‘’મન હોય તો માળવે જવાય” આ કહેવતને સાર્થક કરતો માણાવદરનો બાળ ચિત્રકાર રોહન ઠાકર.

‘’મન હોય તો માળવે જવાય આ કહેવત,, ને સાર્થક કરતો માણાવદર નો ૧૪ વર્ષ નો બાળ ચિત્રકાર રોહન ઠાકર રાજ્ય ક્ક્ષા એ ચિત્ર સ્પર્ધા માં મેળવી સફળતા.

સ્વામી વિવેકાનંદે કહ્યું છે, “કે જો તમારી પ્રબળ ઈચ્છાશક્તિ ને આત્મવિશ્વાસ હોય તો તમે જે વિચારો એ બધું જ કરી શકો છો. તમે સર્વ શક્તિમાન છો.”

આવી જ આત્મશક્તિ ને ધગશ ઘરાવતા માત્ર ચૌદ વર્ષના બાળકની વાત કરવાની છે. અત્યારે આવા કાર્યાન્વિત, ઉત્સાહિત બાળકોની જ આપના દેશને વધારે જરૂર છે.

જુનાગઢના માણાવદરના જલારામ મંદિરની સેવા કરતા સામાન્ય પરિવારના નાના એવા બાળકમાં કુદરતે અનેરી શક્તિની ભેટ આપી છે. કુદરત દ્વારા અનેક બાળકોમાં અલગ અલગ પ્રકાર ની સર્જનાત્મ શક્તિ મુકવામાં આવી હોય છે. ત્યારે આવીજ માણાવદર શહેરના ધર્મેશભાઈ ઠાકરના ૧૪ વર્ષના પુત્ર રોહનમાં જોવા મળી છે.

રોહન માણાવદરની લાઈન્સ સ્કુલમાં ધોરણ ૯માં અભ્યાસ કરી રહયો છે. ત્યારે રોહનમાં ચિત્ર બનાવવાની અજબ શક્તિ સમાયેલી છે .આ બાળ ચિત્રકારની પેન્સિલ સ્કેચમાં એટલી નિપુણતા છે કે, તેણે અત્યાર સુધીમાં ૪૦૦થી વધુ કલર ચિત્ર બનવ્યા છે. જેમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સ્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામજી, પ્રમુખ સ્વામી, મધર ટેરેશા સહિત અનેક લોકોના સ્કેચ બનાવ્યા છે. 

અદભુત અને આબેહુબ ચિત્ર દોરનાર રોહનની ચિત્ર પ્રત્યે નાનપણથી જ લગાવ રહ્યો છે. આ વાત એટલી રસપ્રદ છે કે, જે જાણ્યા પછી તમને પણ નવાઈ જ લાગશે. માત્ર અઢી વર્ષની ઉમરે રોહને  પ્રથમ  હાથીનું ચિત્ર દોરી પોતાની ચિત્ર યાત્રા આરંભી હતી. ત્યાર બાદ ધીરે ધીરે ચિત્ર સ્પર્ધામાં ભાગ લેવાની શરૂઆત કરવામાં આવી. તાલુકા અને જીલ્લા કક્ષા એ ભાગ લીધા બાદ ગત ૨૭/૧૧/૧૬ ના રોજ રાજ્ય કલા ઉત્સવ ગોધરા ખાતે ‘સ્વસ્થતા  અને સામાજિક સમરસતાનું ચિત્ર દોરી રાજ્યકક્ષાએ સીલ્ડ અને પ્રમાણપત્ર મેળવ્યું છે. જે હાલના મુખ્યમંત્રી વિજય રુપાણીનાં હસ્તે પ્રાપ્ત થયો હતો.

 રોહનની અંદર રહેલી આ કલાને બિરદાવવા માટે ગમે તેટલાં પુરસ્કાર કે શિલ્ડ મળે તો એ પણ ઓછા કહેવાય. એ એક જ પેન્સિલથી કોઈ પણ જાતની ચેક ચાક કર્યા વગર તેની સામે ઉભી વ્યક્તિનું હુબહુ એવું જ ચિત્ર માત્ર થોડા સમયમાં જ દોરી શકે છે.

 બાળ ચિત્રકાર રોહન કહે છે કે, મારી  ચિત્રકલાથી સૌ કોઈ પ્રભાવિત છે. ત્યારે તેની માતાએ પણ રોહનની પ્રતિભા ઓને ક્ષમતાઓને આવકારી છે. 

 

 રોહનની માતા નમ્રતાબેન જણાવે છે કે, મારો પુત્ર પરિવારનુ જ નહિ પરંતુ સમગ્ર રાજ્ય અને દેશનું નામ રોશન કરે તેવી પ્રભુ પાસે પ્રાથના. 

“જેઓ બીજાને માટે જીવે છે એ જ ખરેખર જીવે છે. બાકીના બીજા તો જીવતા કરતાં મરેલા વધુ છે.”

આમ જોઈએ તો માતા-પિતાની એક જ ઈચ્છા હોય કે એમનું સંતાન એમનું નામ જ રોશન કરે. પરંતુ જ્યાં જીજાબાઈ , અને માતા કૌશલ્યા જેવા વિચારો ધરાવતા નમ્રતાબેનના સંતાન રોહનમાં પછી કાઇ ઘટે ખરું?

આ ચિત્ર યાત્રામાં રોહનને તેની સ્કુલના શિક્ષકો પણ  સતત માર્ગદશન આપીને  પ્રોત્સાહિત કરે છે.  શાળાના આચાર્યએ પણ આ બાળ કલાકાર રોહનને  આવકારી શાળાનું ગૌરવ ગણાવ્યું છે.

આ રોહન તેની પેન્સિલ કલાથી જ એકવાર સ્કુલમાં અભ્યાસ દરમ્યાન ડો. અબ્દુલ કલામનું ચિત્ર દોરી આપતું ત્યારે, શાળાના સૌ ગુરુજનોને  પણ આશ્ચર્ય ચકિત કરી દીધા હતા.  

 રોહનની સ્કુલના પ્રિન્સીપાલ વિજયાબેન જણાવે છે કે,  રોહન દ્વારા બનાવાયેલા અદભુત અને આબેહુબ ચિત્રોને જોતા લાગી રહયું છે કે , માણસ પુરુસાર્થ કરે તો શું ન કરી શકે ? મન હોય તો માળવે જવાય અને અડગ મનનો માનવી હીમાલય પણ પાર કરી શકે તે વાત આ ૧૪ વર્ષના બાળ ચિત્રકારે સાબિત કરી બતાવી છે.

આ બાળ કલાકાર રોહને નથી કોઈ ક્લાસ કર્યા કે નથી કોઈ પર્શનલ કોચિંગ આપતું. રોહન  નો પરિવાર પણ સાવ સામાન્ય છે. એમને ભણવા સિવાયના અન્ય ખર્ચાઓ પોસાય પણ નહિ. પરંતુ રોહનની અંદર જે મેધાવી પ્રતિભા છૂપાયેલી હતી . એને બહાર તો અંતે આવવું જ પડ્યું.

મિત્રો, કોઈ આપણને શીખવે તો અને તો જ આપણે શીખીશું. એવું કોણે કહ્યું? કુદરતે હરેક વ્યક્તિની અંદર એક એક આવી છૂપી શક્તિ આપી જ છે. બસ જરૂર છે આપણી અંદર રહેલી એ શક્તિને ઓળખવાની. એકવાર જો તમે એ શક્તિને ઓળખી જશો. પછી કોઈની તાકાત નથી કે તમને રોકી શકે. બસ, એના માટે જરૂર છે થોડા આત્મમંથનની.

મિત્રો જો તમારા ઘરમાં કે તમારી આસપાસ પણ આ રોહન જેવું ટેલેન્ટ ધરાવતા પ્રતિભાસંપન્ન યુવાનોનું ટેલેન્ટ બહાર લાવવા પ્રયત્ન તો કરજો. ભલે આપણે એ બધું નથી કરી શકવાના પરંતુ જો કોઈ કરે છે તો એને થોડો સાથ, સહકાર આપી એમનો ઉત્સાહ વધારશું તો એક દિવસ જરૂર એવો આવશે કે, એમના થકી પણ આપણે આપણી પ્રતિભાને ઉજળી બનાવી શકીશું.

આભાર : વિજયસિંહ પરમાર (જુનાગઢ રિપોટર)

લેખન.સંકલન : તૃપ્તિ ત્રિવેદી 

મિત્રો, વ્યક્તિવિશેષ કે અવનવું જાણવા માટે આજે જ લાઈક કરો અમારું પેજ – “જલ્સા કરોને જેંતીલાલ”. 

ટીપ્પણી