તુલસી જીવનની સમસ્યાઓનો છે રામબાણ ઈલાજ ,કરો ફક્ત આટલું જલ્દી જ ફળ તમને જોવા મળશે…

વૃક્ષ છોડ પ્રકૃતિની આપવામાં આવેલી અનમોલ ધરોહર છે, આ વૃક્ષ છોડથી જ આ પૃથ્વી પર આપણું જીવન સંભવ છે,એવા ઘણાબધા વૃક્ષ છોડ છે જે આપણા માટે ખૂબ જ ઉપયોગી માનવામાં આવ્યા છે,વૃક્ષ છોડથી આપણને ઓક્સિજન મળે છે જે આપણા માટે ખૂબ જ જરૂરી છે, આ જ વૃક્ષ છોડમાંથી એક તુલસીનો છોડ છે, પ્રાચિનકાળથી જ તુલસીનો છોડ પોતાના ઘરમાં લગાવવામાં આવે છે,તુલસીનાં છોડને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, જો આપણે હિંદુ ધર્મની વાત કરીએ તો હિંદુ ધર્મમાં તુલસીનાં છોડની પૂજા પણ કરવામાં આવે છે, હિંદુ ધર્મમાં તુલસીનાં છોડને ખૂબ જ પવિત્ર અને ધાર્મિક માનવામાં આવ્યો છે,એવી ઘણીબધી ધાર્મિક કથાઓ છે જેમાં તુલસીનો ઉલ્લેખ મળી આવે છે.જ્યોતિષશાસ્ત્ર મુજબ એવું જણાવવામાં આવે છે કે તુલસીનો છોડ ખૂબ જ શુભ હોય છે, તુલસીનાં પાનનો ઉપયોગ ઘણાબધા દેવી-દેવતાઓની પૂજામાં કરવામાં આવે છે, ભગવાન શ્રી કૃષ્ણનાં ભોગમાં તુલસી અવશ્ય રાખવામાં આવે છે, હિંદુ ધર્મમાં માનવા વાળા લોકો પોતાના ઘરનાં આંગણામાં તુલસી છોડ જરૂરથી લગાવે છે અને દરરોજ સવાર-સાંજ તુલસીનાં છોડ નીચે દિવો પ્રગટાવે છે.એમ જણાવવામાં આવે છે જે જો તુલસીનાં છોડની નીચે દિવો પ્રગટાવવામાં આવે તો તેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ જળવાઇ રહે છે, જો તુલસીનો છોડ કારતક માસમાં લગાવવામાં આવે તો તેનું ખૂબ જ વિશેષ મહત્વ માનવામાં આવ્યું છે.તુલસીનાં છોડમાં એક નહિ પરંતુ ઘણાબધા ગુણ જણાવવામાં આવ્યા છે, તુલસીથી આપણને ઘણાબધા સ્વાસ્થય લાભ પણ મળે છે,તેના સિવાય આ પવિત્ર છોડનું ધાર્મિક મહત્વ પણ માનવામાં આવે છે, તમે લોકોએ ઘણીવાર સાંભળ્યું હશે કે વગર મહેનત કર્યે કોઈપણ વ્યકિતને પોતાના જીવનમાં સફળતા નથી મળી શકતી,પરંતુ ઘણીવાર એવું થાય છે કે વ્યકિત પોતાના જીવનમાં સખત પરિશ્રમ કરે છે પરંતુ તેના દ્વારા કરવામાં આવેલી મહેનતનું ફળ તેને નથી મળી શકતું, આ સ્થિતિમાં તુલસી તમારા જીવનની મુશ્કેલીઓ દૂર કરી શકે છે.જ્યોતિષશાસ્ત્રમાં તુલસીનાં છોડનાં અમુક રામબાણ ઉપાય જણાવવામાં આવ્યા છે જો તમે આનો ઉપયોગ કરો છો તો તેનો પ્રભાવ તમારા જીવનમાં જરૂરથી દેખાવા લાગશે,તુલસીનાં ઉપયોગથી તમારા જીવનમાં ધનથી જોડાયેલી સમસ્યા પણ દૂર થાય છે, તેના પ્રયોગથી ઘર પરિવારમાં ચાલી રહેલા વાદ-વિવાદ પણ દૂર થઈ જાય છે.આજ અમે તમને તુલસીનાં અમુક એવા ઉપાય જણાવવાનાં છીએ જેને અપનાવીને તમે પોતાના જીવનની સમસ્યાઓ થી છૂટકારો મેળવી શકો છો,જો તમે આ ઉપાય અપનાવો છો તો તેનાથી તમને સકારાત્મક પરિણામ જોવા મળશે.

આવો જાણીએ તુલસીનાં રામબાણ ઉપાયજો તમારા જીવનમાં ઘણીબધી સમસ્યાઓ ઉત્પન્ન થઈ રહી છે તો આ પરિસ્થિતિમાં તમે ગુરુવારનાં દિવસે લોટ દળાવતા સમયે ઘંઉમાં ૧૦૦ ગ્રામ ચણા,૧૧ તુલસીનાં પાન અને કેસર ઉમેરી લો, હવે આ લોટને તમે દળાવી લો, જો તમે આ ઉપાય અપનાવો છો તો આનાથી તમારા જીવનમાં ચાલી રહેલી તકલીફો ખૂબ જલ્દીથી દૂર થઈ જશે.

જો તમે તુલસીનાં છોડ પાસે દરરોજ નિયમિત રીતે સવારે અને સાંજ દિવો પ્રગટાવો છો તો તેનાથી તમારી બધી મુશ્કેલીઓનું સમાધાન થાય છે અને તમારી અધૂરી ઈચ્છાઓ પણ પૂરી થઈ જાય છે.તમે તુલસીનાં પાન સાથે એક તેલથી ચોપડેલી રોટલી કુતરાની ખવડાવી દો, તેનાથી તમને પોતાની દરેક મુશ્કેલીઓથી છૂટકારો મળશે. જો તમારા જીવનમાં પૈસાથી જોડાયેલી સમસ્યા ઉત્પન્ન થઈ રહી છે તો આ પરિસ્થિતિમાં તમે પીપળાનાં મૂળમાં દિવો પ્રગટાવો,તેનાથી પૈસાની કમીની સમસ્યાનું સમાધાન થઈ જાય છે, એ સાથે જ તમે આ વાતનું ધ્યાન રાખો કે રવિવારનાં દિવસે તુલસીને જળ અર્પિત કરી શકો છો પરંતુ તેની નીચે દિવો ન પ્રગટાવિ અને ભગવાન ગણેશ અને માતા દુર્ગાને ક્યારેય પણ તુલસી અર્પિત ન કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !


– તમારો જેંતીલાલ