“લાઈફ ઇઝ સાયક્લ” – શું તમે કોઈને સાચા દિલથી પ્રેમ કર્યો છે ?જીવનમાં સુખી થવું હોય. ખુબ જ પૈસા કમાવવા હોય તો સાહસ કરાવું પડે છે…

વ્યક્તિ જન્મેછે ત્યારે જ એનાં જીવનાની શરુઆત થતી હોય છે. જન્મતાની સાથે એ કોઈનો દિકરો કે દીકરી બને છે. અને ત્યારેથી જ એની ભિતર એક લાગણીનાં બીજ રોપાય છે. એ જન્મેત્યારે રડતો હોય છે. પન જેવો એક સ્પર્શં અનુભવે કે તરત જ એક હૂફ મળ્યાનો એ સંતોષ અનુભવી હસવા લાગે છે.

આવી જ રીતે આ જીવન જીવવાનું ચક્ર એનો લય પકડે છે. ક્યારેક એ લય ખોરવાઈ જાય છે. તો ક્યારેય પાછો એ અની ગતિમાં આવી જતો હોય છે.આવી જ રીતેક્યારેક આપણા હૈયા ની સવેદના, વેદનાં કે કોઈ પણ ઘટનાભરી કહાની આપણે હ્રદય સુધી પહોંચાડવા જે મહેનત પડે જે મનોવ્યથા ,મંથન કરી લાગણીઓને બોલીને શબ્દો રૂપે રજુ કરીએ છીએ . પછી કોઈ બીજી ઘટના બને અને આપણે આપણી જુની વાતો ભુલી જતા હોય છીએ. આ ક્રમ છે. જે ચાલતો જ રહેવાનો છે મિત્રો .એવી જ રીતે હરપળ ચહેરા પર આવતી સ્માઈલક્યાં જાય છે એની ક્યારેય કોઈને ખબર હોતી નથી . કે પછી બીજી સ્માઇલ ક્યારે ચહેરા પર આવે છે એની પણ કોઈને ખબર નથી હોતી ! આ સ્માઇલનાં ઉદાહરણ જેવો જ આપણા જીવનનો લય છે.

તો મિત્રો આ જીવન પણ આપણા ચહેરાની એ સ્માઇલ જેવું જ છે.ક્યારે જન્મ થાય છે ને ક્યારે મૃત્યુ થવાનું છે. એની ક્યાં કોઈને જાણ છે ? એ તો સાયકલનાં એ આરાની માફક છે. ફરતું જ રહેશે ને ફરતું જ રેવાનું .

ક્યારેક પ્રશ્નો તો થયા જ હશે કે આ જીવન શું છે ? સાચું ને ? કાલે શું થવાનું છે એ પણ નથી હોતી ખબર આપણને કોઈને …… હા એમ વિચારીએ જરુર કે કાલે આમ કરવું છે. પણ કાલનાં ઉગતા સુર્યને કોઈએ ક્યાં ઉગ્યાં પહેલાં જોયો છે ? એવું જ છે આ જીવન પણ કંઈક એવું જ છે.

જ્યારે જન્મ થાય છે. ત્યારથી લઈને મૃત્યુ સુધી વ્યક્તિને કેટલાય નાટકોનાં પાત્ર કરવા પડે છે. પહેલાતો એક નાના માસુમ બાળક તરીકે રમવું, મોટા થઈને નોકરી-ધંધો કરવો, કોઈની પત્ની બની ને નાટક કરવાનું , કોઈની પ્રેમિકા બનીને , તો વાળી મા , બાપ બનીને , ક્યારેક બોસ થવુ પડે , તો ક્યારેક એમ્પ્લોય .

તમારા મનમાં પણ થતું જ હશે ને કે આ એક જીવન જીવવા માટે કેટલા બધા નાટકો કરવા પડે છે. શું આ જ જીવન છે. ખાલી હાથે આવ્યા ને જવાનું પણ ખાલી હાથે જ છે. આ વાતનો ખ્યાલ બધા ને હોવા છ્તાં પણ ક્યાં આપણે કોઈને કોઈ રીતે ભુખ્યા જ રહીએ છીએ. ક્યારેય કોઈને તૃપ્તિનોઅહેસાસ થતો હોતોજ નથી ! કોઈને સતાની ભુખ , કોઈને પ્રેમની ભુખ તો કોઈને વળી પૈસાની ભુખ તો કોઈને લાગણી ,પ્રેમકે હૂફની ભુખ સતત રહ્યાં જ કરતી હોય છે.

આટલી બધી ભુખથી ભુખ્યા મણસને આ પહાડ જેવી જિંદગી પણ ક્યારેક ટૂકી લાગ્યા જ કરે છે. બધાં જ વ્યક્તિનો પોતાનાં જીવનમાં અલગ અલગ ધ્યેય હોય છે. પોતાનાં એ ગોલને પામવા માટે એ સતત પ્રયત્નશીલ રહ્યાં જ કરે છે.આ કુદરતે પણ મનુષ્યને કેવો બુદ્ધિશાળી છે. છેલ્લા શ્વાસ સુધી એ નવા નવા સર્જનો કર્યા જ કરતો હોય છે.
કહેવાય છે કે જેની શરુઆત છે એનો અંત પણ હોય જ છે. કેટલાય યુધ્ધો થયા. કેટલીય વાર આ સૃષ્તિનો નાશ થયો ને કેટલીય વાર પાછી એની ઉત્પતિ થઈ.

એવી જ રીતે એક્વાર આ જન્મ થાય પછી એ આપણું પોતાનું બની જાય છે. જેવી રીતે આપણે જીવવું હોય એમ જીવી શકીએ છીએ. કોઈએ કહ્યુ છે કે આ જીવન એ પણ એક ખેતર જ છે. તે ક્યારેક જૂઠું તો નહીં જ બોલે. તમે એને જેટલું આપો તેનાથી સોગણું કરીને તે પાછું આપે, પણ તમે કશું નહીં આપો તો એની પાસેથી તમને કશું નહીં મળે. જીવન ખોટું લગાડતું નથી અને ખુશામત પણ કરતું નથી. ચોખ્ખો હિસાબ છે, જેવું આપો તેવું મળે. જીવનને તમે શું શું આપ્યું છે ? સાચું કહો. જીવન પ્રત્યે તમને અવિશ્વાસ છે, કંજુસાઈ છે, નફરત છે. ઓછામાં ઓછું આપો અને ન છૂટકે આપો પછી જીવનમાં સારા પાકની આશા કેમ રખાય ?

જીવનનું એક કડવું સત્ય કે બધા જ જાણે છે કે આ પૃથ્વી પર જેમનો જન્મ થયો છે. એમનું મૃત્યુ નિશ્ચિંત છે. તેમ છ્તાં પણ ગમે તેવું સંધર્ષમય જીવન કેમ ન હોય છ્તાં આપણે ક્યારેય મૃત્યુને સ્વીકારી શકતા નથી. કે નહિં કોઈ સ્વજનનાં મૃત્યુનો સહજતાથી સ્વીકાર કરતા.

જ્યારે એકાંતમાં બેથા હોઈએ ત્યારે આપણે આપણા જીવનમાં શું કર્યું છે. એનું સ્વમુલ્યાકન કરવું જોઈએ. જો કરશો તો તમે ખાલી ફરિયાદ જ કરશો .મારું નસીબ કેમ આવું છે ? મારા મિત્રો મારા જેટલા જ હોશીયાર હોવા છ્તાં એ કેટલા સુખી છે ! મૃત્યુ નજીક હશે તમને ખબર છે એની તો પણ કોઈ વ્યક્તિને એનાં જ જીવનમાંથી એ તૃપ્ત તો નહીં જ હોય. એને ઘણી બધી આશાઓ હશે. ફરિયાદો પણ હશે જ!.

પણ એ વિચાર્યું છે કદી કે શું આ ફરિયાદ સાચી છે ? મિત્રો જીવન ક્યારેક કોઈને છેતરતું નથી કે નથી એ જૂઠું બોલતું . પણ જીવન એ જ આપણને આપે છે જેવા આપણે એમાં બીજ વાવ્યા હોય .

જીવનમાં જો પ્રેમ જોઈએ તો પહેલાં આપણે એ પ્રેમ કોઈને અન્યને આપવો પડે છે. પછી એ પ્રેમ આપણને વ્યાજ સાથે પાછો મળે છે . શું તમે કોઈને સાચા દિલથી પ્રેમ કર્યો છે ?જીવનમાં સુખી થવું હોય. ખુબ જ પૈસા કમાવવા હોય તો સાહસ કરાવું પડે છે. ત્યારે એ બધું મળે છે. શું ક્યારેય આવું સાહસ કર્યું છે? આ જીવનને ફરિયાદન કરો . ફરીયાદ ખુદથી કરો. કેમકે જીવન એક સાયક્લ છે. એ સાયકલ ને કેમ ચલાવાવી , કેવી રીતે ચલાવાવી, એ તો એ જીવન જીવનાર વ્યક્તિએ જ નક્કી કરાવાનું હોય છે. નહીં કોઈ અન્યને.

॥ અસ્તુ ॥

લેખક : તૃપ્તિ ત્રિવેદી

દરરોજ અવનવી માહિતી માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી