‘યે હૈ મોહબ્બતે’ ની ‘ઈશિતા’ એ રોશન કર્યુ માતા-પિતાનું નામ, સરકારે આપ્યું સૌથી મોટું સન્માન

ટીવી અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠીને મધ્યપ્રદેશ સરકારે રાજ્યનું સૌથી મોટું સન્માન આપ્યું છે. આ સન્માન તેમણા માતા-પિતાએ લીધું જે તેમણા માટે ગૌવરમય સમય હતો. તે સમય માતા-પિતા માટે બહુ અદભુત હોય છે જ્યારે તે પોતાના બાળકોની જગ્યાએ ખુદ કોઈ સન્માન પ્રાપ્ત કરતા હોય છે અને તેમણી ઉપસ્થિત સારા લોકો તેમણા બાળકો માટે તાલી પાડતા હોય છે. તે સમયે માતા-પિતા પોતાની જાતને ગર્વની લાગણી અનુભવી રહ્યા હોય છે. આવો સમય કોઈ પણ માતા-પિતાના નસીબમાં નથી હોતો. અને આ સમય જોવાની તક મળી છે ટીવી અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠીના માતા-પિતાને.

ટીવી અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠીને આપવામાં આવ્યું સૌથી મોટું સન્માન-

મધ્યપ્રદેશ સરકારે દિવ્યાંકા ત્રિપાઠીને તેમની એક્ટિંગના કામ માટે સન્માનિત કરવામાં આવી છે. જો કે, આ સન્માન લેવા માટે ખુદ દિવ્યાંકા ત્રિપાઠી મધ્યપ્રદેશ નહતી ગઈ પરંતુ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાનએ દિવ્યાંકાના માતા-પિતાને રાજ્યની સૌથી પ્રતિષ્ઠિત રતન સન્માન એવોર્ડ આપતા દિવ્યાંકાના વખાન કર્યા હતા. તે સમયે દિવ્યાંકાના માતા-પિતાની આંખમાં ખુશીના આંસુ આવી ગયા હતા.

માતા-પિતા માટે ગૌરવની વાત છે-

કોઈ પણ માતા-પિતા માટે સૌથી ખુશીની જો કોઈ વાત હોય તો તે એ છે કે, તેમણી દીકરીના કારણે તેમણે રાજ્યનું સૌથી મોટું સન્માન લેવાની તક મળી હતી. આવી છોકરીઓ પરિવારનું નામ રોશન કરે છે. આવી છોકરી પર માતા-પિતાની સાથે રાજ્ય અને દેશને પણ ગર્વ થાય છે.

દુલ્હનથી શરૂ કરી હતી કરિયર-

દિવ્યાંકાએ પોતાની કરિયરની શરૂઆત દુલ્હન સીરિયલથી કરી હતી અત્યારે તે યે હૈ મોહબ્બતેમાં કામ કરી રહી છે અને આ સીરિયલથી તે ઘેર ઘેર લોકો મનપસંદ વહુ બની ગઈ છે. તેમજ દિવ્યાંકા આ સન્માન પછી પોતાના ફેન્સની સાથે આ ખુશી શેર કરતા એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

વી અભિનેત્રી મૂળ મધ્યપ્રદેશની છે અને મુંબઈનાં તે વર્ષોથી કામ કરી રહી છે. લગ્ન પછી હવે દિવ્યાંકા અને વિવેક દહિયાએ મુંબઈમાં ઘર લઈ લીધું છે અને હવે બંને પોતાના ઘરમાં રહે છે. કરિયર માટે દિવ્યાંકા ઘર છોડીને મુંબઈ આવી હતી અને આજે લાખો લોકોના દિલ પર તે રાજ કરે છે. દિવ્યાંકા મૂળ મધ્યપ્રદેશ ભોપાલ શહેરની છે. દિવ્યાંકાને આપવામાં આવેલા આ સન્માનને લેવા માટે તેણા માતા-પિતા મધ્યપ્રદેશનાં પ્રેસ ક્લબમાં પહોંચ્યા હતા.

લેખન સંકલન : પ્રિયંકા પંચાલ

દરરોજ ટેલીવુડની અવનવી અને રસપ્રદ વાતો વાંચો ફક્ત અમારા પેજ પર.

 

ટીપ્પણી