જામકા ગામ ના ખેડૂત ની અનેરી વાત.. વાંચો અને કેવી લાગી જરૂર જણાવજો..

એન્કર – હાલ નોટ બંધી ને 40 દિવસ થવા આવ્યા ત્યારે દેશ નો પ્રત્યેક નાગરિક મુશ્કેલી નો સામનો કરી રહ્યો છે ત્યારે ખેડૂત પણ મુશ્કેલી અનુભવી રહયો છે ત્યારે જામકા ગામ એક ખેડૂતે લોકો ને ઓર્ગેનિક ખેતી કરો તો કોઈ મુશ્કેલી નો સામનો નહિ કરવો પડે.

જામકા ગામે દેશ અને દુનિયાને જળક્રાંતિ ની સાથે ગીર ગાય આધારિત ખેતી કરી ને અનેરો સંદેશ આપ્યો છે ત્યારે હાલ દેશ માં નોટ બંધી થી ખેડૂતો પોતાનો કિંમતી ખેત પેદાશ જયારે યાર્ડ માં વેચવા જાય છે ત્યારે પૂરતા ભાવ નથી મળતા અને ખેડૂતો ને મુશ્કેલી નો સામનો કરવો પડી રહયો છે ત્યારે જામકા ગામના પરસોતમ ભાઈ નું કેહવું છે કે જો કોઈ પણ ખેડૂત ગો મૂત્ર તેમજ છાણ્યું ખાતર અને ઓર્ગેનિક ખાતર થી ખેતી કરે તો બજાર માં ડબલ ભાવ આવે છે અને લોકો ઘર બેઠા તમે ઉપજાવેલ ખેત પેદાશ લેવા આવશે અને કોઈ મુશ્કેલી નો સામનો નહિ કરવો પડે

હાલ ખેડૂતો પોતાની ખેતી માં ઊંચી કિંમત નું બિયારણ ખરીદી કરે છે અને તેમાં ખાતર અને ઊંચી કિંમત ની દવા નો છટકાંવ કરે છે છતાં બજાર માં તેનો જોઈએ તેટલો ભાવ નથી મળતો ત્યારે જો ખેડૂતે ઓર્ગેનિક ખેતી કરીને અનાજ નું ઉત્પાદન કર્યું હશે તો આજે લોકો ડબલ ભાવ આપશે અને ઘર બેઠા તમે તમારો માલ વેચી શકો છે અને ગાય આધારિત ખેતીઅતિ મૂલ્યવાન છે

હાલ પરસોતમ ભાઈ પાસે 100 જેટલી ગીર ગાય છે ત્યારે અનેક ખેડૂતો ગાય નું ગૌવમુત્ર અને છાણ લેવા લોકો આવે છે અને તેમાંથી સારી એવી આવક મેળવે છે અને કોઈ પણ નોટ બંધી નથી નડતી

લેખન સંકલન : તૃપ્તિ ત્રિવેદી

આભાર : વિજયસિંહ પરમાર (vtv રિપોર્ટર)

દરરોજ માહિતીસભર પોસ્ટ માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી