતાએ પોતાનું માસ્ટર સુધી વતનમાં જ અભ્યાસ કર્યો છે. શરૂઆતના સમયમાં શાહરૂખ ખાનની નકલ કરીને સૌને હસાવતા. તેમના પર સ્વર્ગીય હાસ્ય કલાકાર જસ્પાલ ભટ્ટીની નજર પડી અને તેમને ટેલિવિઝન પડદે આવવામાં દિશાસૂચન આપ્યું.

એમણે કેટલાક શો દૂરદર્શન પર કર્યા અને સબ પર ગૂટર ગૂ સિરિઝ કરી જેમાં તેઓએ મિસ્ટર બીન અને ચાર્લી ચેપ્લીનની જેમ મૂક અભિનય કર્યો છે. પરંતુ ખરી સફળતા તેમને કોમેડી સર્કસમાં મળી ત્યાર બાદ કપિલ શર્મા સાથે તેમણે એક સફળતાપૂર્વક ગુત્ફી, રિન્કુ ભાભી અને ડોક્ટર ગુલાંટી જેવા કિરદાર કરીને સૌને ખૂબ હસાવ્યા.

સુનિલે અનેક ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે. પંજાબી ફિલ્મ વૈશાખીમાં પણ કામ કર્યું છે અને તાજેતરમાં બાગીમાં શ્રદ્ધા કપૂરના પિતાનો રોલ પણ કર્યો છે. એક સામાન્ય પરિવારથી આવતા આ હાસ્ય અભિનેતાએ પોતાના માટે ગોરેગાંવમાં લક્ષરિયસ ફ્લેટ લીધેલો છે અને BMW Series 5 અને an Audi a Range Rover કાર પણ ખરીદી છે. આજની તારીકે સુનિલ ગ્રોવર સૌથી વધુ કમાતા કોમેડિયન છે.

શિવાજી સતમ

ટી.વી જગતમાં આ નામ બહુ જ આદરથી લેવાય છે. આ આધેડવયના મૂળ મરાઠી થિયેટર અભિનેતા એ.સી.પી. પ્રદ્યુમ્ન નામે વધુ જાણીતા છે. તેઓ એક બેન્ક કેશિયર હતા અને એક સમયે બેન્સ એસોશિયેશનના થિયેટર કાર્યક્રમમાં ભાગ લઈને ટી.વી. અને ત્યાર બાદ ફિલ્મી પડદે આવ્યા છે. તેઓ એક કુશળ ફાઈનાન્સ એડમિનિસ્ટ્રેટિવ પણ છે.

સિ.આઈ.ડી.માં તેમના પાત્રને લઈને તેઓએ દોઢ દાયકાથી વધુ સમય સુધી કાબેલ અભિનય આપ્યો છે. ૨૦ વર્ષની કારકિર્દીમાં ૩૫ ફિલ્મો પણ તેમણે કરી છે. એક એપિસોડના તેઓ ૨૫૦૦ ડોલર્સ જેટ્લો અંદાજિત ચાર્જ લે છે. મુંબઈના વર્લીમાં તેમનો બંગલો છે અને BMW X3 કાર ચલાવે છે.

મિશાલ રહેજા

મુંબઈકર અભિનેતાએ પોતાની અદાકારીથી ૨૦૦૫થી જ પોતાની મોટી ફેન ફોલોઈંગ કરી છે. તે એમ.ટી.વી શો પ્યાર વ્યારથી પોતાના કેરિયરની શરૂઆત કરી છે. આજ સુધી અનેક ટી.વી અને ફિલ્મી પાત્રોમાં તેણે પોતાનો કસબ બતાવ્યો છે. લાગી તુજસે લગન અને ઇશ્ક કા રંગ સફેદ જેવી ટીવી શોમાં તે ખૂબ જ પોપ્યુલર થયા હતા. એમણે હેમા સરદેસાઈ ગાયિકા સાથે એક મ્યુઝિક આલ્બમ પણ કર્યું છે અને તેમના ફેન્સ માટે એક વેબ સિરિઝ પણ કરી રહ્યો છે.

સ્પોર્ટસ બાઈક અને મોંઘી ગાડીઓના શોખીન એવા આ યુવાનને કરાટે બ્લેક બેલ્ટ હોલ્ડર છે. તે હાલમાં કુમકુમ ભાગ્યમાં મહત્વની ભૂમિકા ભજવે છે. તેમની રોમાંટિક અભિનેતાની છબીને લીધે લેડી ફેન્સમાં પોપ્યુલર છે. બ્રીચ કેન્ડી પાસે તેમને ભવ્ય બંગલો છે જે તેમણે ૧૨ વર્ષની સફરની કમાણીમાંથી લીધો છે.

ક્રિષ્ના અભિષેક

ક્રિષ્ના અભિષેક નામથી જાણીતો આ હાસ્ય કલાકાર વધુ એક સફળ હાસ્ય અભિનેતાઓના નામમાં સામેલ છે. તેણે પણ પોતાની કારકિર્દી કોમેડી સર્કસથી શરૂ કર્યો હતો. આ પહેલાં પોતાનું નસીબ જસ્ટ મહોબ્બત અને યે હૈ મહોબ્બતમાં અજમાવ્યું હતું. તેઓ અભિનેતા ગોવિંદાના ભાણેજ છે એટલે અભિનય અને કોમેડી તેમના લોહીમાં છે. ૨૦૧૨માં તેમણે કરિશ્મા શાહ સાથે લગ્ન કર્યા અને પોતાનું નામ અભિષેક શર્માને બદલે ક્રિષ્ના અભિષેક કર્યું. તેમણે જલક દિખલા જા અને નચ બલિયેમાં પત્ની સાથે રિયાલિટી ડાન્સ પર્ફોમન્સ કર્યા છે અને ક્રેઝિ કિયા રે નામથી કોમેડી શો જજ કર્યા છે.

ક્રિષ્નાએ ૫ વર્ષ કોમેડી સર્કસમાં અભિનય કર્યો છે. ઓ.એમ.જી અને હિસ્ટ્રી ચેલનની યે મેરા ઇન્ડિયા શોમાં એન્કરિંગ કર્યું છે. આજે તેમની પાસે જૂહુ વર્સોવા અંધેરી લિંક રોડ પાસે ભવ્ય બંગલો છે અને હોલિવૂડ પાસે કેલિફોનિયામાં ફ્લેટ ખરીદ્યો છે તેમની પત્નીએ. તેઓ ૬૦ લાખની મર્સ્સિડિઝ અને ૬ લાખની સ્પોર્ટસ બાઈકમાં ફરે છે.

જેનિફર વિંગેટ

આ અભિનેત્રીએ ૧૦ વર્ષની ઉમરથી અભિનય ક્ષેત્રે પોતાનું નામ કર્યું છે. તે અકેલે હમ અકેલે તુમ ફિલ્મમાં આમિર અને મનિષા કોઈરાલાની દીકરી તરીકે દેખાઈ હતી. મૂળ મુંબઈની અને ક્રિશ્ચિયન પિતા અને હિન્દુ માતાની દીકરી છે. ટીવી શો કુસુમમાં તેણે સિમરનના રોલમાં સૌથી વધુ પસંદ કરાઈ હતી. તેણે શાકા લાકા બૂમ બૂમ, કોઈ દિલ મેં હૈ, દિલ મીલ ગયે જેવા એકતા કપૂરના પોપ્યુલર શોમાં કામ કર્યું છે.


રાજા કી આયેગી બારાત, કુછ ના કહો, રાજા કો રાની સે પ્યાસ હો ગયા જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. હાલમાં કલર્સ પર લોકપ્રિય સિરિયલ બેપનાહની ઝોયા તરીકે જાણીતી થઈ છે. તે એટલું કમાય છે કે તેનો મુંબઈમાં તો પોતાનો ફ્લેટ છે જ પણ ગોવામાં પણ ગ્રીક મેકરોન સ્ટાઈલનો વિલા છે. ૩૦ લાખની એક એવી ત્રણ લકઝરિયસ કારમાં ફરે છે.

Exit mobile version