તુટતા સંબંધને જોડી દેતાં આ ઉપાય છે ચમત્કારી…

તુટતા સંબંધને જોડી દેતાં આ ઉપાય છે ચમત્કારી


ઘર-પરીવારમાં રહેતાં લોકો વચ્ચે નાની-મોટી વાત માટે મતભેદ થતો જ રહે છે. તેવી જ રીતે પતિ-પત્ની વચ્ચે પણ ઝઘડા થતાં રહેતાં હોય છે. પરંતુ જો પતિ-પત્ની વચ્ચેના ઝઘડા વધતાં જાય અને તેનો અંત પણ ઝડપથી ન થાય તો તેનું પરીણામ ગંભીર આવી શકે છે. વારંવાર ઝઘડા થવાથી પતિ-પત્ની વચ્ચેનો પ્રેમ અને ઉષ્મા ઘટી જાય છે. આવું થતું હોય તો સૌથી પહેલા એ જાણી લેવું જરૂરી છે કે ઘરમાં વાસ્તુદોષ હોય અને તેના કારણે આ સમસ્યા તો નથી ઉદ્ભવીને. તો સૌથી પહેલાં નીચે આપેલા કામ કરવાની શરૂઆત કરવી. આ કામ કરવામાં કોઈપણ પ્રકારનો ખર્ચ કરવો નહીં પડે.


– સવારે વહેલાં જાગી જવું અને ઘરની તમામ બારી ખોલી દેવી. સૂર્યપ્રકાશ ઘરમાં આવશે તો નિરાશાભરેલું વાતાવરણ દૂર થશે.

– સવારના કોમળ સૂર્ય પ્રકાશમાં 15 મિનિટ સુધી લાલ આસન પર બેસી અને ધ્યાન ધરવું.

– સૂર્યનો અસ્ત થાય એટલે પૂર્વ-દક્ષિણ ખૂણામાં લાલ રંગની મીણબત્તી પ્રગટાવી દેવી. ઘરનું વાતાવરણ ખુશનુમા થઈ જશે.


– ઘરની ઉત્તર-પૂર્વ દિશામાં ઝાડૂ રાખતાં હોય તો તેનું સ્થાન બદલી દેવું.

– પીવાનું પાણી દક્ષિણ-પશ્ચિમ ખૂણામાં રાખવું. સંબંધોમાં ઉષ્મા વધશે.

– ઘરમાં તૂટેલો અરીસો ન રાખવો ઉપરાંત તુટેલી વસ્તુઓને પણ ઘરમાંથી દૂર કરી દેવી.

– ઘરના ઉત્તર-પશ્ચિમ ખૂણામાં રંગબેરંગી માછલીઓ રાખવી.


– ઘરમાં દીવારો પર તિરાડો પડી હોય તો તેને રીપેર કરી લેવી અને નળમાંથી પાણી ટપકતું હોય તો તેનું પણ સમારકામ કરાવી લેવું.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક ઉપયોગી માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ