તમારા વ્હિકલ માટે ટ્યુબવાળા ટાયર સારા કે ટ્યૂબલેસ? અહીં જાણો બન્ને ટાયરો વિશે…

આ આર્ટિકલ વાંચનારા ઘણા ખરા વાંચકો જાણતા હશે કે આજકાલ હવે વાહનોમાં ટ્યૂબલેસ ટાયરનું ચલણ વધવા પામ્યું છે. મોટાભાગના નવા વાહનોમાં હવે ટ્યૂબલેસ ટાયર જ ફિટ કરેલા હોય છે. ટ્યૂબલેસ ટાયરમાં પંચર રીપેર કરવું પણ ખુબ સરળ હોય છે. પંચર થયું હોય એ જગ્યાએ સ્ટ્રીપ અને ત્યારબાદ રબર સિમેંટ ભરી દેવામાં આવે છે. જેનાથી બહુ ઓછા સમયમાં જ તેનું પંચર રીપેર થઇ જાય છે. જયારે તેની સરખામણીએ ટ્યુબ વાળા ટાયરમાં પંચર રીપેર કરવું અઘરું અને સમય લેનારું કામ છે. આપણે જાણીએ છીએ કે કોઈપણ વાહનમાં ટાયરની ભૂમિકા સૌથી મહત્વની હોય છે. જો તમારા વાહનમાં ટાયરની સ્થિતિ સારી ન હોય તો દુર્ઘટના થવાની શક્યતા વધી જાય છે. મોટાભાગે પુરપાટ ગતિએ દોડતા વાહનોમાં પંચર પડ્યે સ્થિતિ કાબુ બહાર થઇ જતી હોય છે અને પરિણામે અક્સ્ત્માત સર્જાય છે.

image source

ખાસ કરીને ટ્યુબ વાળા ટાયર ધરાવતા વાહનોમાં આ સ્થિતિ વધુ સર્જાય છે. આવી પરીસ્તીથી કે દુર્ઘટના ન થાય તે માટે ટ્યૂબલેસ ટાયર એક સારો વિકલ્પ છે. સામાન્ય રીતે ટ્યુબ વાળા ટાયરમાં પંચર થવાથી તેમાં રહેલી હવા ઝડપથી બહાર નીકળવા લાગે છે જયારે ટ્યૂબલેસ ટાયરમાં પંચર થવાની સ્થિતિમાં હવા ધીમે ધીમે નીકળે છે અને તેના કારણે તમે વાહન પર કાબુ રાખી શકો છો. ત્યારે ટ્યૂબલેસ ટાયરના ફાયદાઓ શું શું છે તેના વિષે જાણીએ.

સેફટી

image source

ટ્યૂબલેસ ટાયર તમારી સુરક્ષા માટે મહત્વપૂર્ણ છે. પંચર થવાની સ્થિતિમાં આ ટ્યૂબલેસ ટાયર તમને તમારા વાહન પર વધુમાં વધુ કાબુ પૂરો પાડવામાં સહાયક રહે છે. કારણ કે ઉપર જણાવ્યું તેમ ટ્યુબ વાળા ટાયરમાં પંચર થવાથી તેમાં રહેલી હવા ઝડપથી બહાર નીકળવા લાગે છે જયારે ટ્યૂબલેસ ટાયરમાં પંચર થવાની સ્થિતિમાં હવા ધીમે ધીમે નીકળે છે અને તેના કારણે તમે વાહન પર કાબુ રાખી શકો છો.

પરફોર્મન્સ

image source

ટ્યૂબલેસ ટાયરનું વજન ટ્યુબ વાળા ટાયર કરતા ઘણું ઓછું હોય છે જેના કારણે તમારી ગાડીની માઈલેજ પણ વધે છે. ખાસ અરિને ગરમીના દિવસોમાં ટ્યુબ જલ્દી ગરમ થઇ જાય છે. ત્યારે ટ્યૂબલેસ ટાયર તેટલી ઝડપથી ગરમ નથી થતા.

પંચર રીપેર કરવું સરળ

image source

જેમ આપણે ઉપર વાત કરી તેમ ટ્યૂબલેસ ટાયરમાં પંચર રીપેર કરવું પણ ખુબ સરળ હોય છે. પંચર થયું હોય એ જગ્યાએ સ્ટ્રીપ અને ત્યારબાદ રબર સિમેંટ ભરી દેવામાં આવે છે. જેનાથી બહુ ઓછા સમયમાં જ તેનું પંચર રીપેર થઇ જાય છે. જયારે તેની સરખામણીએ ટ્યુબ વાળા ટાયરમાં પંચર રીપેર કરવું અઘરું અને સમય લેનારું કામ છે.

image source

ટાયરની સુરક્ષા માટે વાહન ચાલકે તેને ખરાબ રસ્તા પર ન ચલાવવું જોઈએ અને જો આવશ્યક હોય અને ખરાબ રસ્તા પર ગાડી ચલાવવી જ પડે તેમ હોય તો ગાડી ધીમી ગતિએ જ ચલાવવી જેથી ટાયર પર ઓછામાં ઓછું દબાણ આવે. ટાયરમાં યોગ્ય હવા ભરેલી રાખવી અને ગાડીને સારી અને સામાન્ય વાતાવરણ હોય તેવી જગ્યાએ પાર્ક કરવી પણ ટાયરની સુરક્ષા માટે એક મહત્વની ટિપ્સ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!