આ અભિનેત્રીઓએ ‘ઝીરો ફિગર’ ની સંપૂર્ણ વ્યાખ્યા જ બદલી દીધી, અને વધેલા વજન સાથે ટીવી પર કર્યું શાસન.

આ ‘પ્લસ સાઇઝ’ અભિનેત્રીઓએ ‘ઝીરો ફિગર’ ની સંપૂર્ણ વ્યાખ્યા જ બદલી દીધી છે, વધેલા વજન સાથે ટીવી પર કર્યું તેઓએ શાસન.

બોલિવૂડ ઇન્ડસ્ટ્રી હોય કે ટેલિવિઝન ઇન્ડસ્ટ્રી દરેક જગ્યાએ ઝીરો ફિગરની બોલબાલા ચાલે છે. આ ક્ષેત્રે જેટલી પણ મોડેલસ અને અભિનેત્રીઓ હોય છે તે બધા જ દુબળા પાતળાં જ જોવા મળે છે. ક્યાંક ને ક્યાંક આ ઉદ્યોગ ક્ષેત્રે ઝીરો ફિગર અથવા પાતળા શરીરને જ સુંદરતાનું એક માપદંડ બનાવી દીધું છે.

image source

પરંતુ આ ઉદ્યોગ ક્ષેત્રની કેટલીક મોડેલો અને અભિનેત્રીઓ એવી પણ છે જેમણે ઉદ્યોગ ક્ષેત્રની આ ખોટી માન્યતાને તોડી નાખી દીધી છે. આ અભિનેત્રીઓએ ફક્ત આ ભ્રમ જ માત્ર તોડ્યો નથી, પરંતુ ટેલિવિઝન ઉદ્યોગ ક્ષેત્રે પણ તેઓ પોતાનું રાજ કરી રહ્યા છે.

અહીં અમે તમને ટેલિવિઝન ઉદ્યોગ ક્ષેત્રની પલ્સ સાઈઝ (વધુ વજન) અભિનેત્રીઓનો પરિચય આપીશું.

1. ડેલનાઝ ઇરાની:

image source

ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીની ઘણી અભિનેત્રીઓએ ‘ઝીરો ફિગર’નો ભ્રમ તોડ્યો છે. તેમાંથી એક છે ડેલાનાઝ ઇરાની. ડેલનાઝ ઈરાનીએ ટેલિવિઝનની સાથે સાથે ફિલ્મ ક્ષેત્રે પણ પોતાનું નોંધપાત્ર યોગદાન આપ્યું છે. ડેલનાઝ ઈરાનીએ સલમાન ખાન, શાહરૂખ ખાન,સૈફ અલી ખાન જેવા ઘણા સ્ટાર્સ સાથે કામ કર્યું છે. ડેલનાઝ ઈરાનીએ પોતાના અભિનયના આધારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાનો પગ જમાવ્યો છે અને તે હાલમાં ઈન્ડસ્ટ્રીનું એક જાણીતું નામ પણ બની ગયું છે.

2. ભારતીસિંહ:

image source

ભારતી સિંહ ટેલિવિઝન ઉદ્યોગ ક્ષેત્રે એક જાણીતું નામ બની ગઈ છે. હવે જ્યારે ઇન્ડસ્ટ્રીમાં સ્ટેન્ડઅપ કોમેડીની વાત કરવામાં આવે છે ત્યારે ભારતી સિંઘનું નામ પહેલી જ હરોળમાં લેવામાં આવે છે. ભારતી લોકોને તેના વધેલા વજનની રસપ્રદ વાતો અને કિસ્સા કહી મજાક ઉડાવીને હસાવતી હોય છે. ભારતીએ આ ઇન્ડસ્ટ્રીમાં ‘ઝીરો ફિગર’ ના ભ્રમને તોડવામાં એક મહત્વની ભૂમિકા નિભાવી છે.

3. અંજલિ આનંદ:

image source

અંજલિ આનંદ એ ટેલિવિઝનની સુંદર અભિનેત્રીઓમાંની એક જાણીતી કલાકાર છે. અંજલિ એ સ્ટાર પ્લસની સીરિયલ ‘ઢાઈ કિલો પ્રેમ’ સાથે ટેલિવિઝન ઉદ્યોગમાં પોતાનો પ્રવેશ કર્યો હતો. તેણે ખૂબ ટૂંકા સમયમાં જ સારુ નામ કમાવી લીધું હતું. હાલમાં અંજલિ આનંદ સ્ટાર પ્લસની સિરિયલ ખૂબ જ જાણીતી અને ફેમસ ‘કુલ્ફી કુમાર બાજેવાલા’ માં જોવા મળી રહી છે.

4. રીતાશા રાઠોડ:

image source

ટેલિવિઝન પર પ્લસ સાઈઝની પુત્રવધૂ તરીકે વખાણાયેલી અભિનેત્રી માત્ર અંજલિ આનંદ જ નહીં પણ રીતાશા રાઠોડ પણ છે. રીતાશાએ & ટીવીના લોકપ્રિય શો ‘બઢો બહુ’માં મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ સીરીયલમાં કોમલનું પાત્ર ભજવીને રીતાશા નાના પડદે એક મોટું નામ બની ગઈ છે. પ્લસ સાઇઝ હોવા છતાં રીતાસા તેની બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરવામાં જરાય અચકાતી નથી. જેના કારણે તે હંમેશા લાઈમ લાઈટમાં બની રહે છે.

5. વાહબિજ દોરાબજી:

image source

ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીમાં સ્ટાર વનની સિરિયલ ‘પ્યાર કી યે એક કહાની’ માં પંછીના પાત્ર સાથે વાહબીજ ચર્ચામાં આવી હતી. આ પછી વાહબિજ ટીવી સીરિયલ ‘બહુ હમારી રજનીકાંત’માં જોવા મળી હતી. વાહબીઝ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેલી જોવા મળે છે. તેણે પોતાની ઓળખ વધારે વજન હોવાને કારણે બનાવી છે, પરંતુ આ દિવસોમાં તે પોતાનું વજન ઓછું કરવા માટે સખત મહેનત કરી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ