આ રીતે હળદર કરી દે છે ડાયાબિટીસને કંટ્રોલ, જાણો તમે પણ

ડાયાબિટીસ એક જીવનશૈલી ઉપર આધારિત રોગ ગણવામાં આવે છે.

ડાયાબિટીસ બે પ્રકારના હોય છે જેમ કે ટાઈપ 1 અને ટાઈપ 2. ડાયાબિટીસમાં બ્લડમાં સુગરનું લેવલ વધી જાય છે. ડાયાબિટીસમાં ઘરેલુ ઉપચાર કરો જે બ્લડમાં સુગર લેવલને કંટ્રોલમાં રાખશે અને આ ઉપચાર એટલે આપણી રોજિંદા વપરાશમાં આવતી હળદર.

જાણો હળદર કેવી રીતે કરશે ડાયાબિટીસને કંટ્રોલ.

image source

ડાયાબિટીસમાં હળદર છે રામબાણ ઈલાજ, જે બ્લડમાં સુગર લેવલને કંટ્રોલમાં રાખવાનું કામ કરે છે. ડાયાબીટીસ એ ખરાબ જીવનશૈલીને કારણે થતો રોગમાંનો એક છે. ડાયાબિટીસમાં બ્લડમાં સુગર લેવલ વધી જાય ત્યારે તેને કંટ્રોલ કરવુ ઘણુ મુશ્કેલ બને છે.

આવા સમયે એવો કયો ઉપાય છે જે તમને ડાયાબિટીસથી બચાવે અને અને બ્લડમાં સુગરને પણ કંટ્રોલ કરે છે. ડાયાબિટીસની અસર શરીરના બીજા અંગો ઉપર પણ પડે છે.

પણ હા આહારમાં કંટ્રોલ કરીને તમે આને કંટ્રોલ કરી શકો છો. શું ખાવું અને શું ના ખાવું જેવા સવાલો સામાન્ય રીતે સાંભળવા મળે છે પણ આજે અમે તમને જણાવીશું એક એવી વસ્તુ જેને તમારા રોજિંદા આહારમાં સામેલ કરવાથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહેશે.

image source

ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા દિવસેને દિવસે વધતી જાય છે.ડાયાબિટીસ એક એવી બીમારી છે જે તમને જીવનભર છોડશે નહીં. બ્લડ સુગર લેવલ વધી જાય ત્યારે ડાયાબિટિસનો ભય ખૂબ વધી જાય છે. આમ, જો તમે આ રીતે હળદરનો ઉપયોગ કરશો તો ડાયાબિટીસ હંમેશ માટે કંટ્રોલમાં રહેશે અને બીજી કોઇ તકલીફ પણ નહિં થાય.

મેથી

મેથીના નાના-નાના દાણાને ડાયાબિટીસ માટે એક રામબાણ ઈલાજ માનવામાં આવે છે જે બ્લડમાં સુગર લેવલને જાળવી રાખવામાં મદદરૂપ થાય છે.

હળદર

image source

દરેક રોગનો ઈલાજ હળદર છે એવું માનવમાં આવે છે. શરીર પર મૂઢ માર હોય કે ઘા પડયો હોય હળદરવાળું દૂધ શ્રેષ્ઠ માનવામાં આવે છે. હળદરનું સેવન ડાયાબિટીસ(ટાઈપ 2)ને કંટ્રોલમાં રાખે છે એવું ઘણી બધી શોધ દ્વારા સાબિત થયું છે.

વાગ્યાના નિશાન પડી ગયા હોય, મચકોડ, ઘા કે પછી સોજો આવ્યો હોય વગેરે જેવી તકલીફમાં હળદરનો ઉપયોગ સદીયોથી કરવામાં આવે છે. ભારતમાં ફાસ્ટ ફૂડને કારણે હળદરને રોજિંદા વપરાશમાં લેવાની માત્રા ઘટી ગઇ છે જેના કારણે ટાઈપ 2 ડાયાબિટીસની સમસ્યા વધી ગઇ છે.

ડાયાબિટીસ જેવા રોગમાં હળદર ફાયદાકારક સાબિત થાય છે. હળદરમાં રહેલુ એન્ટી ઓક્સિડન્ટ અને એન્ટી ઇન્ફ્લમેટરીના ગુણો હોય છે જે શરીરમાં ઇન્સુલિનનું ઉત્પાદન વધારવામાં મદદરૂપ થાય છે. આવા સમયે જો તમારા શરીરમાં ઇન્સુલિન વધુ બનશે તો બ્લડ સુગર લેવલ ઘટી જશે.

કેવી રીતે કરશો હળદરનો ઉપયોગ

image source

ડાયાબિટીસના દર્દી રાત્રે સૂતા પહેલા હળદરવાળું દૂધ પી શકે છે જે જે તમને અનેક રીતે ફાયદો કરશે. આ સાથે જ હાડકાં મજબૂત કરશે.

આ સાથે તમે ૧૦ મિલી આમળાના જ્યૂસને ૨ ગ્રામ હળદરના પાઉડરમાં મિક્સ કરીને દિવસમાં બે વાર તેનું સેવન કરવું. તેનાથી સુગર નિયંત્રણમાં રહેશે.

image source

સુગર લેવલને નિયંત્રિત રાખવા માટે રોજ ખાલી પેટે ત્રણથી ચાર તુલસીનાં પાન ખાવાનું રાખવું. તુલસીનાં પાનમાં એન્ટિ-ઓક્સિડન્ટ હોય છે જે શરીરમાં ઇન્સ્યુલિન ઉત્પાદિત કરવાનું કાર્ય કરે છે, આના કારણે સુગર લેવલ કંટ્રોલમાં રહે છે.

એક મહિના સુધી નિયમિતપણે પાણી સાથે એક ચમચી તજનો પાઉડર લેવાનું રાખવું. આ ઉપાયથી પણ ડાયાબિટીસને નાથી શકાશે. તજના પાઉડરના સેવનથી વજન પણ ઘટશે, જો વજન વધારે હોય તો પણ તમે આ ઉપાય અજમાવી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !