મને માફ કરી દે મારા ભાઈ !! વાંચો આ સ્ટોરી ! તમને પણ સમજાઈ જશે કે જીવનમાં ખૂશી માટે પરિવાર જ મહત્વનો છે પૈસા નહી…….

મને માફ કરી દે મારા ભાઈ !!

પ્રિયાની નજર રસ્તા પર પડેલ બેગ પર પડી. થોડીવાર માટે તો પ્રિયા વિચારોના વમળમાં જઈ ચડી. એના મગજમાં બે જ વિચાર. આ બેગ ઉપાડીને એકવાર ચેક કરું કે ન કરું. કદાચ અકસ્માતે મળેલ બેગમાંથી મને ફાયદો પણ થઇ શકે છે. ને હા બીજીબાજુ નૂકશાન પણ….

આજકાલ ન્યૂઝ ચેનલોમાં આતંકીઓના ખૌફથી વારંવાર આવતી ચેતવણીઓ, “ અજાણી વસ્તુઓને અડવી નહિ..કદાચ, તેમાં આતંકીઓએ મૂકેલ બોમ્બ પણ હોઈ શકે.આટલાબધા વિચારોની વચ્ચે આખરે પ્રિયાએ ભગવાનનું નામ લઈને એ અનજાન બેગને આખરે એ બેગ પાસે પહોંચી જ ગઈ. બેગ ખોલીને જોયું તો, નવી નક્કોર પિંક કલરની બે હજારની નોટોના બંડલો હતા. આ કડક કડક નોટોના બંડલો જોઇને પ્રિયાનું દિલ તો ગાર્ડન ગાર્ડન થઇ ગયું. આજૂ બાજૂ નજર કરી ને ચૂપચાપ એ બેગ લઇ ઘરે પહોંચી ગઈ. ભગવાનના ફોટા સામું જોઇને એ બોલી, “ તે અંતે આપ્યું તો છપ્પર ફાડીને આપ્યું ખરા !, હે પ્રભુ તારી લીલા અપરંપાર છે..“

અકસ્માતે થયેલા ધનના લાભનો આનંદ અપાર હોય છે. એ આનંદ સાથે ચૂપચાપ નોટોના બંડલ ગણવા લાગી.

એક લાખ……

બે લાખ…..

ત્રણ લાખ…..

ચાર લાખ…..

પચ્ચીસ લાખ….

પૂરા એક કરોડ….!

એ આંખો ફાડીને એ ગણેલી નોટોની થપ્પીઓને જોઈ જ રહે છે…

પોતે કરોડપતિ બની ગઈ છે…એ વિચારે એને હરખ માતો પણ ન હતો.

ત્યાં અચાનક જ બેગમાં પડેલ એક ચિઠ્ઠી પર તેની નજર ગઈ. એડ્રેસ વાંચ્યું ને જોયું તો તેના સગા જેઠ રામભાઈનું જ એ એડ્રેસ હતું.

એડ્રેસ આખું વાંચ્યું પછી કટ્ટર હાસ્ય કરીને બોલી, “ ઓહો, મારા સગા જેઠજીનાં જ આ રૂપિયા છે…મારા કટ્ટર વેરીના…!!”

“હવે તો પ્રીતિના આનંદમાં ઓર વધારો થયો.હવે ખબર પડશે…મારા પ્રિય જેઠજીને, કે પૈસા કે વ્યક્તિ ગુમાવવાથી કેટલું દુખ થાય છે એ….

“સાલું, આ મારા જેઠજીને કેટલું દુખ થશે ??”

મનમાને મનમાં ગુસ્સા સાથેની પીડા સાથે, નફરત સાથે, હાથમાં મુઠ્ઠીવાળી, દાંતને કચકચાવી પોતાનાં આનંદને ભૂતકાળના દુખમાં બદલાવતી એ બોલતી ગઈ.

પોતાના ભૂતકાળની ક્ષણ યાદ આવતા જ પ્રીતિની આંખમાં આંસુ આવી ગયા.

“હજી મને યાદ છે. આજથી પાંચ વર્ષ પહેંલા મારા સસરા પૂજ્ય દીનાનાથનું અવસાન થયું.ત્યારે મને અને શ્યામને પહેરેલ કપડે અડધીરાતે ઘરની બહાર કાઢેલ..”

શ્યામ સાથે હું લગ્ન કરીને આવી ત્યારે રામભાઈ શ્યામને સગા દીકરા જેવો વ્હાલ ને પ્રેમ કરતા હતા. અને રાધાભાભી ને હું બે દિલને એક જાન હતા. ભલે દેરાણી જેઠાણી. પણ, સગી બહેન કરતાંય વધારે વ્હાલ અમે એકબીજાને કરતાં.

અ જ સોસાયટીમાં પંદર નંબરનો મોટો આલીશાન બંગલો…એમાં કેટલા પ્રેમથી, હેતથી ને વ્હાલથી હળીમળીને રહેતા હતા બંને ભાઈઓ.

“પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ “ આવું વલણ ઘરાવતા મારા મોટાભાઈના કરોડ રૂપિયા આજે મારા ઘરે સામે ચાલીને આવ્યા છે. એ પણ પોતાના જ દુશ્મનના ઘરે…પ્રીતિને જેટલી નફરત હતી એટલો આનંદ પણ હતો.

ફટાફટ ઉભી થઇ ને નોટોના બંડલોને થેલામાં ભરીને ચૂપચાપ રસોડાનાં માળીયામાં એક ખૂણામાં સાચવીને એ થેલો મૂકી દીધો.

“ખબર નહી કેમ, પણ મારું મન આ પૈસા લેવાની અંદરથી નાં કહે છે ..”

હજી મોટાભાઈનું નામ યાદ આવતા જ એ દિવસ યાદ આવી જાય છે. મારી નસેનસ ટૂટવા લાગે છે. રૂંવે રૂંવેથી મારું આખું શરીર ખેંચવા લાગે છે.

“બરાબર માર્ચનો એન્ડીંગ ચાલતો હતો. શ્યામના કારણે ધંધામાં મોટી ખોટ આવેલ. મોટાભાઈએ શ્યામને પૈસા માટે કેટલો માર માર્યો હતો ! ધંધામાં આવેલ ખોટ જ દેખાઈ…પણ શ્યામની મહેનત એમને ન દેખાઈ….શ્યામની મહેનતને ન ઓળખી શક્યા….અફસોસ !!!!”

એ વખતે મારે નવમો મહિનો બેસી ગયો હતો…મારે પૂરા દિવસો જઈ રહ્યા હતા. મને ગમે ત્યારે ડિલિવરી થઇ શકે એવો છેલ્લો સમય હતો મારી પ્રેગનેન્સીનો..ધંધામાં આવેલ ખોટના કારણે એમને મારી સ્થિતિનો પણ વિચાર નહી કરેલ ને અમને બંનેને અડધી રાત્રે પહેરેલ કપડે જ ઘરમાંથી બહાર કાઢી મૂકેલ ..!!

બિચારા રાધાભાભીએ, પગ પકડીને ખુબ ખૂબ આજીજી કરેલ, ખૂબ રડ્યા પણ, આ પથ્થર દિલ ઇન્સાન કોઈને માને ખરા !

ત્યારે, આમારા જ રસોઈયા રામૂકાકાનાં ઘરે પાંચ દિવસ રહેવું પડ્યું હતું. લવ મેરેજ કરેલા હોવાથી પિયર પણ હંમેશ માટે પારકા થઈ ગયા હતા.

નવું ઘર, નવી જોબ શોધવામાં શ્યામને પાંચ દિવસ લાગેલા. એ જ અરસામાં મારી ડીલીવરીની પણ ચિંતા. રાધાભાભી રોજ છાનામાના અમારી ખબર પૂછવા આવતા. રમૂકાકા જોડે ક્યારેક પૈસા કે વસ્તુ પણ મોકલાવતા. ના રાધા ભાભીને કોળ્યો ગળે ઉતરતો કે ના મને.

જેવી મારી ડીલીવરી થઇ કે મારા અને શ્યામના બગીચામાં સરસ ફૂલ જેવી માસૂમ ને કોમળ કોમળ બાળકીને જન્મ આપ્યો. જેવી ખબર રાધાભાભીને ખબર પડી કે તરત જ રાધાભાભીનાં પિયરથી રાધાભાભીનાં ભાઈ ભાભીઆવીને મને હોસ્પિટલથી જ મને એમના ઘરે લઈ ગયેલા. પૂરા પાંચ મહિના મને મારા સગી દીકરી જેવી રાખી ને પરીને સગી ભાણીની જેમ.પૂરા પાંચ મહિના મને એમના ઘરે ખૂબ સાચવીને રાખી ને ધામધૂમથી જીયાણું કર્યું હતું…સૌથી મોટો ઉપકાર છે મારા પર રાધાભાભી અને એમના પિયરવાળાની હૂંફનો….જરૂરિયાતના સમયે જ મને કેવા ઉપયોગી બન્યા હતા…બાકી આ જમાનામાં જેઠાણી સગી બેન બને ખરી ?? રાધાભાભીની યાદ આવતા પ્રિયા રડવા લાગે છે…

પાછી વિચારોના વમળમાં જઈ ચડે છે….એ પાંચ મહિનામાં શ્યામે પણ સરસ જોબ મેળવી લીધી હતી ને સરસ મકાન પણ રાખી લીધું હતું…હું આવી કે તરત જ એ મકાનનું અમે ઘર બનાવી નાખ્યું..અમારા પ્રેમથી…ભલે કોઈ વસ્તુ ન હતી,…પણ અમારા એકબીજા પ્રત્યે સમર્પણની ભાવના જ અમારા માટે મોટી વસ્તુ હતી..હું અને પ્રેમ એકબીજાની જોડે હોય એટલે કોઈ અભાવ અમને ન નડે !

આમ થોડા દિવસ ગયા ત્યાં મેં પૂછ્યું , “ શ્યામ , કેમ ભાભી હજી પરીને જોવા કે મને મળવા પણ નાં આવ્યા ?”

પ્રિયા, તું ગઈ પછી મોતાભાભીનાં માથે દુખના ડૂંગર તૂટી પડ્યા…મોટાભાઈને બધી જ ખબર પડી ગઈ.ભાભીને ઘરની બહાર ધકેલી દીધા હતા. બે બે છોકરાના મોઢા પણ ભાઈને નજર ન આવ્યા. એમને જે કર્યું એ એક કર્તવ્ય સમજીને જ કર્યું છતાં પોતે કોઈ ગુનો કર્યો હોય એમ આખી સોસાયટીની વચ્ચે ભાભીએ ભાઈની માફી માંગી…ત્યારે ભાઈએ ભાભીને ઘરમાં આવવા દીધા…બસ, ત્યાર પછી ભાઈના દબાણમાં આવીને રહે છે..નથી એ મારી સાથે વાત કરતા કે નથી તેમના છોકરાઓ !

“એવું તે શું કહ્યું હશે ભાઈએ, કે એ લોકો આટલા બધા એમનાથી ડરે છે ?”

“હવે એ તો ભાભી જ જાણે “?

“બિચારા ભાભી આવા ઇન્સાન સાથે કેમ રહી શકતા હશે ? જેને પૈસા જ મહત્વના છે પરિવાર નહી !”

“દિવસે ને દિવસે સુકાતા જાય છે..જે પત્નીને પતિનો પ્રેમ ન મળે એની દશા તો એ સ્ત્રી જ સમજે !”, શ્યામે દુખી હ્રદયે કહ્યું..

આમ કરતા કરતા પૂરા પાંચ વર્ષ થવા આવ્યા,..પરી પણ હવે મોટી થઇ ગઈ છે..પણ હજી રાધાભાભી એક શબ્દ નથી બોલતા….પ્રિયા રોજ એમને બોલાવવાની ટ્રાય કરે પણ ભાભી ભાઈથી હજી એટલા જ ડરે છે !

હજી પ્રિયા ભાભીના વિચારોમાં જ છે ત્યાં જ શ્યામ આવ્યાનો અવાજ આવ્યો…

“પ્રિયા….એ પ્રિયા ક્યા છે ? ક્યારનો બેલ મારું છું…ક્યા ખોવાઈ ગઈ છે…કેમ સંભાળતી નથી ?”

“શ્યામનો અવાજ સાંભળી પ્રિયા વિચારીને ખંખેરી સફાળી ઉભી થઈ ને દરવાજો ખોલતા બોલી :

“શું થયું ? કેમ આટલા વહેલા ને આવી રીતે આવ્યા ?”

“ફટાફટ હોસ્પિટલ ચાલ…રાધાભાભી,,,,!”

“શું થયું ભાભીને …?”

“તું અત્યારે કશું પૂછ નહી…હું જેમ કહું છું એમ કર ! “તું પરીને સ્કુલથી લઇ આવ….હું ત્યાં સુધીમાં પૈસાનો બંદોબસ્ત કરું ને હું તને સ્કુલ પાસેથી જ ડ્રોપ કરી લઈશ…આપણે જલ્દી હોસ્પિટલ પહોચવું પડશે “

પ્રિયાએ કશું પૂછ્યું નહી જેમ શ્યામે કહ્યું એમ કર્યું..ત્રણેય હોસ્પિટલ પહોચ્યા.

હોસ્પિટલ પહોચતા જ શ્યામ અને પ્રિયાને વળગીને બંને બાળકો રડવા લાગ્યા…

કાકા, કાકી હવે અમે તમને ક્યાય નહી જવા દઈએ…..પ્લીઝ તમે અમારી વાત માનજો…અમે ડેડીને મ્નાવાશું…તમે ગયા પછી આજ દિન સુધી કોઈ હસ્યું નથી…કોઈ ત્યોહાર મનાવ્યા નથી…અમારા ઘરની ખુશી મારા વ્હાલા કાકા કાકી જ છે..

ભાભી પણ સાવ સુકાઈ ગયા હતા..ચહેરા પર કોઈ નૂર જ નહી..જીવતું હાડપિંજર બેઠું હોય એવું લાગતું હતું…એમની સ્થિતિ જોઇને પ્રિયા પણ રડી પડી…આખો દિવસ હસતા રહેતા ભાભી આજે એકદમ મૌન હતા…આંખોમાં ઉદાસી હતી…

વાતવાતમાં ખ્યાલ આવ્યો કે સવારે જ ભાઈને અટેક આવ્યો ને એક રીક્ષાવાળો એમને હોસ્પિટલ લઈને આવ્યો હતો..ભાઈ જ્યારે ઓફીસ પરથી ઘરે આવતા ત્યારે ઓછામાં ઓછા એક કરોડ રૂપિયા ભાઈ પાસે હોય જ …એ એક કરોડ પણ કોઈ રસ્તામાંથી જ ઉઠાવી ગયું છે…એ પણ ખ્યાલ આવ્યો..

ત્યાં જ પ્રિયા બોલી, ભાભી એ પૈસા મને જ સવારે મળ્યા છે..તમે પૈસાની ચિંતા ન કરો..ભાઈ સાજા થઇ જાય એટલે આપણે ભાઈને આપી દઈશું.

થોડા જ સમયમાં ડોક્ટર આવ્યા ને સારા સમાચાર આપ્યા કે હવે એકદમ સારું છે..તમે બધા પેશન્ટને મળી શકો છો….

બધા જ એકબીજાનો હાથમાં હાથ પકડી ભાઈ સામે જઈને ઉભા રહ્યા….આ જોઈ ભાઈનું હ્રદય પણ પીગળી ગયું…

ભાઈ શ્યામને હાથ જોડીને ખાલી એટલું જ બોલ્યા…ભાઈ મને માફ કરી દે ! તું મહાન છે….મારા પરિવારને મારા કરતા તારા પ્રેમની વધારે જરૂર છે…મારો પરિવાર તારા વગર અધૂરો છે…મારો પરિવાર છેલ્લા પાંચ વર્ષથી હસવાનું ભૂલી ગયો છે..આજે તે એને હસાવ્યો..છે…

ચાલ શ્યામ…મને આપણા ઘરે લઈજા !

અંતે એક ભાઈને બીજા ભાઈની લાગણીનો ને પરિવારની સાચી ખુશી પૈસામાં નહી પણ પ્રેમમાં છે એ સમજાઈ !

||અસ્તુ ||

લેખિકા : તૃપ્તિ ત્રિવેદી

રોજ આવી પારિવારિક ને સમજવા જેવી વાત વાંચો ફક્ત ને ફક્ત અમારા પેજ પર ..

ટીપ્પણી