દરેક માતાપિતાએ બાળ ઉછેરમાં ધ્યાનમાં રાખવા જેવી બાબતો, વાંચો અને શેર કરો

બાળકની ઊંમર અને લાગણીને ધ્યાનમાં રાખીને એવી કેટલીક વાતો છે જે એક સરસ મજાની માહિતી પૂરી પાડે છે.

બાર મહિનાનું બાળક આનંદ અને ઉલ્લાસથી છલક્તું,ચેતનવંતુ હોય છે. એનામાં સામાજીકતાનાં લક્ષણો જોવા મળે છે. એના માતાપિતા તેમજ અન્ય વ્યક્તિઓનો સહવાસ માણવો એને ખૂબ જ ગમતો હોય છે. પણ,કોઈ વખત એ જીદનાં દર્શન પણ કરાવતું થાય છે.હવે એ એની લાગણીઓને ખૂબ જ સરળતાથી વ્યક્ત કરી શકે છે. બાળકનાં સાંનિધ્યમાં એનાં મા બાપને પણ ધણો જ આનંદ આવતો હોય છે. પણ સાથે સાથે એક કપરા સમયની શરૂઆત પણ થતી હોય છે.

  • બાળકનો માતાપિતા સાથેનો સંબંધ:-

બાર મહિનાનાં બાળકના જીવનમાં માતાનું સ્થાન સૌથી અન્ય વ્યક્તિઓનો પણ પ્રવેશ થઈ શકે ચૂક્યો હોય છે જ.જ્યારે બાળક ગુસ્સે થાય ત્યારે એ સામેની વ્યક્તિને મારી પાડે, કે ક્યારેક એ ગુસ્સે થઈ ને બટકું પણ ભરી લેતુ હોય છે.એવું પણ બની શકે છે.શરૂઆતમાં આકસ્મિક્પણે જ એ આવું આવું વર્તન કરી બેસતું હોય છે. પરંતુ આગળ જતાં એનાં સ્વભાવમાં એ રૂઢ થઈ શકે છે. જો એનાં આવા વર્તનની ગંભીર નોંધ ન લેશો તો બાળક આપોઆપ એને ભુલી જશે.બાળકનાં વર્તનની કોઈપણ અણગમતી ખાસીયતને છોડાવાવા/ભૂલવવા માટે આપણે જેટલા આગ્રહી બનીએ એટલું જ એને જાળવી રાખવા માટે ખૂબ જ જક્કી બની જાય છે.

દોઢ વર્ષની ઊંમર પછી બાળકમાં જીદનાં દર્શન થવા માંડે છે. એનામાં સ્વતંત્ર વ્યક્તિત્વ અને નકારાત્મક વલણ દાખલ થાય છે.તેથી નાહવા-ધોવા, કપડા પહેરવાં,ખાવા-પિવા,ઊંધવા અને રોજ-બ-રોજ અન્ય વ્યવહારોમાં માબાપ અને બાળક વચ્ચે ધર્ષણ મંડાણ થાય છે.જ્યારે એનું ધારેલું ન થાય ત્યારે એ ચિઢાય છે.અને કજિયો કરવા લાગે છે. અને ધણીવાર એ પોતાનાં કપડાં કે અન્ય વસ્તુઓને અસ્ત્વ્યસ્ત કરી નાખે છે, કે પછી જમીન પર આળોટવા લાગે છે. અને કાં તો જોર જોરથી ખૂબ જ રડવા લાગે છે.

આ સમયે માત્ર એને સહી લેવાની જરૂર નથી.જ્યારે એની લાગણીઓને સાંભળી શકતું નથી.ત્યારે જ તેનું મગજ છટકે છે.

આવા સમયે માબાપનું એ કર્તવ્ય થઈ પડે કે એમણે બાળક સાથે બિન જરૂરી ધર્ષણ થતું હોય તેનું સમજી વિચારીને નિવારવું જોઈએ. બાળકને ના સાંભળવાની ટેવ પાડો. એક વાર તમે એને ના પાડો પછી તમારા નિર્ણયને કોઈ સંજોગોમાં નહિ. ઢીલા પોચા કે અસ્થિર નિર્ણયનાં લીધે માબાપ ક્યારેક પોતાના બાળકને ગુંચવે છે. બાળકનો ખ્યાલ રાખીને જ નિર્ણય કરવા જોઈએ,કેમકે બાળક્નું જિદ્દી વલણ તેને કોઈ કામનું નથી.

લેખિકા : તૃપ્તિ ત્રિવેદી 

બાળ સંભાળ કે આરોગ્યને લગતી માહિતી જાણવા કે વાંચવા આજે જ લાઇક કરો અમારું પેજ 

 

ટીપ્પણી