તુલસી કરાવી શકે છે લાખોમાં આવક, જાણો કઈ રીતે કરવો બિઝનેસ…

ઓછા સમય અને ઓછા રોકાણમાં કમાણીનો વિકલ્પ શોધવા વાળાને માટે મેડિસિનલ પ્લાંટ(ઓ ષધિય છોડ) ની ખેતી તેમજ વેપાર લાભદાયક થઈ શકે છે.આ પ્લાંટની ખેતી માટે ન તો વધું મોટા ખેતરની જરૂર હોય છે અને ન તો વધારે રોકાણની.તેની ખેતી તમે કોંટ્રાક્ટ પર ખેતર લઈને પણ કરી શકો છો.વધારેભાગનાં ઔષધિય છોડની ખેતી ૩ થી ૬ મહિનાની હોય છે.ત્યારબાદ તમે તેનાથી સતત આવક મેળવી શકો છો.મતલબ જો તમે તુલસીની ખેતી કરો છો તો માત્ર ૧૫-૨૦ હજાર રૂપિયાનાં રોકાણમાં તમે ફક્ત ૩ મહિનામાં ૩-૪ લાખ રૂપિયા સુધીની આવક મેળવી શકો છો.

આવો તમને જણાવીએ બીજા ક્યા ઔષધિય છોડ છે જેની આધુનિક ખેતીથી તમે સારી એવી આવક મેળવી શકો છો.

ફક્ત ૩ મહિનાની છે તુલસીને ખેતીતુલસીને મોટાભાગે ધાર્મિક મામલાથી જોડીને જોવામાં આવે છે પરંતુ, તેના ઔષધિય ગુણોને કારણે તુલસીની બજારમાં પણ ખૂબ ડિમાન્ડ છે.લાંબા સમયથી ઘણી દવા કંપનીઓ તેના તેલનો ઉપયોગ વિભિન્ન દવાઓ માં કરી રહી છે.તુલસીની ખેતી એપ્રિલ-મે માં શરૂ કરવામાં આવી શકે છે.તેની વાવણી તમે બે પ્રકારનાં બીજ અને છોડની કલમથી કરી શકો છો.એક હેક્ટરમાં તેની ખેતી કરવા માટે લગભગ ૧૦ કિલો બીજની જરૂરિયાત હોય છે.તુલસીનો છોડ કઠોર હોય છે એ ટલે તેના પર વધુ બિમારીઓ પણ અસર નથી કરતી.તેનો પાક ૮૦ થી ૯૦ દિવસમાં તૈયાર થઇ જાય છે.

૧૫ થી ૨૦ હજાર રૂપિયામાં આવે છે લાગતસેંટ્રલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિસિનલ એન્ડ એ રોમેટિલ પ્લાંટ(સીમૈપ) લખનઉનાં વૈજ્ઞાનિક સંજય સિંહે જણાવ્યું કે આ દિવસોમાં સંસ્થાન એ તુલસીનો નવો પ્રકાર સૌમ્યા ઇજાત કરી છે.આ પ્રકાર પર બિમારીઓની ઑછી અસર થાય છે અને તેમાં પેદાશ પણ સારી મળે છે.તે સિવાય આરઆરએ લઓ પી-૧૪ પ્રકારની તુલસી પણ ઉત્તર ભારત માટે સારી માનવામાં આવે છે.ધ્યપ્રદેશનાં રતલામ જિલ્લાનાં રિતેશ કુમારે જણાવ્યું કે તેની ખેતી પર લગભગ હેક્ટરમાં લગભગ ૧૫ થી ૨૦ હજાર રૂપિયાનો ખર્ચો આવે છે.તેના સિવાય નિરાઈ-ગુડાઈ અને સિંચાઇની આવશ્યકતા જોતા વિભિન્ન જગ્યાઓ પર તેના ખર્ચમાં અંતર હોય શકે છે.

૨ થી ૩ લાખ રૂપિયા થઈ શકે છે કમાણીતુલસીનાં પાકમાં બે પ્રકારની પ્રોડક્ટ મળે છે.પહેલા તો બીજ અને બીજું પાંદડા.તેના બીજને સીધા માર્કેટમાં વહેંચવામાં આવે છે,જ્યારે કે,પાંદડામાંથી તેલ કાઢીને કમાણી કરવામાં આવે છે.એક હેક્ટર ખેતીમાં લગભગ ૧૨૦ થી ૧૫૦ કિલો સુધી બીજ મળી જાય છે.જ્યારે કે,સારી ખેતીમાં ૧૭૦ થી ૨૦૦ કિલો સુધી પાંદડામાંથી તેલ પ્રાપ્‍ત કરવામાં આવી શકે છે.નીમચ મંડી મધ્યપ્રદેશમાં બીજની કિંમત લગભગ ૨૦૦ રૂપિયા પ્રતિકિલોની આસપાસ છે.ત્યાંજ, તેલની કિંમત વર્તમાનમાં ૭૦૦ થી ૮૦૦ રૂપિયા પ્રતિકિલો છે.જો ઓછામાં ઓછું પ્રોડક્શન અને કિંમતને આધાર બનાવીએ તો તેનાથી લગભગ ૨ થી ૨.૨૫ લાખ રૂપિયાની આવક થઇ જાય છે.

આ છોડની છે ભારે માંગચીન બાદ ભારત બીજો એ વો દેશ છે જ્યાં જડી-બુટઓ પર વધારે સંશોધન થાય છે.તેનું કારણ છે કે બન્ને જ સભ્યતાઓ દુનિયામાં સૌથી જુની છે અને ચિકિત્સા પધ્ધતિ પણ લગભગ એક જેવી છે.એટલે અહી ઔષધિય છોડની ભારે માંગ રહે છે.તેમાં આર્ટિમિશીયા એ ન્નુઆ જેનાથી મેલરીયાની દવા બનાવવામાં આવે છે.એકમાત્ર એવી મેડિસિનલ પ્લાંટ છે જે ફક્ત ભારત અને ચીનમાં જ મળી આવે છે.તેના સિવાય ભારતમાં સારી આવક કરાવવા વાળા મેડિસિનલ પ્લાંટ અશ્વગંધા,મૂસલી,ચણોઠી,એલોવેરા,હળદર વગેરાનું નામ પણ શામેલ છે.