જો ફોલો કરશો આ ટિપ્સ, તો સિઝેરિયન ડિલિવરી પર પડેલા નિશાન થઇ જશે જલદી દૂર

સીઝેરિયનના ટાંકાના નિશાન આ રીતે કરો દૂર!, માત્ર આટલી બાબતોનું રાખો ધ્યાન અને અપનાવો આ ઘરગથ્થુ ઉપાય, થઈ જશ સીઝેરીયનના નિશાન દૂર

ઘણીવાર નોર્મલ ડીલીવરી અને સિઝેરિયન દ્વારા થતી ડીલીવરીને સરખાવવામાં આવતા હોય છે. દરેકના તેના સારા-નરસા પાસા હોય છે તેમ છતાં તેમાં કોઈ જ બે મત નથી કે નોર્મલ ડીલીવરી જ ઉત્તમ કહેવાય. નોર્મલ ડીલીવરીમાં માતાને દુઃખાવો ખુબ સહન કરવો પડે છે પણ ત્યાર બાદ બધું ખુબ જ ઝડપથી નોર્મલ થઈ જતું હોય છે જ્યારે સી સેક્શનમાં બાળકની ડીલીવરી તો થઈ જાય છે પણ તેના માટે જે ઓપરેશન કરવું પડે છે તેના નિશાન આખી જીંદગી માતાના પેટ પર રહી જાય છે. જેના કારણે તે ઘણીવાર અનકન્ફર્ટેબલ અનુભવે છે.

image source

જો તમારી સાથે પણ આ સમસ્યા હોય તો આજનો આ લેખ ચોક્કસ વાંચો. આ લેખમાં સીઝેરિયનના ટાંકાના નિશાન દૂર કરવાની કેટલીક ટિપ્સ અમે આપી રહ્યા છે. તેને અપનાવવાથી ધમે ધીમે તમારા પેટ પરના સીઝેરિયનના નિશાન દૂર થઈ જશે.

ડીલીવરી બાદ પુરતો આરામ લેવો

આપણા સમાજમાં ડીલીવરી બાદ માતાને સવા મહિનાનો સંપુર્ણ આરામ કરાવવાની પ્રથા છે જેમાં કેટલાક ધાર્મિક કેટલાક સામાજિક તો કેટલાક વ્યવહારીક ઉદ્દેશો સમાયેલા હોય છે. માટે પ્રસુતિ બાદ માતાએ સવા મહિના એટલે કે 40 દીવસનો આરામ તો ચોક્કસ કરવો જ જોઈએ.

image source

ઘણી બધી મહિલાઓ મજબુરીના કારણે કે કોઈ પણ કારણે ડીલીવરીના થોડાં ક જ દિવસો બાદ કામ કરવા લાગે છે. પણ તેણે તેમ ન કરવું જોઈએ ખાસ કરીન તેણે ભારે સામાન ન ઉંચકવો જોઈએ કે પછી ભારે વ્યાયામ પણ ન કરવો જોઈએ. તેનાથી સર્જરીને નુકસાન પહોંચી શકે છે તમે સમયસર સર્જરીમાંથી રીકવર નથી થઈ શકતાં અને ઇન્ફેક્શન થવાનો પણ ભય રહે છે. અને તેના કારણે જ આ નિશાન ઘાટા થઈ જાય છે.

સી સેક્શનવાળી જગ્યાને સ્વચ્છ રાખો

અહીં સ્વચ્છ રાખવાનો મતલબ તેને રગડીને ધોવાનો નથી પણ તેને પાણીથી જ સ્વચ્છ રાખવું. અને તેમાં કોઈ ઇન્ફેક્શન ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું તેના માટે તમે એન્ટીસેપ્ટિક સોપનો ઉપયોગ કરો અને હળવા હાથે જ તે ભાગને સાફ કરો.

તમારા આ ભાગને બને ત્યાં સુધી ખુલ્લો ન રાખવો

image source

સી સેક્શન વાળો જે ટાંકાવાળો ભાગ છે તેને બેન્ડેડ કે પટ્ટીથી ઢાંકેલો રાખો. તેના માટે તમારા ડોક્ટરની સલાહ લો અને તેના પર બેન્ડેડ એટલે કે પાટો કે પછી પટ્ટી બાંધતા પહેલાં મલમ જરૂર લગાડવું. આમ કરવાથી તમારા તે ભાગને હવા નહીં લાગે અને તે ઝડપથી રુઝાઈ જશે.

જો સી સેક્શનનાં તમારા ટાંકા ખુલી જાય તો ડોક્ટરની સલાહ લો

ઘણી વાર એવું બનતું હોય છે કે પુરતી કાળજી નહીં રાખવાથી અથવા ઉપર જણાવ્યું તેમ આરામ કર્યા વગર તરત જ કામે લાગી જવાથી અથવા ભારે વસ્તુ ઉચકવાથી અથવા વ્યાયામ કરવાથી ટાંકા ખુલી જાય છે અને તમારો ઘા ખુલ્લો થઈ જાય છે તો તેવા સમયે તરત જ ડોક્ટર પાસે જઈ યોગ્ય પગલાં લેવા.

ડીલીવરી બાદ એબ્ડોમિનલ બેલ્ટ પહેરવાનું રાખો

image source

આ બેલ્ટ સી સેક્શન કે પછી નોર્મલ ડીલીવરી બન્ને મહિલા પહેરી શકે છે. આ બેલ્ટ પહેરવાથી ઘા ઝડપથી રુઝાય છે અને પેટમાંનો બગાડ પણ નીકળવામાં મદદ રહે છે.

હવે વાત કરીએ સિઝેરિયનના ઓપરેશનના નિશાન દૂર કરવાના ઘરગથ્થુ ઉપાય વિષે

એલોવેરા જેલનો મસાજ

image source

એલોવેરા જેલ જેમ ચહેરા પરના દાગ-ધબ્બા દૂર કરવામાં મદદ કરે છે તેવી જ રીતે સી સેક્શનના નિશાન દૂર કરવામાં પણ મદદ કરે છે. તેના માટે તમારે તાજું જ કુંવારપાઠાનું પાન તોડી તેમાંથી જેલ કાઢીને સિઝેરિયનના ઓપરેશનના નિશાન પર લગાવી તેનું મસાજ કરવું આ પ્રયોગ તમે રોજ કરી શકો છો. અને ત્યાર બાદ 10-15 મિનિટે તેને પાણીથી ધોઈ શકો છો.

ટી-ટ્રી અને લેવેન્ડર તેલના મિશ્રણનું મસાજ

image source

3-4 ટીપાં ટી ટ્રી ઓઇલ અને 3-4 ટીપાં લેવેન્ડર ઓઇલ હથેળી પર લઈ તેને મિક્સ કરી તેનું સિઝેરિયનના નિશાન પર 5-6 મિનિટ મસાજ કરવું અને તેને તેની જાતે જ સુકાવા દેવું. આ પ્રયોગ તમે રાત્રે સુતી વખતે કરી શકો છો જેથી કરીને આખી રાત તેની અસર રહે.

લીંબુ અને મધ

image source

સિઝેરિયનના ઘાવ સાવ જ રુઝાઈ જાય ત્યાર બાદ તમારે લીંબુ અને મધનાં મિશ્રણથી આ નિશાન પર પાંચ-છ મિનિટ મસાજ કરવુ અને ત્યાર બાદ તેને તેમ જ 15-20 મિનિટ રહેવા દેવું. ત્યાર બાદ સ્વચ્છ પાણીથી તેને ધોઈ લેવું. આ પ્રયોગ નિયમિત પણે ચાલુ રાખવો આમ કરવાથી ધીમે ધીમે નિશાન ઝાંખો પડવા લાગશે. પણ યાદ રાખવું કે ઘા સાવ જ રુઝાઈ જવો જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ