ટીવી જગતની આ અભિનેત્રીઓ ૨૦ વર્ષની ઉંમરે કરે છે એક દિવસની અઢળક કમાણી…

નાના પડદાની ઘણી અભિનેત્રીઓ એવી છે, જેની ઉંમર ૨૦ વર્ષ કરતા પણ ઓછી છે. જોકે, તે એક એપિસોડ દીઠ હજારો રૂપિયાની કમાણી કરે છે. પછી તે ‘પટિયાલા બેબ્સ’ની અશ્નૂર કૌર હોઈ કે પછી ‘ઝાંસી કી રાની’ ફેમ અનુષ્કા સેન. જોકે આમાંથી મોટાભાગની અદાકારાઓ એક એપિસોડનું શૂટિંગ ૨ થી ૩ દિવસમાં કરતી હોઈ છે. ૨૦ વર્ષથી નાની વયની આઠ અદાકારાઓની પ્રતિ એપિસોડની ફી પર એક નજર કરીએ.

૧૯ વર્ષીય નિધી ભાનુશાળીએ હાલમાં જ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શો છોડ્યો છે. તે શોમાં આત્મારામ તુકારામ ભીડે (મંદાર ચંદાવકર)ની દિકરી સોનુની ભૂમિકા ભજવતી હતી. પ્રતિ એપિસોડ માટે તેને ૧૦ હજાર રૂપિયા ફી મળતી હતી.

અશ્નૂર કૌર

 

View this post on Instagram

 

A post shared by Patiala_babes_fc🚩 (@patialababesfanclub) on


‘પટિયાલા બેબ્સ’ સિરિયલમાં જોવા મળતી અશ્નૂર કૌરને હાલમાં જ ધોરણ ૧૦માં ૯૩ ટકા મળ્યા છે. તે આ સિરિયલના પ્રતિ એપિસોડ દીઠ ૪૦-૪૫ હજાર રૂપિયા ફી લે છે.

અવનીત કૌર

 

View this post on Instagram

 

A post shared by Avneet Kaur (@avneetkaurofficial_.13) on

૧૭ વર્ષની અવનીત કૌર ‘ચંદ્ર નંદિની’ જેવા શોમાં કામ કરી ચૂકી છે. હાલમાં તે ‘અલાદીન:નામ તો સુના હોગા’માં શહેઝાદી યાસ્મીનની ભૂમિકા ભજવી રહી છે. સૂત્રોને અનુસાર, તે પ્રતિ એપિસોડ માટે ૩૦ હજાર રૂપિયા લે છે. અવેનીત કૌર ભારતીય અભિનેત્રી છે અવનીત હાલમાં નાના પડદે એક શો અલાદ્દીન – નામ તો સાંભળ્યું હશે એમાં રાજકુમારી જેસ્મીનનો રોલ નિભાવી રહ્યું છે. અવનીત કૌરનો જન્મ 13 ઑક્ટોબર, પંજાબના જલંધર માં થયો હતો. અવનીતે નાની ઉંમરમાં જ ડાન્સ શો ડાન્સ ઈન્ડિયા ડાન્સમાં એક સ્પર્ધક તરીકે તેનું પ્રથમ પરફોર્મન્સઆપ્યું હતું. તેના પછી ટીવીના રિયાલીટી શોમાં પણ અવનીત નઝર આવે છે.હમણાં અવિનેત કૌર મુંબઇના ઑક્સફોર્ડ પબ્લિક સ્કૂલ માં અભ્યાસ કરી રહી છે. અવનિતે મોટા પડદે પણ તેના પરફોર્મન્સ આપ્યું છે. અવેનીત ને રાની મુખર્જી સાથે ફિલ્મ મર્દની માં કામ કર્યું છે.અવનીત કૌર સોશિયલ મીડિયા પણ ખૂબ જ સક્રિય રહે છે. ફેસબુક થી લઇને ઇન્સ્ટાગ્રામ પર કરોડો ફોલોવર્સ ધરાવે છે.

અનુષ્કા સેન

૧૬ વર્ષની અનુષ્કા સેન આજકાલ ‘ઝાંસી કી રાની’ સિરિયલમાં લક્ષ્મી બાઈનો કિરદાર અદા કરી રહી છે. તે પ્રતિ એક એપિસોડના ૪૮ હજાર રૂપિયા ચાર્જ લે છે. એક બાળ કલાકાર તરીકે 2011 માં અનુષ્કાએ નામાંકિત બાલવીર માં મેહરનું પાત્ર ભજવ્યું, જે ખૂબ લોકપ્રિય બન્યું. આટલી નાની ઉંમરમાં તેઓ તેના પર ટૂંકા પડદા પર ખૂબ મહેનત કરે છે. અનુષ્કા આ સમયે ફક્ત 16 વર્ષની છે પણ તેનું તેવર કોઈ અભિનેત્રીથી ઓછું નથી. આખરે હોવું જોઈએ કારણ કે તે ખૂબ જ સુદર છે. અનુષ્કા સેન હાલ ઝાંસીની રાની સિરિયલમાં જોવા મળે છે અને તેને લોકો ખૂબ પસંદ કરે છે.દેવો કે દેવ મહાદેવમાં પણ તે બાલ પાર્વતીના પાત્રમાં જોવા મળી હતી.

મહિમા મકવાણા

 

View this post on Instagram

 

A post shared by Mahima Makwana (@mahima_makwana) on

૧૯ વર્ષીય મહિમા મકવાણા છેલ્લે ‘મરિયમ ખાન રિપોર્ટિંગ લાઈવ’ સિરિયલમાં જોવા મળી હતી. પ્રતિ એક એપિસોડ માટે મહિમા મકવાણા ૩૦-૩૫ હજાર રૂપિયા ચાર્જ લેતી હતી.

જન્નત જુબૈર

 

View this post on Instagram

 

A post shared by jannat jubair_29 🔵 (@jannatzubairrahemani29) on

‘ભારત કા વીર પુત્ર: મહારાણા પ્રતાપ’ તેમજ ‘મેરી આવાજ હી પહેચાન હૈ’ જેવી સિરિયલમાં કામ કરી ચૂકેલી જન્નત હજુ ૧૬ વર્ષની છે. છેલ્લે તે ટીવી સિરિયલ ‘તૂ આશિકી’માં નજર આવી હતી. જન્નત પ્રતિ એપિસોડ માટે ૪૦ હજાર રૂપિયા ફી લે છે.

અદિતી ભાટિયા

 

View this post on Instagram

 

A post shared by Aditi Bhatia 🎭 (@aditi_bhatia4) on

૧૯ વર્ષની અદિતી ભાટિયા ‘યે હૈ મહોબ્બતે’ સિરિયલમાં રૂહી ભલ્લાનો કિરદાર નિભાવી રહી છે. પ્રતિ એપિસોડ માટે તે ૫૦ હજાર રૂપિયા ફી લે છે.

રીમ શેખ

 

View this post on Instagram

 

A post shared by Reem (@reem_sameer8) on

૧૬ વર્ષની રીમ શેખ ‘તુઝસે હૈ રાબતા’ સિરિયલમાં મેઈન રોલ નિભાવી રહી છે. આ સિરિયલ માટે તે પ્રતિ એક એપિસોડના તે ૩૦ હજાર રૂપિયા ફી લે છે. આ સિવાય રીમ શેખે પાકિસ્તાની એક્ટિવિસ્ટ મલાલા યુસુફઝઈની બાયોપિકનું પણ શૂટિંગ કરેલું છે.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ