આ 5 ટીવી સ્ટાર્સના કિડ્સ છે દેખાવમાં એકદમ મસ્ત, જોઇ લો તસવીરોમાં તમે પણ

કોમેડિયન કપિલ શર્મા હાલમાં જ એક દીકરીના પિતા બન્યા છે.

image source

તેમણે ખુદ પોતાની દીકરીના ફોટા સોશિયલ મીડિયા પર શેર કરી હતી. ફોટામાં કપિલની સાથે તેમની પત્ની ગિન્ની ચતરથ પણ જોવા મળી રહી છે.

image source

કપિલની દીકરી પોતાના પિતાને જોઈ રહી છે. ત્યાં જ કપિલ અને ગિન્ની હસતાં હસતાં પોતાની દીકરીને જોઈ રહ્યા છે. કપિલે દીકરીનું નામ ‘અનાયરા’ રાખ્યું છે.

ચાલો આજે અમે આપને ટીવીની કેટલીક હસ્તીઓના બાળકોના ફોટા બતાવીશું.

image source

જય ભાનુશાળીની પત્ની માહી વિજએ ૨૧ ઓગસ્ટ, ૨૦૧૯ ના રોજ એક દીકરીને જન્મ આપ્યો. તેમણે દીકરીનું નામ તારા રક્યું છે. માહી અને જય લગ્નના ૮ વર્ષ પછી માતા-પિતા બન્યા છે. આની પહેલા માહી અને જયએ એક દીકરો અને એક દીકરીને દતક લીધા હતા.

image source

કરણવીર બોહરા અને ટીજે સિધ્ધુની બે જુડવા દીકરીઓ બેલા અને વિયના છે. ૧૯ ઓકટોબર, ૨૦૧૭ ના રોજ ટીજેએ બંને દીકરીઓને જન્મ આપ્યો હતો. કરણવીર મોટાભાગે પોતાના બાળકોની સાથેના ફોટાને સોશિયલ મીડિયા પર શેર કરતાં રહે છે.

image source

ટીવીની મોટી અભિનેત્રી શ્વેતા તિવારી ૧૯૯૮ માં અભિનેતા રાજા ચૌધરી સાથે લગ્ન કર્યા હતા. રાજા ચૌધરીથી શ્વેતને દીકરી પલક છે. લગ્નના નવ વર્ષ પછી ૨૦૦૭ માં બંનેના તલાક થઈ ગયા. શ્વેતા તિવારીએ અભિનવ કોહલીની સાથે બીજીવાર લગ્ન કર્યા.

image source

લગ્નના પહેલાથી બંનેએ એકબીજાને ત્રણ વર્ષ સુધી ડેટ કર્યા. વર્ષ ૨૦૧૬ માં શ્વેતાએ દીકરા રેયાંશને જન્મ આપ્યો અભિનવથી અણબન પછી શ્વેતા તેનાથી જુદી રહી રહી છે.

image source

એક સિંગલ મધર તરીકે શ્વેતા પોતાના બંને બાળકોની પરવરીશ કરી રહી છે. સૂત્રો મુજબ શ્વેતા તિવારીની દીકરી પલક જલ્દી જ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરવાની છે.

image source

હિતેન તેજવાની અને ગૌરી પ્રધાનએ વર્ષ ૨૦૦૪ માં લગ્ન કર્યા. બંનેને બે જુડવા બાળકો છે. ૧૧ નવેમ્બર, ૨૦૦૯ ના રોજ ગૌરી દીકરા નવીન અને દીકરી કાત્યાને જન્મ આપ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ