રોજ આ રીતે ખાઓ તુલસીના પાન, ડાયાબિટીસથી લઇને આ બધી જ બીમારીઓ તરત થઇ જશે છૂ…

આ શિયાળામાં રોગમુક્ત રહેવા જાણીલો ગુણોનો ભંડાર એવી તુલસીના અગણિત ગુણો , ઔષધિય ગુણોથી છલોછલ એવી તુલસી તમારી શુગરને રાખે છે અંકુશમાં. જાણો તેના ઘરગથ્થુ ઉપયોગો વિષે

image source

ભારતમાં અને ખાસ કરીને હીન્દુ શાસ્ત્રો તેમજ પુરાણોમાં ગાયને અત્યંત પવિત્ર માનવામાં આવે છે તેની પાછળ મુખ્ય કારણ તેના દૂધ તેમજ તેમાંથી બનતી વીવીધ વાનગી જેમ કે ઘી, દહીં, છાશ, પનીર, વિગેરેમાંથી મળતું અપાર પોષણ છે. તેવી જ રીતે હીન્દુ શાસ્ત્રોમાં તુલસીને પણ અત્યંત પવિત્ર છોડ માનવામા આવ્યો છે તેને માત્ર ઘરના ક્યારામાં રોપવાથી જ અનેક પ્રકારના જીવજંતુઓ નાશ પામે છે અને જો ઔષધી તરીકે તેનો ઉપયોગ કરવામા આવે તો તેના પણ અનેક ફાયદાઓ છે. તુલસીમાં એન્ટી બેક્ટેરિયલ, એંટી ઓક્સિડંટ, કેલ્શિયમ ઉપરાંત વિવિધ વીટામીન્સ પણ ઉપલબ્ધ છે જે તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારે છે અને તમને અગણિત રોગોથી મુક્ત કરે છે.

તુલસીનું નિયમિત સેવન તમે આ રીતે કરી શકો છો

image source

તુલસીને તમે વિવિધ રીતે તમારા ડાયેટમાં ઉમેરી શકો છો. જો તમને ચાની ટેવ હોય તો તેમાં તમે તુલસીના 5-6 પત્તાં ઉમેરી શકો છો, ઉકાળો પિતા હોવ તો તેમાં પણ ઉમેરી શકો છો, ગ્રીન ટી પીતા હોવ તો તેમાં પણ ઉમેરી શકો છો. તો વળી તેને છાંયડામાં સુકવીને તેનો પાઉડર બનાવીને પણ તેનો ઉપયોગ કરી શકો છો.

image source

જો તમે તુલસીનો ઉકાળો પિશો તો તે તમારું બ્લડ પ્રેશર નિયંત્રણમાં રાખવામાં મદદ કરશે, તે તમને શરદી તેમજ વાયરલ તાવો વિગેરેથી દૂર રાખશે આ ઉપરાંત ડાયાબીટીઝના પેશન્ટને પણ તેના સેવનથી રાહત મળશે. ટુંકમાં નિયમિત તુલસીનો ઉકાળો કે પછી તેના પાઉડરનું સેવન તમારા શરીરને અઢળક ફાયદા પહોંચાડી શકે છે. તો ચાલો જાણીએ આ ફાયદાઓ વિષે.

શરીરમાંથી ઝેરી પદાર્થોનો નીકાલ કરવામાં (બોડી ડીટોક્સ)

image source

તુલસીનો અર્ક એક કુદરતી બોડી ક્લીન્ઝર છે જેના નિયમિત સેવનથી તમે નિયેમિત રીતે તમારા શરીરમાંથી ઝેરી દ્રવ્યોને ખુબ જ સરળતાથી બહાર કાઢી શકો છો. આમ થવથી તમારા, ફેફસા, લિવર, કીડની, આંતરડા વિગેરે બધું જ સ્વચ્છ થઈ જશે.

ડેંગ્યુ તેમજ મેલેરિયા જેવી ગંભીર બીમારીમાં અસરકારક ઉપાય

image source

તુલસીનો ઉકાળો નિયમિત પિવાથી તમને મેલેરિયા, ડેન્ગ્યુ, ટીબી વિગેરે રોગોમાં નોંધનીય રાહત મળે છે. તુલસીને એડાપ્ટોજેન તરીકે પણ ઓળખવામા આવે છે, જે હેપેટાઇટિસ તેમજ સ્વાઇન ફ્લુમાં પણ રાહત આપે છે.

તાવ – શરદી – ઉધરસ

image source

તુલસીના પાનનો ઉકાળો જેમાં તમારે થોડું આદુ, મુલેઠી, થોડા અજમા અને મધ ઉમેરીને પીવાથી તમે બેવડી સિઝનમાં ફેલાતા ફ્લુથી તમારા શરીરને બચાવી શકો છો. તેની સાથે સાથે જ શિયાળાની શરદી, ઉધરસ, ગળામાં થતું ઇન્ફ્ક્શન તેમજ ગળા તેમજ છાતીમાં જામેલા કફને દૂર કરી શકો છો. અહીં તમે તુલસીના પાન વાટીને તેની સાથે આદુ અને મુલેઠીને વાટીને તેમાં મધ ભેળવીને ચાટી શકો છો તો બીજી બાજુ આ જ બધી વસ્તુઓનો ઉકાળો બનાવીને પણ પી શકો છો.

કેલ્શિયમથી ભરપુર તુલસી હાડકા બનાવે છે મજબૂત

image source

તુલસીમાં કેલ્શિયમનું પ્રમાણ બહોળા પ્રમાણમાં હોય છે. અને કેલ્શિયમ આપણા હાડકાને સ્વસ્થ રાખવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. આ ઉપરાંત તુલસીમાં એનલજેસિક અસર રહેલી હોય છે જે શરીરમાં થતાં કળતર, સોજા, થાક વિગેરે દૂર કરવામાં મદદરૂપ થાય છે.

માસિકની અનિયમિતતામાં અસરકારક

image source

તમારા તુલસીના છોડ પર જે માંઝર આવે છે તેને તુલસીના બીજ કહેવાય છે. આ 10 ગ્રામ માંઝરને પાણીમાં ઉકાળીને પીવાથી અનિયમિત માસિક નિયમિત બને છે.

માનસિક શાંતિ આપે – ટેન્શન દૂર કરે છે

image source

રોજ નિયમિત તુલસીના 8-10 પત્તાનું સેવન કરવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ તો વધશે જ પણ સાથે સાતે તમારા મનમાં જે ચિંતાઓ, ટેન્શન તેમજ માનસિક તાણ હશે તેમાં પણ રાહત મળશે.

પથરી દૂર કરવામાં અસરકારક

image source

તુલસીના પાનનો રસ અને તેની સાથે થોડું મધ ભેળવીને પીવામાં આવે તો તમારી કીડનીમાં થતી વારંવારની પથરીની સમસ્યાને તમે ધીમે ધીમે દૂર કરી શકો છો. આ સિવાય તમે અસ્થમા, ક્રોનિક બ્રોન્કાઇટિસ જેવી બિમારીઓમાં પણ રાહત મેળવી શકો છો.

હૃદય રોગ દૂર રાકવામાં મદદરૂપ

image source

તુલસીમાં કોલેસ્ટ્રોલ અંકુશમાં રાખવાના ગુણો સમાયેલા હોય છે, અને આપણે બધા સારી રીતે જાણીએ છીએ કે હૃદયની બિમારીમાં નિરંકુશ કોલેસ્ટ્રોલ મહત્ત્વનો ભાગ ભજવે છે. પણ નિયમિત તુલસીના પાનનું સેવન કરવાથી હૃદયની બિમારી દૂર રાખવામાં મદદ મળે છે.

સૌંદર્ય નિખારના ગુણોથી ભરપુર તુલસી

image source

હા, તુલસી શરીરને આંતરીક રીતે તો સમૃદ્ધ અને સ્વસ્થ બનાવે જ છે પણ તે તમારા બાહ્ય દેખાવને સુધારવામાં અને સ્વસ્થ બનાવવામાં પણ તેટલી ગુણકારી છે.

વધતી ઉંમરની કરચલીઓ દૂર કરે છે તુલસી

image source

તુલસીમાં એક એન્ટિ-એજિંગ ગુણ રહેલો હોય છે. નિયમિત 15-20 તુલસીના પત્તાની પેસ્ટને ચહેરા પર લગાવવાથી તેને 15 મીનીટ સુધી સુકાવા દઈને નોર્મલ પાણી વડે ધોઈ લેવામાં આવે તો તમારા ચહેરા પર ઉંમરની ચાડી ખાતી કરચલીઓ દૂર થાય છે.

વાળને બનાવે છે ચમકીલા અને સ્મૂધ

image source

તુલસીના પાનને જો વાટીને તેને નાળિયેર તેલ, ઓલિવ ઓઇલ અથવા સરસિયાના તેલ કે પછી માથામાં નાખવાના કોઈ પણ તેલ સાથે મિક્સ કરીને માથામાં તેનું માલિશ કરવામાં આવે અને તેને 2-3 કલાક તેમજ રાખવામાં આવે અને ત્યાર બાદ તેને માઇલ્ડ શેમ્પુ વડે ધોવામાં આવે તો તમારા વાળ સિલ્કી અને શાઇની બની જશે. આ જ પ્રયોગનો અઠવાડિયે બે વાર ઉપોયગ કરવામાં આવે તો તમારા વાળ મજબૂત પણ બનશે, અને સાથે સાથે માથાંમાં ખોડો કે પછી જૂં થવાની સમસ્યા પણ ક્યારેય ઉત્પન્ન નહીં થાય.

ચહેરા પરના કદરૂપા ખીલને દૂર કરવામાં મદદરૂપ

image source

તુલસીના પાનને વાટીને તેની પેસ્ટ બનાવી તે પેસ્ટને ખીલ પર લગાવવામાં આવે અને તેને અરધા કલાક સુધી તેમજ રાખીને ત્યાર બાદ નોર્મલ પાણી વડે ધોઈ લેવામાં આવે તો તેમાં રહેલાં એંટી ઇન્ફ્લેમેટરી તેમજ એન્ટી બેક્ટેરિયલ ગુણો તમારા ચહેરા પરના ખીલને જાદૂઈ રીતે દૂર કરી દેશે અને તેને ઉપરથી જ નહીં પણ મૂળિયા સમેત દૂર કરી દેશે.

image source

હવે, તમે તુલસીના સ્વાસ્થ્ય તેમજ સૌંદર્ય આપતાં ગુણો વિષે જાણી લીધું છે અને શિયાળો પણ બેસી ગયો છે તો આજથી જ તુલસીનું સેવન ચાલુ કરી દો અને તમારા શરીરને સ્વસ્થ રાખવા માટે એક મહત્ત્વનું પગલું ભરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ