“જેવો વિચારો એવી જ સૃષ્ટિ”- ખુબ સુંદર વાર્તા તૃપ્તિ ત્રિવેદીની કલમે…

“જેવો વિચારો એવી જ સૃષ્ટિ”

‘કૃપયા ધ્યાન દે. મુંબઈ સે અહમદબાદ આનેવાલી સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ થોડી હી દેરમે પ્લેટફોર્મ નંબર- 4 જગહ પ્લેટફોર્મ નંબર-6 પર આનેવાલી હૈ. આપકો જો તકલીફ હુઈ ઉસકા હમે અસફોસ હૈ. ધન્યવાદ!’
આ સંભળતા જ પ્લેટફોર્મ નંબર-4 પર રાહ જોતી નેન્સી સીધી જ પ્લેટફોર્મ નંબર-6 પર પહોંચી જાય છે. હાંફતા હાંફતા ચારેકોર નજર કરે છે. પણ તેને ક્યાય હજી ટ્રેન આવી હોય તેવું લાગ્યું નહી. એટલે એને હૈયે થોડી સાંત્વના વળી. સાંજના સાત વાગ્યાની આસપાસનો સમય છે. વળી પાછું કૈક એનાઉસમેન્ટ થયું કે તરત જ ત્યાં કેટલાક કુલીઓ હાજર થયાં ને ખભા પરથી માથે પછેળી વીંટાળી ધરાક મેળવવાની લ્હાયમાં ને આશામાં પોતપોતાનીનક્કી કરેલ જગ્યા પર ગોઠવાઈ ગયાં. નેન્સી ને લાગ્યું કે મારા જેવા કેટલાંય લોકો પોતાનાં સ્વજનોની આવવાની રાહ જોઈ મોઢા પર હળવું હાસ્ય કરી રહ્યા છે. ત્યાં અચાનક જ ટ્રેનની વ્હીસલ સંભળાય છે. એટલે નેન્સી જે દિશા તરફથી ટ્રેન આવવાની છે એ દિશા તરફ મીટ માંડી ઉભી રહી જાય છે.

જેવી ટ્રેન પ્લેટફોર્મપર આવે છે કે, તરત જ નેન્સીનાં મુખ પર અલગ જ પ્રકારનો આનંદ છવાઈ જાય છે. ચાતક જેમ વરસાદની બુંદ ક્યારે પડશે એની રાહ જોઈ આકાશ તરફ મીટ માંડે. બસ એ જ રીતે નેન્સી પણ બપોરની આનંદ ક્યારે આવશે એની રાહમાં ને રાહમાં બેથી હતી. હવેજ્યારે તેની આતુરતાનો અંત આવી જ ગયો છે. એ જાણી ને ભીતરનાં આનંદ સાથે આનંદને જોવા તેની દૃષ્ટિ ટ્રેનનાં ડબ્બા પર ફેરવાવા લાગી. આખરે એની દૃષ્ટિ આનંદ સુધી પહોચી જ જાય છે. દૂરથી ટ્રેનના ડબ્બાનાં દરવાજાને પકડીને ઊભેલા આનંદને જોઈ એ નાચવા લાગે છે. કૂદવા લાગે છે. દોડીને એ ડબ્બા પાસે પહોચી જાય છે. ને પોતાનો એક હાથ આનંદ સામે ધરીદે છે.

આનંદ પણ આ હાથની જ રાહ જોતો હોય તેમ એણે પ્રસન્ન ચીતે નેન્સિનાં હાથનો ટેકો લીધો. ને ડબ્બા પરથી પ્લેટફોર્મપર ઉતર્યો. જેવો ઉતર્યો બરાબર એ જ ક્ષણે બંનેની આંખો એક થઈ જાય છે. ત્યારે થોડીવાર નેન્સીને તો એવો જ અહેસાસ થયો કે એ ગજબની હૂંફ મેળવી રહી છે. સમસ્ત બ્રમ્હાંડનું સુખ આજે વર્ષો પછી તેનો હાથ પકડી તેની સામે ઊભું રહ્યું છે.
હળવેકથી, પ્રેમથી આનંદે નેન્સીને ગળે લગાવતા પૂછ્યું, ‘ કેમ છે મારી જાનને?’

‘તને શું લાગે છે?’, જવાબની જગ્યાએ આનંદ સામે બીજો જ પ્રશ્ન આવ્યો.
‘મને લાગવાથી શું ફર્ક પડે? તું જ કહે ને!’
બંને એકબીજાને જવાબ આપવાની જગ્યાએ એકબીજાને પ્રશ્નો પૂછવાની વણજાર ચલાવી રહ્યા હતાં.
‘ચાલ છોડ! તું ઘણાં સમયે આવ્યો છે.તને કશું નહિ સમજાય.’
‘મારી જાન, મને તું જ સમજાવને!’

‘તે હાથ લંબાવ્યો. હું તારા હાથનાં સહારે પ્લેટફોર્મપર ઉતર્યો. એ વિચારે જ મારું દિલ ગાર્ડન ગાર્ડન થઈ જાય છે. ડીયર’.
જાનું વિચાર આજે બે વર્ષે આપણે એકબીજાને મળ્યાં. પણ, ચાહત જો પહેલી મુલાકાત જેવી જ રહીને…..રીયલી યાર ગ્રેટ મોમેન્ટ!’ આનદ બોલ્યે જતો હતો ને નેન્સી સાંભળ્યે જ જતી હતી. આમને આમ બંને પાર્કિંગ સુધી પહોંચી ગયા.

‘તું અહિયાં ઉભો રહે, હું મારું એકટીવા લેતી આવું’
‘આ નેન્સી આજે કેમ અલગ અલગ છે? શું થયું હશે? મારી જાન તો ઓલ્વેઝ હેપી જ હોય ને આજે બહારથી હેપી પણ અંદરથી થોડી નર્વસ કેમ છે? હજી તો આગળ કોઈ પ્રશ્ન મનમાં આવે એ પહેલાં જ એની પાસે એકટીવા ઊભું રહી જાય છે.
એકટીવા પર સવાર આનંદ નેન્સીને અડપલાં કર્યે જતો હતો. તેની ટેવ મુજબ.

ત્યાં જ અચાનક આનંદ બોલ્યો, ‘ જાનુ, રુક……રુક……રુક…..!’
‘નેન્સીએ એકટીવાને ઊભું રાખ્યું ને કુતુહલ પૂર્વક પ્રશ્નાર્થ ભાવે એ આનંદ આમે જોઈ રહી’
તું આ જગ્યાને ભૂલી ગઈ? આ ‘ચા’નીકીટલી પર આપણે રોજ ચા પીતા ને એકબીજાની ચ્હાયમાં ખોવાઈ જતાં. ચાલ આજે પણ ચા પીશું ને એ ક્ષણને ફરી જીવંત કરીએ.’

નેન્સીએ હવે પોતાની ચૂપકીદી તોડી આનંદ સાથે હળવા મૂડમાં આવવાનો પ્રયત્ન કર્યો. સતત બે વર્ષ પછી પાછી એ જ પ્રેમાળ લાઈફ, એ જ હૂંફ, એ જ લવ. કોઈ જ ફેરફાર નહિ. આ જોઇને નેન્સીરોમેન્ટિક અંદાજમાં બોલી, ‘ પાગલ તને આ બધું હજી યાદ છે?’
“હા, કેમ ન હોય? મેં વર્ષ આ યાદને મિસ કરતાં કરતાં તો પસાર કર્યા છે. અરે ગાંડી તારી જોડે વિતાવેલ એક ક્ષણથી તો હું મારી જિંદગી વિતાવી કાઢું. હું તને ખુબ જ પ્રેમ કરું છું. લવ યુ …..લવ યુ ….લવ યુ મારી જિદગી છે તું.’

આ સાંભળી નેન્સી આનંદની એકદમ નજીક ગઈ. પછી હળવેથી બોલી : તું તો મારો એવો ને એવો જ પાગલ રહ્યો. લવ યુ લોટ …..દિકા!
‘પછી બંનેએ ચાની ચૂસકી લગાવી. એજ જૂની, પુરાણી નોટી નોટી સ્ટાઈલમાં.’

પછી બંને જેટલી જગ્યા પર વારંવાર મળતાં એ બધી જ જગ્યા પર નજર ફેરવતા એ ક્ષણોને જીવંત કરતાં ઘરે પહોચ્યાં.
જેવા ઘરે પહોચ્યાં કે તરત જ નેન્સિનો વ્યવહાર બદલાઈ ગયો, એનાં ચહેરા પરની ખુશી પણ કયાંક ખૂણે છૂપાઈ જાય છે.

‘આનંદ તું ફ્રેસ થઈ રૂમમાં આવજે. હું થાકી ગઈ છું તો રૂમમાં જાવ છું. મારા પગમાં સખત પેન થાય છે.’
‘ઓ.કે…..જેવી સાહિબાની મરજી’
‘જવાબમાં હકારમાં ખાલી માથું ધુણાવી રૂમ તરફ જવા લાગે છે’
‘ મોમ શું થયું છે નેન્સીને?’ આનંદનો આ પ્રશ્ન સાંભળી નેન્સીના પગ ત્યાં જ થંભી જાય છે.

નેન્સીની મોમ કશું બોલવા જાય એ પહેલાં જ નેન્સી ત્યાં ઉભા ઉભા જ બોલી: મોમ પ્લીઝ! તું પાછું એ જ ચેપ્ટર ના ખોલતી. આનંદ થાકીને આવ્યો છે. એ પણ કેટલાંય મહિનાઓ પછી. તું એ તો સમજ!
આટલું બોલી નેન્સી રૂમમાં તો ગઈ, પણ આનંદ ધૂધવાતી નેન્સીને જોઈ જ રહ્યો. એ બચપણથી નેન્સીને ઓળખતો હતો.

આનંદ સમજદાર હતો. એનાં માટે સમય અને સંજોગને ઓળખવા અઘરા ન હતાં. એ થોડું સમજી ગયો પણ સાચું સમજવા નેન્સીની પાછળ પાછળ રૂમમાં જાય છે. રૂમમાં જઈને જોવે છે તો નેન્સી ખુબ જ ઊંડા વિચારોમાં સૂનમૂન બેડ પર એમનામ બેઠી હતી.
નેન્સીને પ્રેમથી પૂછ્યું, જાનુ, મારી લવ…..કોઈ તકલીફ તો નથી ને? તારા મમ્મી એ કશું કહ્યું હતું?’

મમ્મીનું નામ સાંભળતા જ નેન્સી તાડૂકી ઊઠી: પ્લીઝ, તું મારી સામે મોમનો ઉલ્લેખ તો નહી જ કર!, જોયું મમ્મી એ તને કેવો પ્રેમથી આવકાર આપ્યો. હવે એ સારી થવા જાય છે. આનંદ મારી મોમનું આ બધું નાટક છે. એનો પ્રેમ કેવો છે એ તો હું જ જાણું છું.’
‘એવું ન હોય, મને તો મોમનાં વર્તનમાં કોઈ જ ફેરફાર નથી દેખાતો. એ તો હુબહુ પહેલાં જેવા જ છે.’

‘તને નહિ સમજાય, એ જ્યારે હોય ત્યારે રીનાના જ વખાણ કરશે. એની જોબના, એનાં ઘરનાં ને એનાં સ્વભાવના. હું એની દીકરી છું પણ મારી એકલતાં એને ક્યારેય સમજાઈ જ નથી. ઘર તો મારે પણ હોત ને? જ્યારે તું લંડન ગયો બે વર્ષ માટે ત્યારે તે મને ફ્લેટ લેવા કહ્યું જ હતું ને? પણ મેં જ મારી મોમ એકલા પડી જાય. એની એકલતાનો વિચાર કર્યો ને હું અહિયાં જ પડી રહી. પણ હું જ મુર્ખ છું…..મારે એનું વિચારવું જ નહોતું જોઈતું હતું. આજે મને અફસોસ થાય છે. જોબ તો મારી રીના કરતાં પણ સારી છે. ફર્ક એટલો કે એ એનાં સાસરે રહે છે, ને હું તારા જવાથી પિયરમાં જ પડી રહી. હું એ ભૂલી ગઈ હતી કે દીકરીનું સાચું ઘર એનાં પતિનું જ હોય….પિયરથી તો એને વિદાય કરે ત્યારે જ બધા હક્ક, લાગણી,પ્રેમ છૂટી જતા હોય છે!’, થોડી નફરત સાથે, થોડા ગુસ્સા સાથે એકી શ્વાસે નેન્સી બોલી ગઈ.

અત્યારે આનંદને નેન્સીની બુદ્ધિમાં ક્યાય સમાધાન દેખાયું જ નહિ. ઉલટાનું એ વધારે ને વધારે અકળાયે જતી હતી.
નેન્સી જેટલું બોલી શકાય તેટલું બોલ્યે જતી હતી. આનંદ એકદમ શાંતિથી બધું જ સાંભળે જતો હતો….એ વિચારતો કે, મારી જાનુ એ બે વર્ષમાં ક્યારેક કોલ કે મેસેજમાં પણ એની તકલીફ મને નથી કહી. હું પણ સમજુ કે અત્યારે એને હૂફની જ જરુર છે. એ એની એકલતાથી અકળાઈ છે. એટલે આટલી દુઃખી થઈ ગઈ છે.
‘નેનું, તું પાણી પી લે….’ ,પાણીનો ભરેલો ગ્લાસ નેન્સી તરફ ધરતા આનંદ બોલ્યો.

‘ હું જે કહું છું એ હકીકત છે. તું મારી મજાક નહિ ઉડાવ પ્લીઝ….’,
‘દિકા હું મજાક નથી ઉડાવતો, આ તારી નેગેટીવીટી છે. જો તું એને દૂર નહિ કરે તો આ જ નેગેટીવીટી ક્યારે નફરતનું રૂપ લઈ લેશે એનો તને પણ ખ્યાલ નહિ રહે, ને જ્યારે તને સમજાશે ત્યારે ખુબ જ મોડું થઈ ગયું હશે. તું તારી મમ્મીનો દિકરો પણ છે ને દીકરી પણ છે, એમની આગળની જિંદગીનો તું જ સહારો છે. ને તું જ આમ એમને નફરત કરીશ! એ કેમ ચાલે? ચાલ હું તને એક ઉદાહરણ આપું એટલે તને સમજાઈ જશે.’
એક દંપતી રહેતું હતું. એમને એક નોળિયાને પણ પાળેલ હતો. એક દિવસ એમનાં છ મહિનાના દીકરાને ઘરમાં એકલો સુવડાવી એ દંપતી બહાર જાય છે.

જેવા ઘરે આવીને જોવે છે તો એમનાં ફળિયામાં લોહીનું ખાબોચિયું જોયું.
એમને થયું કે અમારી ગેરહાજરીમાં અમારા દીકરાને આ પાળેલો નોળિયો ખાઈ ગયો. એ સમજીને એમણે એ નોળીયાને ત્યાં ને ત્યારે જ મારી નાખ્યો.

જેવાં ઘરમાં જઈને જોવે છે. તો, એમનો દીકરો પારણામાં રમતો હતો. સરખી રીતે ફળિયામાં જઈને જોયું તો નોલીયાની બાજૂમાં સાપ પણ મરેલો પડ્યો હતો.
એ દંપતીને બધું જ સમજાઈ ગયું. કે અમારી ગેરહાજરીમાં સાપ એમનાં ઘરમાં આવ્યો હશે. ને એમનાં દીકરા પાસે કદાચ ગયો હશે. એમનાં દીકરાને બચાવવા માટે નોળીયા એ સાપ સાથે લડાઈ કરી અને સાપનું જ ઢીમ ઢાળી દીધું હશે!

નોળીયાની વફાદારી જોઇને એમને ખુબ જ પસ્તાવો થયો…..એનાં મૃત શરીર પાસે જઈને એમનાં આવા હલ્કા વિચારો પર એમને જ પસ્તાવો થયો….ખુબ રડ્યાં. પણ હવે શું?
શું હવે એમને આવો વફાદાર મિત્ર મળી શકે?
‘નેનું…..ક્યાય એવું ન બને કે તારી જિદગીમાં પણ તારા એક નેગેટીવ વિચારના કારણે તું માના પ્રેમથી અળગી રહે….!’

નેન્સી હવે એકદમ નરમ પડી ગઈ. ને એક સ્મિત સાથે એ આનંદને વળગી પડી ને બોલી: “થેન્ક્સ દિકા.”, આજે તે મારા વિચારો પરનો પડદો હટાવી દીધો……..જે વ્યક્તિ જેવું વિચારે એવી જ એને દુનિયા દેખાય છે. માટે આજથી હું કોઈના પણ વ્યવહાર માટે ક્યારેય કશું ખરાબ નહિ વિચારું.

લેખિકા: તૃપ્તિ ત્રિવેદી

ખુબ સુંદર અને સમજવાલાયક વાર્તા, શેર કરો તમારા મિત્રો સાથે અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી