“નિ:સ્વાર્થ પ્રેમ”- મીરાંબાઈ એ કરેલો કૃષ્ણને અને વસુંધરાએ કર્યો શ્યામને….

“નિ:સ્વાર્થ પ્રેમ”

નદીના કિનારે આવેલું એક ગામ.એ ગામનુ નામ સરસપુર.આ ગામ નદીના કિનારે આવેલુ હોવાથી અને નજીક્માંજ એક જંગલ હોવાથી આ ગામનું વાતાવરણ ખુબજ આહલાદ્ક અને કુદરતી સૌદર્યથી ભરપુર હતું.નદીમાં વહેતા છલ છલ ઝરણાઓ અને જંગલની લીલી હરીયાળી જોઈને સૌ કોઈ મંત્રમુગ્ધ થઈ જતા.અને એટલે કુદરતી સૌંદર્યની સાથે સાથે મુક્ત રીતે વિહરતા વન્યપ્રાણીઓને નિહાળવા લોકો દુર દુર થી સરસપુર આવતાં.અને રસ્તાઓની આંટી ઘુંટી વચ્ચેથી પસાર થઈને અનેરો રોમાંચ અનુભવતાં હ્તાં.

હવે મહ્ત્વની વાત. જેટલું જ આહલાદક અહિંનું વાતાવરણ એટલા જ પ્રેમાળ સરસપુર ગામના લોકો. સરળ અને પ્રેમાળ સ્વભાવના હોવાથી સહજ્તાથી કોઇપણનુ દિલ જીતી લેતાં. એટ્લે જ લોકો નગરસંસ્કૃતી છોડીને ગ્રામ્યજીવનનું દર્શન કરવા માટે અહિં આવતા હશે. સરસપુર ગામનાં લોકોની સૌથી મોટી એ ખુબી કહી શકાય.

આ ગામના જ એક મંદિરના પુજારી એમની વ્હાલસોયી દીકરી વસુંધરા સાથે રહે. વસુંધરા ખુબ નટખટ , ચંચળ અને ધીર ગંભીર તો ખરી જ. એનું રૂપ તો જાણે.જોવો તો “ચંદ્રની ચાંદનીને પણ પાછી પાડે તેવું.. બાણદાર આકારનાં તેનાં તેજ નેત્રો , તાજા ખીલેલા ગુલાબની કળી જેવા એનાં હોઠ , સ્વર્ગની અપ્સરાઓને પણ પાછી પાડે એવું તેનુ આકર્ષક યૌવન”

વસુંધરામાં તેના પિતાજીનાં સંસ્કારો પૂરેપૂરું સિંચન થયુ હતું. નાનપણથીજ માતાની છત્રછાયા ગુમાવી દીધા બાદ વસુંધરાનો ઉછેર તેના પિતા એ જ કર્યો હતો. માં અને બાપ બન્નેનો પ્રેમ તેનાં પિતા દ્વારા જ મળ્યો હતો.રોજ સવારે વહેલા ઉઠી મહાદેવનાં મંદિરે જઈને આરતી કરવાની , શીવ સ્તુતી કરવાની ત્યારબાદ, ઘરનાં બધાં જ કામ તો ખરા જ . સાથે સાથે એક પુત્રી તરીકેની ફરજ નિભાવે તો , ક્યારેક બિમાર પિતાની કાળજી એક માં ની જેમ લેતી. તો ક્યારેક નાની નાની વાતોનું ધ્યાન રાખીને પોતાનાં જ પિતાને ઠપકો પણ આપે .એક પુત્રીની અંદર આટ્લા બધા રૂપ જોઈને ક્યારેક એનાં પિતા પણ પોતાની જાતને ધન્ય અનુભવી મનમાં જ કહે , “ કે હે ભગવાન, મારા એવા તે મેં ક્યા સારા કર્મો હતાં કે જેથી મે વસુંધરા જેવી પ્રેમાળ , સંસ્કારી દીકરીનાં પિતા બનવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું.એ સાથે જ આંખોમાં આંસુ આવી ગયા ” ..

હવે, એક સમયની વાત છે. વસુંધરા વહેલી સવારે મંદિરે પૂજા કરવા જતી હતી. તેજ સમયે જંગલમાંથી એક વાઘ ગામ તરફ આવતો હતો. વસુંધરા પણ પોતાની મસ્તીમાં તલ્લીન જોયા વગર ચાલ્યે જ જતી હતી. સામેથી વાઘ પણ આવી રહ્યોછે .

હવે , વસુંધરાની નજર એક્દમ સામેથી આવતા વાઘ પર પડે છે. વાઘ ને એની તરફ આવતો જોઈને એ ખુબ જ ગભરાઈ જાય છે.ગભરાયેલી હાલાતમાં આમતેમ જોવે છે. કોઈ દેખાતું જ નથી. મનમાં જ મુંજાય છે .પરસેવે રેબજેબ હાલાતમાં એ બોલે છે કે , “ હવે,શું થશે???? કોણ બચાવશે??? “.

એવા ઘણાં પ્રશ્નો સાથે ડરેલી વસુંધરા બેભાન થઈને જમીન પર ઢળી પડે છે. અને એ જ સમયે એક કાર ત્યાં આવે છે. જ્યાં વસુંધરા ઢળેલી હતી ત્યાં કાર આવીને ઉભી રહે છે. એક યુવાન એ કાર માંથી ઉતરે છે અને ઝડપથી વસુંધરાને ઉચકીને પોતાની કારમાં લઈને ત્યાંથી પુર ઝડપે ગામ તરફ કાર લઈને ચાલી નીકળે છે .

થોડીવાર પછી વસુંધરાની આંખ ખુલે છે.અને પોતાને સહિસલામત જોઈને થોડી શાંતિ અનુભવે છે. પણ પેલો યુવાન તો હજી પણ કાર ચલાવવામાં જ મશગુલ છે.વસુંધરા સમજી જાય છે, કે આ એ જ વ્યક્તિ લાગે છે જેણે મને આજે બચાવી હશે .

બન્ને કશું જ બોલ્યા વગર ચુપચાપ કારમાં બેસી રહ્યા . થોડી સ્વસ્થતા અનુભવી વસુંધરા બોલી , “ એવા તે ક્યા શબ્દો બોલી શકાય , કે જેના વડે આપનો આભાર માની શકાય ..એવા કોઈ જ શબ્દ નથી. “
પેલો યુવાન વસુંધરાની સામે જોયા જ કરે છે. જોયા જ કરે છે. અને કંઈ પણ બોલ્યા વગર મંદ મંદ સ્મિત સાથે વસુંધરા જે બોલે છે તે સાંભળ્યા કરે છે. અને કાર ચલાવ્યા જ કરે છે.
પછી ધીમે રહીને વસુંધરાએ યુવાનને પુછ્યું , “તમે કોણ છો? તમારું નામ શું છે? તમે ક્યાંથી આવો છો ? “ . પહેલાતો કદીયે મેં તમને જોયા નથી .

યુવાન બોલ્યો , “.મારુ નામ શ્યામ છે. હુ અહિંથી થોડે દુર આવેલાં શહેરથી આવું છું. હું અહીં થોડા થોડા દિવસે ફરવા આવું છુ.મને અહિંયાનું કુદરતી વાતાવતણ ખુબ જ ગમે છે, અનાથ આશ્રમમાં રહીને મોટો થયો. મારા જીવનમાં રહેલી એક્લતા મને અહીં ખેંચી લાવતી હોય એવું લાગ્યા કરે છે ક્યારેક .! “ .
પછી તો જેમ જેમ સમય જતો ગયો તેમ તેમ બન્ને એક-બીજાને મળવા લાગ્યા.બંને વચ્ચે પ્રેમનું પુષ્પ ખીલ્યું.એક બીજાની એટલા નજીક આવી ગયા કે સાથે જીવન જીવવાના સપનાઓ જોવા લાગ્યાં.

થોડા દિવસ પછી એક દિવસ શ્યામ ખુબ્ જ આનંદ સાથે એને જોયેલા સપનાને સાથે લઈને એ વસુંધરાનાં ગામ તરફ પોતાની કાર લઈને જવા નીકળ્યો. આજે એ ખુબ જ ખુશ હતો કેમકે એ હવે વસુંધરાનો હાથ સદાને માટે માંગવા જઈ રહ્યો છે. .આજે એ વસુંધરાનાં પિતાને મળીને .પોતાનાં પ્રેમને એક નામ આપવા જઈ રહ્યો છે .
પણ , અફસોસ …!
શ્યામનાં જીવનની આ ખુશીની પળ , કદાચ કુદરતને મંજુર નથી ..!
શ્યામની કાર્ એક ટ્ર્ક સાથે અથડાય છે.અને એક ગમખ્વાર અક્સ્માત બને છે.શ્યામ ને હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે.આ બાજુ વસુંધરાને પણ ખબર પડે છે.એ પણ એનાં પિતાને લઈને હોસ્પિટલ પહોંચી જાય છે.

હોસ્પિટલ પહોંચતાની સાથે જ વસુંધરાને ખબર પડે છે.કે શ્યામ અત્યારે ઓપરેશન થિયેટરમાં છે . શ્યામનું ઓપરેશન ચાલી રહ્યું હોવાથી એ નથી મળી શકતી ..! પણ , ડોક્ટર પાસેથી જાણવા મળ્યું કે શ્યામ હવે કદી નહિં ચાલી શકે કે ક્યારેય નહીં બોલી શકે. !
આ ગમખ્વાર અકસ્માતમાં એના બંને પગ ક્પાઈ ગ્યા હતાં. અને એ આઘાત લાગવાથી એની જીભને અસર થઈ હતી. એટલે એ બોલી પણ નહી જ શકે !

એક્દમ આઘાત લાગ્યો વસુંધરાને આ સાંભળીને . થોડીવાર પછી એનામાં કુદરતી હિંમત આવે છે .
એક પળનો પણ વિચાર કર્યા વગર વસુંધરા એનાં પિતાને કહે છે , “ જે વ્યક્તિએ મારો જીવ બચાવ્યો, મને નવી દુનિયા દેખાડી, મને ખુબ પ્રેમ કર્યો એ જ વ્યક્તિને હું અહિંયા આવી હાલતમાં કેમ છોડી શકું?? “

મારા આ નિર્ણય પર મને ક્યારેય ખોટી ન સમજતા. તમે મારા માટે હંમેશા એક આદર્શ પિતા જ રહેશો .તમે ઘરે જાવ હું મારા શ્યામની મીરા બનીને ચાકરી કરીશ. જેમ મીરા પોતાની ભક્તિથીજ શ્રી કૃષ્ણમાં સમાયા હતાં. એમ હું મારા પ્રેમથી આજીવન મારા શ્યામમાં જ સમાઈ જવા માંગુ છુ.

વસુંધરાનાં પિતા એનાં આ નિર્ણય પર ગર્વ અનુભવતા બોલ્યા , “ તારા વિચારો એ જ મારું સ્વર્ગ મારી વ્હાલી દીકરી , ધન્ય થયો આજે એક પિતા જો તારા જેવી દીકરીને હું પામ્યો “ .
ત્યાં હાજર રહેલા બધાં જ લોકો આ દ્રશ્ય જોવે છે. સાચો પ્રેમ શું છે?? એનું જીવંત ઉદાહરણ જોવે છે.આ કળીયુગમાં પણ સાચા પ્રેમના દર્શન થયાં.લોકો પણ બોલી ઉઠયાં, “ દિકરી ધન્ય છે તારો પ્રેમ. પ્રેમ એટલે શું એનો સાચો ખ્યાલ અત્યારે આવ્યો “.

આ બાજું શ્યામ પણ બધું જ સમજી રહ્યો હતો. એ પોતાની લાગણી હવે શબ્દોથી વ્યક્ત કરી શકે એમ હતો નહીં .બસ ,એની આંખોમાંથી વહેતા આંસુ રૂપે સ્નેહનું ઝરણુ વહી રહ્યુ છે.
શ્યામનાં અંતરમાંથી એક જ અવાજ સંભળાયો , “ધન્ય છે તારા નિ:સ્વાર્થ પ્રેમ ને મારી વસુંધરા” …..

લેખિકા :તૃપ્તિ ત્રિવેદી

ખુબ સુંદર પ્રેમકહાની શેર કરો અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી