તુલસી અને હળદરથી મટી જાય છે કેન્સર, ઘણાં લોકો અજમાવી ચૂક્યાં છે આ પ્રયોગ, ખર્ચ થશે માત્ર 2000 રૂપિયાનો !!!

ગુટખાં અને તમાકુ ખાવાથી થતાં મોઢાના કેન્સરને આગળ વધતું અને થતું અટકાવવા માટે હવે દેશી સારવાર ઉપયોગી બની રહી છે. કાશી હિન્દુ વિશ્વવિધ્યાલયામાં દાંત વિભાગના નિષ્ણાત પ્રોફેસર ટી.પી. ચતુર્વેદીએ સંશોધન કર્યા પછી એ શોધી કાઢ્યું કે તુલસી અને હળદરમાં મોઢાના આ જટીલ રોગોનો સટીક ઈલાજ છે.

આમ જોવા જઈએ તો આપણે સૌ હળદર અને તુલસીના પ્રાકૃતિક ગુણોથી પરિચીત તો છીએ જ. હવે આ બંનેમાં રહેલા વિશિષ્ટ ગુણોનો ઉપયોગ કરીને ઓરલ સબમ્યુક્સ ફાઈબ્રોસિસ ડીસીઝ જે આગળ વધીને મોઢાનું કેન્સર બની જાય છે, તેના ઈલાજ હેતુ કરવામાં આવશે.

લગભગ એક વર્ષ સુધી પ્રો. ચતુર્વેદીની ટીમે આ સંશોધન માટે ડેન્ટલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની પહેલેથી માન્યતા મેળવી ચૂકી છે. માર્ચ 2013 માં બીએચયુએ પણ ચિકિત્સકોની દેખરેખમાં આ પદ્ધતિથી સારવાર માટેની પરવાનગી આપી હતી. સર સુંદરલાલ હોસ્પિટલમાં હળદર અને તુલસીના સંયોગથી બનેલી આયુર્વેદિક દવાઓથી સારવાર પણ થઈ રહી છે. મોઢાના રોગની સારવારમાં તુલસી અને હળદર નો આપમેળે તે પ્રથમ ઉપયોગ છે.

કેવી રીતે સારવાર કરવામાં આવે છે-

પ્રો. ટી.પી. ચતુર્વેદી જણાવે છે કે, તેમની ટીમ દ્વારા હળદર અને તુલસીને સૂકવી પછી તેને પીસીને પાવડર બનાવવામાં આવે છે. આ તૈયાર કરેલ પાઉડરને ગ્લિસરીનમાં મિક્સ કરીને મુખની અંદર માસપેશીઓ પર લાવવામાં આવે છે. પ્રો. ચતુર્વેદીના સહયોગી સહાયક પ્રોફેસર ડૉ. અદિત જણાવી રહ્યા છે કે, પીડિત વ્યક્તિએ સારવાર કરાવતા પૂર્વ ગુટખા છોડવી ફરજયાત છે.

રોગના લક્ષણો-

ગુટખા ખાવાથી મોઢું ખોલવામાં ઉપયોગી માસપેશીઓનું લચીલાપણું સમાપ્ત થઈ જાય છે અને તે એકદમ કડક થઈ જાય છે. મો આખું ખુલવું ધીમે ધીમે ઓછું થઈ જાય છે અને મોઢાથી લઇને ગળની અંદર સુધી બળતરા જ થયા કરે છે.

સ્વાદ લેવાની ક્ષમતા ઓછી થઈ જાય છે. આમાં જો લાપરવાહી રાખવામા આવે તો આગળ જતાં તે કેન્સરમાં પરિણમે છે. પછી તે ધીમે ધીમે ગળાને જ પકડી લે છે. પ્રો. ચતુર્વેદી અનુસાર ભારતીય યુવાનોને આ રોગ સૌથી વધુ થાય છે કારણ કે અત્યારનો યુવાન જ સૌથી વધુ ગુટખા ખાય છે.

તુલસી અને હળદર જ કેમ ? –

ડૉ. અદિત જણાવે છે કે, આમ તો તુલસી અને હળદરમાં કુદરતી આયુર્વૈદિક ગુણ ધરાવે છે પણ તેમાં કેન્સરને રોકી શકતાં મહત્વપૂર્ણ એન્ટિ ઇન્ફ્લેમેટરી તત્વો પણ સામેલ છે. તુલસી આ રોગ માં રોગપ્રતિકારક શક્તિ વધારે છે. ઘા ભરવા માં પણ તુલસી એટલી જ મદદગાર થાય છે, તેથી સરળતાથી સુલભ બન્ને આયુર્વેદિક દવાઓનો સહારો લેવામાં આવ્યો છે. પ્રો. ટીપી ચતુર્વેદી જણાવે છે કે અત્યાર સુધી ઓએસએમએફ રોગ માટે તુલસી અને હળદરનો ઉપયોગ કરવામાં આવ્યો નથી.

રોજ આઠ થી 10 દર્દીઓ સર સુંદરલાલ ચિકિત્સાલયમાં દંત વિભાગની ઓડીપીમાં આવી રહ્યા છે. હાલમાં લગભગ 25 રોગીઓનો ઉપચાર ચાલી રહ્યો છે. આ ઉપાય પણ સાવ સસ્તો છે. આમાં ખૂબ જ ઓછો ખર્ચ અને પરિણામ અસરકારક જોવા મળે છે. તેઓ વધુમાં જણાવે છે કે, આ ઈલાજ માટે તમારે માત્ર ને માત્ર 2000 રૂપિયાનો જ ખર્ચ થાય છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ