“મન મોર બની થનગાટ કરે!” – અમુક મિત્રોની ટોળી જે એકબીજાની કાળજી રાખે છે..

નિશી……., એ ઘણું મથ્યો પણ એને એના જીવનમાં ક્યારેય આ નામની છોકરી આવી હોય એવું એને ભૂલે ચૂકે પણ યાદ નથી આવતું..નથી કોઈ આ નામની છોકરી એના ઓળખીતામાં કે ન કોઈ અડોશ- પડોશમાં. પણ એ આવું કેમ વિચારી રહી છે ? શું હવે એને મન પર ભરોષો નથી રહ્યો ? હજી તો એને અને મનને અલગ થયાને થયો જ કેટલો સમય છે ? માત્ર ને માત્ર બે મહિના જ ને ? આ બે મહિનામાં મન અમદાવાદથી રાજકોટ એને મળવા માટે કેટલી બધી વાર આવી ગયો છે..એનું વારંવાર મળવા આવવું સાફ એવું જણાવે છે કે, મન એને અનહદ પ્રેમ કરે છે. એ એના જીવનમાં ઉમા વગર અધૂરપ મહેસૂસ કરે છે… .” શ્યામેં આ મેસેજ ઉમાની ખાસ સહેલી નીશિને સેન્ડ કર્યો.

મનનો અંગત મિત્ર શ્યામનો મેસેજ આવેલો જોઈ નિશી વર્ક અધૂરું છોડી ટાઈપ કરવા લાગે. ‘‘પુરુષો પર વધારે પડતો વિશ્વાસ ત્યારે ન રાખી શકાય જ્યારે તે લાંબા સમયથી એકલા રહેતા હોય.” નવા નવા લગ્ન થયા ત્યારે એની એક બહેનપણી એ કહેલી આ વાત યાદ કરતી નીશીના દિમાગમાં ફીટ બેસી ગઈ હતી. હજી ગયા મહિના સુધી ઉમા એકદમ બિન્દાસ હતી. ચિંતા વગરની હતી એના મન તરફથી એને કોઈ જ એવી ચિંતા ન હતી….એ તો એના બે વર્ષના માણેલા લગ્ન જીવનની સારી સારી યાદો જ વાગોળ્યા કરતી. એમની વચ્ચે ચાલી રહેલા મતભેદ ને મનભેદ હોવા છતાં એ સારી રીતે ખુશ હતી. પરંતુ આ એક ફોન આવ્યો ને એની બધી જ ખુશી લેતો ગયો…એના મો પર એના લગ્ન જીવનને લઈને ચિંતાના વાદળો ધેરાયા છે બસ” ઉમાની ચિંતા કરતા નિશીએ મેસેજ સેન્ડ કર્યો

“અરે, ત્રણ વાગવા આવશે, શું આજે વાતોથી જ પેટ ભરી લેવાનું છે ? લંચ ટાઈમ ઓવર થઈ જશે મેડમ. ને થોડીવાર પછી ટી ટાઈમ પણ સ્ટાર્ટ થશે”, સ્ટાફ મેટ વિનીતે નીશિને પૂછ્યું.

“ના , આજે મને ભૂખ નથી તમે જમી લો. પ્લીઝ! આમ પણ આજે મારે થોડું કામ પણ વધારે છે.”

“ જમવાનું સમયસર જ જમવું જોઈએ” , આવું તમારી પેલી ખાસ બહેનપણી ઉમા કહેતી હોય છે વારંવાર મેં સાંભળ્યું છે હો…….હુબહુ ઉમાનાં જ લહેકાથી વિનીત બોલ્યો.

નિશી હસવા લાગી એની આ ઉમા વાળી અદા જોઇને….હા ઉમાના ચમચા હું હવેથી સમયસર જમી લઈશ હો….પણ અત્યારે તું અહીથી જા…..તું જમી લે પ્લીઝ. મને સાચે જ ભૂખ નથી લાગી.

“હું અત્યારે જ ઉમાને આપણા વોટ્સ ગ્રુપમાં મેસેજ છોડીને જણાવું જ છું જો લે આ થયો મેસેજ ટાઈપ”

“હા, જા કહી જ દેવાનું બધું હો…..આવ્યો મોટો ઉમા ઉમા કરતો ઉમાનો ચમચો! જા હવે તું જમવાનું કર નહિતર તને ભૂખ્યા માથું ચડશે.”

“સોરી શ્યામ, લિટલ બીજી વિથ માય સ્ટાફ મેટ.”

“ઓ.કે…..નો વરી નિશી”

“યુ હેડ લંચ”

“નો….યટ”

“વ્હાય “

“જસ્ટ એમજ”

“ઓ.કે “

“ઓ.કે, બાય હું થોડું હવે કામમાં ધ્યાન આપું…નહિતર મારો ટાર્ગેટ આજે અર્ચીવ નહિ થાય….હું રાત્રે વાત કરું છું….સોરી..”
“પ્લીઝ, નો સે સોરી…..ફર્સ્ટ યોર વર્ક..બાય ટેક કેર”

શ્યામ સાથે વાત પત્યા પછી નીશિએ તો વિચારી જ લીધું કે, આ મહિનામાં જ મન અને ઉમાને એક કરી દેવા છે…એ આમ અલગ અલગ રહે છે જે મને બિલકુલ ગમતું નથી.

નીશિએ તો મનોમન નક્કી જ કરી લીધું કે આ વિકએન્ડમાં જ બંનેને મળીને એમની તમામ ફરિયાદો સામે ખુલાસો કરાવી લેવો છે. ઘરના વડીલો જો એમની આ મેટરમાં વચ્ચે પડશે તો કદાચ બનતી વાત પણ બગડી શકે છે..એટલે હું અને શ્યામ જ આ વાતનો એન્ડ લાવશું.
નીશિએ તરત જ ઉમાને કોલ કર્યો ઉમાનો કોલ વ્યસ્ત આવ્યો.સતત એક કલાક સુધી વાત કોલ કરવાની ટ્રાય કરી પણ અંતે રીઝલ્ટ તો એ જ આવ્યું, કે કોલ વ્યસ્ત છે. એને થયું કે કદાચ મન જોડે વાત ચાલુ હશે એટલે જ આટલી લાંબી ચર્ચા ચાલી હશે…લાવ તો એકવાર મનને કોલ કરી જોવું એટલે જો એનો કોલ પણ વ્યસ્ત આવે તો એ જ સાચું જે હું વિચારી રહી છું.

‘મનને કોલ લગાવે છે…પણ મનનો મોબાઈલ જ સ્વીચ ઓફ’

નિશીનો સ્વભાવ તો આમેય ચિંતા વાળો હતો જ. કશું ન હોય તો પણ એ હજારો વિચારો લાવે એ વાતને લઈને.

આખરે પાછો એક વિચાર આવ્યો લે લાવને હું પાછો બંનેને કોલ કરું એટલે મારા આ વિચારો ત્યાં જ સમી જાય. લગભગ અડધી રાત સુધી કોલ કર્યે રાખ્યા..પણ બંનેમાંથી એકેયનો કોલ લાગ્યો નહિ. એકનો સ્વિચ ઓફ તો બીજાને નેટવર્ક પ્રોબ્લમ!

અરે હા, યાદ આવ્યું હજી બે દિવસ પહેલા જ ઉમાએ મને જણાવ્યું હતું કે એ એક ફંકશનમાં જવાની છે. પણ એ ફંકશનમાં ગઈ હોય તો શું થયું.? મારો એક કોલ રીસેવ ન કરી શકે? મેં એને કેટલા કોલ કર્યા એને વેઈટીંગ પણ નહિ બતાવતું હોય શું ? અને એક કલાક સુધી એને કોની સાથે વાત કરી હશે ? એવી તો શું એણે વાત કરી હશે ? મને શું ખબર ઉમા સાચે ફંકશનમાં જ ગઈ હશે કે બીજી જગ્યાએ ? મારે શું એ જાણે ને એનું કામ જાણે….!

આ બાજુ મનનો મોબાઈલ પણ સ્વિચ ઓફ છે. એને એનો મોબાઈલ કેમ સ્વિચ ઓફ રાખ્યો હશે ? શું ઉમા એને કોલ કરી કરીને હેરાન પરેશાન કરતી હશે? કે એનું બીજે અફેર હશે ? અત્યારે એ આમ પણ એકલો જ છે…..કદાચ એની કોઈ જી.એફ સાથે હશે એટલે જ એને એનો મોબાઈલ સ્વીચ ઓફ રાખ્યો હશે? નક્કી મારે આ વાત ઉમાને કહેવી જ પડશે! કે, હજી તું મન પર ભરોષો ન કરતી…એ કદાચ…!

આવા તર્ક વગરના વિચારે ચડેલી નિશી લગભગ આખી આખીરાત જાગી. કારણ વગરની પારકી ચિંતાઓ કર્યે જ જાય પછી નીશિને નીંદર પણ ક્યાંથી આવે ?

આ ઉમા પણ મારું ક્યાં સાચું માને છે. મેં એને ગયા મહીને જ કહ્યું હતું કે, તું મન પર નજર રાખ. એ કોઈ છોકરીના ચક્કરમાં જ હશે..કેમકે હું જયારે એના ઘરે જતી ત્યારે મન એની સ્ટાફમેટ પેલી જુલીની જ વાતો કર્યે જતો હોય છે. આમ પણ એ જુલી કેટલી હોટ એન્ડ સેક્સી લાગે છે. ભલભલા એના સપનાઓ જોવા માંડે…એમાય અત્યારે પાછો મન એકલો છે.
મારે શ્યામને પણ કહેવું છે જે આ મન પર નજર રાખજે એ કોઈ ખોટ્ટા માર્ગે ફસાઈ ન જાય.

આમ પણ પુરુષોને આદત જ હોય છે. એ એમની આદતો ન છોડે. કોઈ મળે એટલે લાઈન મારવાનું ચાલુ કરી જ દે. ને એમાય આ ઝૂલી જેવી આઈટમ ગર્લ મળી જતી હોય તો ભલા, કોણ પુરુષ લાઈન મારવામાં બાકી રાખે?

મને તો આ ઝૂલી પર તો બિલકુલ ભરોષો નથી. નક્કી ઉમા પર આવેલો કોલ ઝૂલી એ જ કરાવ્યો હશે? આ ઝૂલીની બચ્ચી પર તો મને એક રતી જેટલો પણ ભરોષો નથી. વાતો કરવામાં તો એ પાછી પડે એવી જ નથી. મીઠડી….એ એની મીઠી મીઠી વાતોથી કોઈને પણ ફસાવી લે એવી છે. એની વાતો કરવાની અદા પર તો એને એવોર્ડ મળે એટલી હોશિયાર છે.
અને આ ઉમા, સાવ ડફોળ, જયારે મેં એને પહેલીવાર ઝૂલી બાબતે ચેતવી હતી. ત્યાતે, એ કહે, “ ના ના ઝૂલી એવી છે જ નહિ. ઘણીવાર અમારા ઘરે અને અમે એના ઘરે જમવા ગયા છીએ, પીકનીક પર સાથે ગયા છીએ, એ મોડર્ન છે, બોલકી છે, આઝાદ છે પણ જેવી દેખાય છે એવી બિલકુલ નથી. ઉલટું એ અમારું ખરાબ થતું હોય તો સારું કરે પણ ખરાબ થવા તો બિલકુલ ન દે.

મેં એને કેટલીવાર કહ્યું કે તું ઝૂલી સાથે મનને મીટીંગોમાં બહુ દૂર ન જવા દે. રોકાવાનું થાય તો સાથે જવાનું તારે પણ…તો બહુ ડાહી થઇ કહેતી કે, ના હું મારા મન પર એવો અવિશ્વાસ ન મૂકી શકું…..અંતે શું થયું ? શું આવ્યું પરિણામ મારી વાત નહી માનવાનું ? આટલો વિશ્વાસ, આટલો પ્રેમ ને તોયે રહેવું પડે છે અત્યારે એને એના મનથી એના ઘરથી દૂર….મારું માની હોત તો આવી દશા એની ના થઇ હોત…અત્યારે હવે રડવું આવે છે એને.

મને તો આ ઉમાના વિચારો કરી કરીને આખી રાત નિંદર નથી આવી…આવો મેસેજ એને શ્યામની વોલ પર સેન્ડ કર્યો.

શ્યામ પણ ઓનલાઈન જ હતો તરત જ જવાબ આવ્યો, “ બોલોને દેવીજી, તમારી સેવામાં આ નાચીજ હાજર જ છે.”

“મને તો નીંદર નથી આવતી પણ, તું કેમ જાગે છે ?”

“હું તો એમજ હાલ જ ઉઠ્યો છું. તમે પાછા કયા વિચારોમાં અટવાયા છો?”

“કઈ નહિ, શું વાત હોય અત્યારે આ ઉમા અને મન સિવાય….એકેય જોડે મારેક ગઈ કાલ સાંજથી વાત જ નથી થઇ. એક તો ફંકશનમાં ગઈ છે..પણ આ મન નો કોલ સ્વીચ ઓફ કેમ આવે છે ? એ ઝૂલી સાથે ફરવા નથી ઉપડી ગયો ને ક્યાય? “

“ નહી યાર, એવું કેમ તું મન વિષે વિચારે છે? એ એના કામમાં હશે? આમ પણ મન ઉમા વગર નથી રહી શકતો..એ બિચારો ટેન્શનમાં છે…ને તું આવું એના વિષે વિચારે! નોટ ગુડ યાર. “

“વાઈફ છે નહી ને ખુબ સુરત છોકરી એની દોસ્ત છે તો કોણ સારું વિચારે? તું જ કહે?”

“ એવું કશું નથી. તું યાર આ મનનાં વિચારોને કાબુમાં રાખ પ્લીઝ…નહિતર હું તારી સાથે વાત નહિ કરું..ઓ.કે”

“ તું પણ ઉમાની ભાષા બોલવા લાગ્યો છે આજકાલ. બીજું શું મને તો એ લોકોની ચિંતા થાય એટલે બોલું ચુ. બાકી મારે શું લેવા કે દેવા.”

“ તું કાલે સવારે સાત વાગે સરદાર ગાર્ડનમાં આવ, ભૂલ્યા વગર. મારે તને મળવું છે…ચલ બાય હું સુઈ જાવ છું..તું તો નિશાચર પ્રાણી છે મારે નથી બનવું હો.”

“આજકાલ તું મારી વધારે ઉડાવે છે…સારું ચલ કાલે મળીએ સવારે, તું સુઈ જા હું તો જાગીશ હજી”

“એક કામ કર તું સુતી જ નહિ….આમ પણ વહેલી પહોરના ચાર તો વાગી ચૂક્યા છે…બે કલાક માટે શું સુવાનું….જાગતી રહે ને જલસા કર!”

“હા…હો, ચાપલા, તું તમતારે મસ્ત સપના જો તારી થવા વાલી ઘરવાળીનાં મારી ચિંતા કરવાની કશી જરૂર નથી.”

“હ્મ્મ્મમ્મ્મ્મ “

“હ્મ્મ્મમ્મ્મ, વાળા સુઈ જા તો છાનોમાનો”

સવાર પડતા જ નિશી સરદાર બાગમાં પહોચી જાય છે. જોવે છે તો સરપ્રાઈઝ મળે છે.

“ઓહ…., ઉમા, મન, ઝૂલી ને શ્યામ એક જ બાંકડે બેઠા બેઠા ગરમા ગરમ પૌવા ખાઈ રહ્યા હતા. ને જોર જોરથી હસી રહ્યા હતા. નિશી તો આંખો ફાડી ફાડીને આ ચારેય જણાને જોઈ જ રહી”

પાસે જઈને બોલી, “ શું વાત છે? હું આ સપનું જોઈ રહી છું કે શું ? ઉમા તું પણ છુપીરુસ્તમ નીકળી મને તો તે કોઈ અણસાર પણ ન આવવા દીધો?”

ત્યાં જ ઝૂલી બોલી, “ અરે, નિશી અણસાર તો એમને પણ ક્યાં હતો….તે એ લોકો તને આવવા દે….ગઈકાલથી એમના મોબાઈલ પણ મારી પાસે જ છે….એ લોકોને કાલે સાંજે મળીને મેં ખુબ સમજાવ્યા. પછી મારી વાત ગળે ઊતરી એટલે એ બને માન્યા ને પછી મેં એમને એક રૂમમાં પૂરી દીધા કહ્યું કે, આખીરાત સાથે રહો પછી વિચારજો.

“એક તો છે બંને લવ બર્ડ જેવા, એકબીજા વગર રહી તો શકતા નથી….અને છતાં ડાહ્યા બનીને દૂર રહે છે…રડીરડીને દૂર રહેવું એકબીજાને યાદ કરતા કરતા એના કરતા તો લડાઈ કરીને હસતા હસતા સાથે રહેવું સારું, હું તો મનની આ પરિસ્થિતિ જોઈ નહોતી શકતી ….માર જીવનનો સૌથી પાક્કો દોસ્ત કોઈ હોય તો એ મન છે ને એને જ હું દુખી કેમ જોઈ શકું? “, આટલું બોલતા જ ઝૂલીની આંખ ભરાઈ આવી.

મન અને ઉમા પ્રત્યે આટલી ઝૂલીની લાગણી જોઇને નીશિએ ઝૂલીની માફી માંગતા બોલી, “ઝૂલી મને માફ કરી દે! કારણ કે, ઉમાને મેં જ તારા વિષે વિચારવા મજબૂર કરી હતી. મારું મન તો મોરલા જેવું છે….જે ગમે એમ નાચ્યા જ કરે છે…આમ પણ વિચારે ને આમ પણ વિચારે છે…સોરી હવે હું ક્યારેય કોઈ વિષે આવું નહિ વિચારું! “

ત્યાં જ શ્યામ બોલ્ય્પ, “બચ્ચું સુધર જા, જો તારે ભવિષ્યમાં મારી પત્ની બનવું હોય તો આવી દસ ઝૂલી હશે મારા જીવનમાં…….પછી તું મને કશું ન કહેતી!”
“આ સાંભળી, નિશી શરમાઈ ગઈ ને બધા જોરજોરથી હસવા લાગ્યા”

લેખક : તૃપ્તિ ત્રિવેદી

દરરરોજ નવી વાર્તા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી