જલ્સા કરોને જેંતીલાલ

અરધી સદીથી અવિરત ભડકી રહેલો કુદરતી અગ્નિકુંડ જેને સ્થાનિક લોકો નરકનો પ્રવેશ દ્વાર પણ કહે છે

દરવાઝા ગેસ ક્રેટર, તુર્કમેનિસ્તાનની રાજધાની અશગાબાતથી 260 કીલોમીટરના અંતરે આવેલા કારાકોરમ રણની મધ્યમાં આવેલા દરવાઝા નામના ગામની નજીક આ અગ્નિકુન્ડ આવેલો છે. જેને ‘ડોર ટુ હેલ’ એટલે કે નરકનો પ્રવેશ દ્વાર પણ કહેવાય છે. કારણ કે આ એક 200 ફૂટ પહોળો અને 66 ફૂટ ઉંડો વિશાળ અગ્નિ કુંડ છે.


તુર્કમેનિસ્તાનના ભુસ્તરશાસ્ત્રીના કહેવા પ્રમાણે આ જગ્યાની શોધ 1971માં સોવિયેત ઇજનેરો દ્વારા કરવામાં આવી હતી. પહેલાં તો એવું વિચારવામાં આવ્યું હતું કે અહીં તેલનો ભંડાર મળી આવશે. અને તે હેતુથી જ અહીં ડ્રીલીંગ રીગ સ્થાપવામાં આવ્યું જેથી કરીને ખનીજતેલની કોન્ટીટીનું અનુમાન લગાવી શકાય પણ થોડા ક જ સમયના કામ દરમિયાન ત્યાં એક કુદરતી ગેસ પોકેટ મળી આવ્યું. રીગ જે જમીન પર સ્થાપવામાં આવ્યું હતું તે જમીન ધ્વસ્ત થઈ ગઈ અને ત્યાં પડેલા મોટા ખાડામાં દટાઈ ગઈ.


આ ખાડામાંથી પછી સતત ઝેરી મિથેન વાયુ હવામાં ભળવા લાગ્યો અને નજીકના શહેરોમાં તે ગેસ ફેલાય તે પહેલાં અહીંના એન્જિનયરોએ ત્યાં આગ લગાવવાનું નક્કી કર્યું જેથી કરીને મિથેન ગેસ આગમાં બળી જાય અને થોડા દિવસો બાદ આગ ઓલવાઈ જાય. પણ દીવસો વિત્યા, અઠવાડિયાઓ વિત્યા, મહિનાઓ વિત્યા આજે પિસ્તાલિસ વર્ષ થયા છતાં આ આગ તેમની તેમ અવિરત ચાલુ જ છે.


2010માં તુર્કમેનિસ્તાનના રાષ્ટ્રપતિએ આ જગ્યાની મુલાકાત લીધી અને આ વિશાળ કાણાને બુરી નાખવાનો આદેશ આપ્યો. કારણ કે તેમને ભય હતો કે આ બળી રહેલો ગેસ નજીકના ગેસ ફિલ્ડને અસર કરશે અને તે ગેસ પણ આ જ્વાળાઓમાં ખેંચાઈ જશે. અને તેમ થવાથી દેશની આવકમાં ઘટાડો થશે. ત્યાર બાદ સત્તાધીકારીઓને તે માટે યોજના બનાવવાનું કહેવામાં આવ્યું. જો કે યોગ્ય યોજનાના અભાવે આ હોલ બૂરી ન શકાયો અને 2013માં તેમણે કારાકોરમ રણના આ અગ્નિ કુન્ડને નેચર રીઝર્વ જાહેર કર્યો.


તુરક્મેનિસ્તાન વિશાળ જથ્થામાં ગેસની નિકાસ વિશ્વના મોટા મોટા દેશો જેમ કે રશિયા, ચાઈના, ભારત. પાકિસ્તાન, અને યુરોપના કેટલાક દેશોમાં કરે છે. તુર્કમેનિસ્તાને લગભઘ 1.6 ટ્રીલીયન ક્યુબિક ફૂટ કુદરતી ગેસ 2010માં ઉત્પાદિત કર્યો હતો.

દાયકાઓથી ચાલુ રહેલો આ અગ્નિનું વૈજ્ઞાનિકો પાસે કોઈ જ નિરાકરણ નથી. કારણ કે તેમને નથી ખબર કે નીચે પેટાળમાં કેટલા પ્રમાણમાં આ કુદરતી ગેસ સમાયેલો છે અને માટે જ તેમની ધારણા પ્રમાણે આ આગ અઠવાડિયાઓમાં ન ઓલવાઈ પણ આજે લગભગ અરધી સદી વિત્યા છતાં ભડકી રહી છે.


આ વિશાળ અગ્નિ કુંડમાંની અગન જ્વાળા એક સોનેરી ચમક ઉત્પન્ન કરે છે જેને કેટલાએ માઇલ દૂરથી જેઈ શકાય છે. આ જગ્યાની મુલાકાત લેવા દેશવિદેશથી સેંકડો પ્રવાસીઓ આવે છે. જો કે દુનિયામાં આએક જ કુદરતી ગેસનો બળતો કુવો નથી પણ તેના પાડોશમાં આવેલા ઇરાકમાં બાબા ગુરગુર ઓઇલ ફિલ્ડ છે જેના ગેસની જ્વાળાઓ છેલ્લા 2500 વર્ષથી બળી રહી છે.

દરવાઝા ગેસ ક્રેટરની મુલાકાત લેવા માટે રાત્રીનો સમય ઉત્તમ છે. કારણ કે આ સમયે તમે આ આગને માઈલો દૂરથી જોઈ શકો છો. ટુરીસ્ટ અશગાબાતના એજન્ટ દ્વારા આ ટુરનું બુકીંગ કરાવી શકે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version