બહુ જ ખતરનાક છે આ આઈલેન્ડ, જેણે પણ ખરીદ્યો જીવતા ન રહ્યાં

ગૌઆલા આઈલેન્ડ, નામ લેતા અને તસવીરો જોતા જ તમને એવું લાગશે કે આ સુંદર આઈલેન્ડ પર જવું જોઈએ. પરંતુ જેમ દરેક ચમકતી વસ્તુ સોનું નથી હોતી, તેમ આ આઈલેન્ડ પણ સુંદર અને શાંત હોય તેવું જરૂરી નથી. આ આઈલેન્ડ પાછળ અનેક ખતરનાક કહાનીઓ છે. આ આઈલેન્ડ ઈટાલીમાં આવેલો છે. ઈટાલીનો આ ગૈઓલા આઈલેન્ડ એવી જગ્યા છે, જેને ખરીદનાર દરેક માલિકની સાથે અજીબોગરીબ ઘટના બની છે. તેમજ અનેક માલિકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.

જેમણે પણ આ આઈલેન્ડ ખરીદ્યો છે, તેમના માલિકની રહસ્ય રીતે મોત થઈ છે, અથવા તો તેમને મોટું નુકશાન થયું છે. જાણવા મળ્યું છે કે, 1920માં સ્વિસ ઓનર હૈન્સ બ્રાઉનની અચાનક મોત થઈ ગઈ હતી, અને તેની બોડ કારપેટમાં લપેટાયેલી મળી હતી.

આ જ રીતે જર્મનીના ઓટો ગ્રૂનબેકનું મોત હાર્ટ એટેકથી થયું હતું. આ આઈલેન્ડના બીજા માલિક જે એક ઈન્ડસ્ટ્રીયાલિસ્ટ હતા, તેમની સ્વિત્ઝલેન્ડની મેન્ટર હોસ્પિટલમાં સ્યુસાઈડ કરી લીધું હતું. મલ્ટી બિલિયોનર પોલ ગેટીએ આઈલેન્ડ ખરીદ્યો તો તેમનો પૌત્ર કિડનેપ થઈ ગયો હતો.

આ આઈલેન્ડના છેલ્લા ખરીદારને ઈન્સ્યોરન્સમાં ફ્રોડ કરવાના આરોપમાં જેલમાં મોકલી દેવાયો હતો.

આ આઈલેન્ડના શાપિત હોવા પાછળ શુ હકીકત છે, તે તો કોઈ જ જાણતું નથી. પરંતુ હવે તે એક ટુરિઝમ સ્પોટ બની ગયુ છે. અહી લોકો દિવસના અજવાળામાં આવે છે અને અંધારું થતા પહેલા નીકળી જાય છે.

લેખન.સંકલન : તૃપ્તિ ત્રિવેદી 

નવી તેમજ રસપ્રદ માહિતી મેળવવા લાઇક કરો અમારું પેજ : “જલ્સા કરોને જેંતીલાલ” 

 

ટીપ્પણી