જલ્સા કરોને જેંતીલાલ

ગુજરાતની દીકરી તૃપ્તિ શાહે દેશમાં સૌથી વધુ ઇવેન્ટ્સમાં એન્કરિંગ કરવાનો સર્જ્યો રેકોર્ડ, જાણો ક્યાંથી એન્કર બનવાનો આવ્યો વિચાર

એંકરિંગ એ પ્રત્યેક પળને યાદગાર બનાવવાની કળા છેઃ તૃપ્તિ શાહ

નીરસ અને યંત્રવત જીવનરૂપી પાંજરાને તોડીને તૃપ્તિ શાહને એક એવું ખુલ્લું આકાશ જોઇતું હતું જ્યાં તે એવું કઈંક કરે કે જેમાં સફળતા, પ્રસિદ્ધિ, સંતોષ, પ્રગતિની “તૃપ્તિ”નો અહેસાસ થાય. એક એવું જીવન કે જેનાથી તે તેમના જેવી યુવતીઓની પ્રેરણા પણ બને અને સાથેસાથે તેમને મદદ પણ કરી શકે.

આવા મનસૂબા ધરાવતા તૃપ્તિ શાહે પોતાની ઉજ્જવળ શૈક્ષણિક યોગ્યતાને અનુરૂપ કારકિર્દીને પસંદ કરવાની જગ્યાએ સાવ જ નવું અને પડકારજનક કામ પસંદ કર્યું એંકર/પ્રેઝન્ટર બનવાનું. આ ક્રાંતિકારી કહી શકાય એવા નિર્ણયને યથાર્થ ઠેરવવામાં સતત સફળ થવાની ખેવના અને આકરી મહેનતે જ તૃપ્તિ શાહને આજે સૌથી સફળ એંકર/પ્રેઝન્ટર બનાવી દીધાં છે અને તેની સાબિતી છે ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડનું સુવર્ણાક્ષરે લખાયેલું પ્રમાણપત્ર.

જેમાં તેમના વિક્રમ અંગે લખવામાં આવ્યું છે કે, “મહિલા દ્વારા સૌથી વધુ 1200 ઇવેન્ટસનું એંકરિંગ કરવાનો વિક્રમ અમદાવાદના તૃપ્તિ મેહુલ શાહએ સર્જ્યો છે. તેમણે 2015થી માર્ચ 2020 સુધીમાં કોર્પોરેટ અને કલ્ચરલ સહિતની ઇવેન્ટ્સનું એન્કરિંગ કરીને આ વિક્રમ પોતાના નામે કર્યો છે.”

તૃપ્તિ શાહે ગોધરા જેવા નાના શહેરમાંથી મહાસાગર સમા અમદાવાદ સુધીની સફરમાં માત્ર શૈક્ષણિક ક્ષેત્રે જ નહીં પરંતુ કારકિર્દીમાં પણ પોતાની પ્રતિભા દર્શાવી છે. તેજસ્વી તૃપ્તિ શાહ ટ્રીપલ ગ્રેજ્યુએટ છે. બે વાર માસ્ટર્સ કર્યું છે અને એમ.ફીલની ડિગ્રી પણ લીધી છે.

મૂળભૂત રીતે મેનેજમેન્ટની વિદ્યાર્થિની એવા તૃપ્તિ શાહ માટે એમ કહી શકાય કે એ “બ્યુટી વીથ બ્રેન” છે. કામણગારું વ્યક્તિત્વ ધરાવતા તૃપ્તિ શાહ જેટલા ખુશમીજાજી છે એટલા જ રમૂજી સ્વભાવ ધરાવે છે. એમની હાજરી હોય ત્યાં હાસ્યની છોળો ઉડતી રહે છે.

મેધાવી પ્રતિભાથી સંપન્ન તૃપ્તિને અવગણી શકાય એમ નથી, કોઇનું ધ્યાન કેવી રીતે આકર્ષિત કરવું અને કેવી રીતે સૌને ગમતા રહેવું તેની અજબ આવડત તેમનામાં છે અને આજે એ જ આવડત તેમની સૌથી મોટી ખૂબી બની ગઇ છે. તેઓ જ્યાં જાય ત્યાં એમનો ફેન વર્ગ ઉભો થઇ જાય છે. સૌનું માન-સન્માન જાળવવા સાથે તેમના મન જીતવામાં જ તેમને “તૃપ્તિ” મળે છે.

જોકે સ્વભાવે લાગણીશીલ હોવાથી તૃપ્તિ શાહ સામાજિક સેવા કાર્ય માટે હંમેશા તત્પર રહે છે. જે તેમનું જમાપાસુ છે. અદ્દભૂત સમજશક્તિ અને કોઇપણ પરિસ્થિતિ, વાતાવરણમાં તુરંત ઢળી જવાની ક્ષમતાને કારણે તૃપ્તિ શાહની હાજરી માત્રથી કોઇપણ ઇવેન્ટ દીપી ઉઠે છે.

માટે જ કોઇપણ ઇવેન્ટ કે કાર્યક્રમ માટે તેઓ ફીટ બેસે છે. કોઇપણ બ્રાન્ડ-ટાઇટલ હોય તેની સાથે તૃપ્તિ શાહનું નામ જોડાવાની સાથે જ જે તે બ્રાન્ડ ટાઇટલનું મૂલ્ય વધી જાય છે. તેમની પ્રભાવી અપીલ પારસમણી જેવું કાર્ય કરે છે એમ કહેવામાં પણ અતિશયોક્તિ નથી.

પોતાના વ્યવસાય અંગે તૃપ્તિ શાહ કહે છે કે, “એંકરિંગ એ માત્ર કળા નથી પરંતુ આત્મસૂઝ, હાજરજવાબીપણું છે જેમાં પ્રત્યેક પળને અનહદ ખુશીમાં પરિવર્તિત કરી તેને ચિરકાળ માટે યાદગાર બનાવવાની ખૂબી છે.”

સૌજન્ય સાભાર – નીરવ જગદીશચંદ્ર રાવલ

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version