“મેકઅપ વિના સૌંદર્ય અધૂરું”….વાંચો યોગ્ય મેકઅપ કરવાની ટીપ્સ

મેકઅપ વિના સૌંદર્ય અધૂરું

તહેવારના દિવસોમાં સરસ મઝાના દાગીના અને વસ્ત્રો પહેરવાનું કોને ન ગમે. પણ સુંદર દેખાવા માટે શું આકર્ષક વસ્ત્રાભૂષણો પૂરતાં છે? ના, સુંદર પરિધાન અને અલંકાર સાથે મેકઅપ પણ આવશ્યક છે. પણ મેકઅપ કરવો શી રીતે? મેકઅપ કરવો એ એક કળા છે. વ્યવસિૃથત રીતે કરેલો મેકઅપ સાધારણ દેખાવની યુવતીને પણ સુંદર બનાવી દે છે. જ્યારે સુંદર માનુની વધુ આકર્ષક દેખાય છે.

પણ ઘણી માનુનીઓ મેકઅપ શી રીતે કરવો તે બાબતે મુંઝવણ અનુભવે છે. વાસ્તવમાં મેકઅપ કરવાની ચોક્કસ રીત હોય છે. આ પધૃધતિ પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ મેકઅપ કરો તો ચહેરાનું સૌંદર્ય ખીલી ઉઠે છે. સૌથી પહેલા ચહેરાને ક્લિન્ઝર વડે ક્લિન કરી લો. ત્યાર પછી સમગ્ર ચહેરા પર ફાઉન્ડેશનના ટપકાં કરો. આ ફાઉન્ડેશન આંગળીઓના ટેરવાંથી હળવે હળવે આખા ચહેરા પર ફેલાવો. ફાઉન્ડેશન ફેલાવવા માટે સ્પંજનો ઉપયોગ પણ કરી શકાય. જો સ્પંજ વડે ફાઉન્ડેશનને ચહેરા પર પ્રસરાવવું હોય તો સ્પંજ ભીનું કરવાનું ન ભૂલવું. ફાઉન્ડેશન હમેશાં નીચે તરફ ફેલાવો. ગમે તે રીતે ફાઉન્ડેશન ફેલાવવાથી ચહેરા પર લિસોટા પડી ગયા હોય એવું દેખાશે. ફાઉન્ડેશન લગાવી લીધા પછી નાના બ્રશ અથવા આંગળીઓ વડે આંખોની આસપાસ કન્સીલર લગાવો અને તેને આંગળીઓ વડે હળવેથી બ્લેન્ડ કરો. અન્ય મેકઅપ કરવાથી પહેલા સમગ્ર ચહેરાને સારી રીતે જોઈ લો. ક્યાંય કોઈ ડાઘ-ધાબા તો નથી દેખાતા ને. જો ફાઉન્ડેશન લગાવ્યા પછી ચહેરા પર ડાઘ-ધાબા દેખાય તો કન્સીલર વડે તેને ઢાંકી દો. નાના બ્રશ આૃથવા સ્પંજ વડે જ્યાં ડાઘ-ધાબા દેખાતા હોય તે જગ્યા ઢાંકી દો. ખાસ કરીને જોલાઈન નીચે અને નાકની આસપાસ કન્સીલર લગાવો. ત્યાર પછી આંગળીઓ વડે હળવેથી થપથપાવો, જેથી તે ચહેરા પર બરાબર સેટ થઈ જાય. આંખોની આજુબાજુ કન્સીલર અને ફાઉન્ડેશન સેટ કરવા માટે એક નાના બ્રશને લુઝ પાવડરમાં બોેળીને તે હળવેથી ડસ્ટ કરો.

લુઝ પાવડર એકદમ પ્રમાણસર લો. જો વધુ લાગી જશે તો ચહેરો ભદ્દો લાગશે. આટલું કર્યા પછી ફાઉન્ડેશન અને કન્સીલરને સેટ કરવા માટે ફાઉન્ડેશન સાથે મેળ ખાતું ટ્રાંસ્લુસેંટ પાવડર લગાવો. પણ પાવડર એકદમ પ્રમાણસર હોય તેનું ધ્યાન રાખો. વધારે પાવડર લગાવવાથી ચહેરાની કુદરતી ચમક નથી દેખાતી. એક મોટા ગોળ બ્રશથી થોડું ટ્રાંસ્લુસેંટ પાવડર ડસ્ટ કરો. જો મેટ ફિનિશ જોઈતી હોય તો થોડું પાવડર પફ લગાવો. લિપસ્ટિક મેકઅપનો મહત્ત્વનો ભાગ છે. આટલું કર્યા પછી લિપ લાઈનર લગાવીને પછી લિપસ્ટિક લગાવો. પરંતુ તમને એવો વિચાર પણ આવશે કે આ મેકઅપ કેટલા કલાક ટકશે? ચિંતા કરવાની જરૃર નથી. પ્રસંગોપાત આખો દિવસ તમારો ચહેરો આકર્ષક લાગે તે માટે મેકઅપ પર નજર રાખો. ટચ અપ માટે એક સ્ટિક ફાઉન્ડેશન તમારી સાથે રાખો. જરૃર પડયે સ્ટિક ફાઉન્ડેશન વડે ટચ અપ આપો પણ પાવડરનો વધારે પડતો ઉપયોગ કરવાનું ટાળો.

ઈચ્છા પૂરી કરવા માટે તમે મેકઅપ તો જરૂર કરતા જ હશો . પરંતુ જો મેકઅપ ત્વચાની પકૃતીને અનુરૂપ કરવામાં આવે તો મેકઅપ લાંબા સમય સુધી ટકી રહેશે. અને તમે રિલેકસ પણ મહેસુસ કરશો. દરેક વ્યક્તિની ત્વચાઅલગ હોય છે. તેથી મેકઅપ કરતી સમયે ત્વચા કેવા પ્રકારની છે તે વાતને પણ ધ્યાન રાખીને મેકઅપ કરવો જોઈએ. જેથી મેકઅપ વધારે ખુબસૂરત દેખાય.

 • ડ્રાય સ્કિન :

જો આપની ત્વચા ડ્રાય  છે તો મેકઅપ કરતા સમયે તમારે કેટલીક વિશેષ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

એવાં મેકઅપ પ્રોસક્સનો ઉપયોગ કરો જે ક્રીમ બેસ્ડ હોય.

મેકઅપ કરતી સમયે સૌથી પહેલા ક્લીન્ઝિંગ મિલ્કથી તમારી ત્વચાને ક્લીન કરો.

ફેઈસ ક્લીન કર્યા પછી તમારા ચહેરા પર એવી રીતે મોઈશ્ચરાઈઝર લગાવવાથી તમારી ત્વચાની  કોમળતા જળવાઈ રહેશે. મેકઅપ કરતી વખતે ચહેરા પર બેઝ બનાવો.

કાજલ પેન્સિલ અથવા આઈલાઈનરથી આંખોને સુંદર આકાર આપો.જો આંખો મોટી હોય તો કાજલ   પણ આંખોમાં  ભરી શકો છો. આંખોની સુંદરતા માટે ક્રીમ બેસ્ડ આઈ શેડો લગાવો. આપની ત્વચા ડ્રાય છે માટે તમારે બ્લશઓન પણ ક્રીમ બેસ્ડ લગાવવું જોઈએ. હોઠોને સજાવતી વખતે તમારા માટે સારૂં રહેશે કે તમે લિક્વિડ લિપ્સ્ટિક અથવા લિપગ્લોસથી હોઠોથી સજાવો. શરીરનાં ખુલ્લ ભાગ કે જ્યાં  કે જ્યાં સૂર્યની રોશની પડે છે ત્યાં સનસ્કીન ક્રીમ લગાવવું.

ઓઈલી સ્કિન :

જો આપની ત્વચા ઓઈલી છે તો મેકઅપ કરતી સમયે સૌથી પહેલા તમારી ત્વચાને એસ્ટ્રીજિન્ટ થી સાફ કરો. થોડીવાર ફલિંગ પેડ તમારી ત્વચા પર રાખો , પછી તેને પ્રાકૃતિક હવામાં સુકાવા દો.

ટુ વે કેકના સ્પંજને પાણીમાં બોળીને નીચોવી લો, પછી તેનાથી ટુ વે કેક એવી રીતે લગાવો ત્વચામાં તે મર્જ થઈ જાય.વોટર પ્રૂફ આઈલાઈનર આંખોને સુંદર આકાર આપો. જો આંખો મોટી હોય તો વોટરપ્રૂફ કાજલ લગાવો.મસ્કરા પણ વોટરપ્રૂફ લગાવવું જોઈએ.હોઠોનો શૃંગાર કરતી વખતે લિપ લાઈનરથી હોઠોને ચારે તરફ  મેકઅપ કરવો તો એક કળા છે જ પરંતુ તેને સાચવવો અને નાની નાની બાબતોનું ધ્યાન રાખવું એ પણ સમય અને હોંશિયારી માંગી લેતી બાબત છે.

 • મેકઅપ કરતાં પહેલાં આપની ત્વચા પર ૫-૧૦ મિનિટ સુધી બરફ લગાવો. એના પછી મેકઅપ કરવાથી મેકઅપ લાંબા સમય સુધી ટકે છે.
 • અગર આપ ઇચ્છતા હોવ કે આઈબ્રોઝના વાળ શાઈની દેખાય તો આઈબ્રોઝ પર થોડીક આઈક્રીમ એપ્લાય કરો.
 • જ્યારે ઉતાવળમાં હોવ અને આંખોના મેકઅપ માટે વધારે સમય ન મળે તો બ્રાઉન આઈશેડોનો એકદમ ડાર્ક શેડ લો અને આઈ લીડ પર બ્રશની સહાયતાથી સ્પંજ કરો. બહુ જ વધારે મસ્કરા લગાવો અને નીચેની લીડ પર કાજળ લગાવો.
 • સ્મોકી લુક ઇચ્છતા હોવ તો કોટન બડ (ઈયર બડ)થી કાજળને આઈલીડ પર રગડો. હવે જે લિપ પેન્સિલ આપના લિપ પર એપ્લાય કરશો એ જ લિપ પેન્સિલને કાજળ પર હાળવાશથી રગડો અને કોટન બડથી સ્પંજ કરી દો.
 • જો આપનું આઈલાઈનર સુકાઈ ગયું હોય અને લગાવતાં ત્વચા ખેંચાતી હોય તો લગાવતાં પૂર્વે તેને થોડીક વાર માટે બલ્બની પાસે મૂકી રાખો.
 • જો બ્લશ ઓન પર્સમાં રાખવાનું ભૂલી ગયા હોવ અને ઓફિસથી સીધા જ કોઈ પાર્ટીમાં જવાનું હોય, તો સ્મૂધ લિપસ્ટિકને ક્રીમ બ્લશની માફખ ગાલ પર લગાવો.
 • ઓફિસ પાર્ટી માટે મેકઅપ કરતી વખતે બ્લશર અવશ્ય ઉપયોગમાં લો. જે આપને ડ્રેસી અને પોલિશ્ડ લુક આપશે.
 • જો આપનું કોમ્પ્લેક્શન ગોરું હોય તો ક્યારેય પણ ડાર્ક કલરની લિપસ્ટિક ન લગાવો. ફેયર કોમ્પ્લેક્શન પર લાઈટ શેડ્સ સૂટ કરે છે. એ જ રીતે ઘઉંવર્ણ કોમ્પ્લેક્શન પર ડાર્ક શેડ જેવાં કે રેડ, પ્લમ કે ડાર્ક બ્રાઉન શેડ્સની લિપસ્ટિક સૂટ કરે છે.
 • લિપસ્ટિકનો શેડ હોઠના શેપને ધ્યાનમાં રાખીને પસંદ કરો. જો આપના હોઠ જાડા હોય તો ડાર્ક લિપસ્ટિક લગાવો. લાઈટ શેડથી હોઠ વધુ જાડા લાગે છે, જ્યારે ડાર્ક શેડ્સથી હોઠ પાતળા દેખાશે.

 • આઈલાઈનર એપ્લાય કરતી વખતે પોપચાં ક્યારેય ખેંચશો નહીં, એનાથી લાઈનરનો શેપ ખરાબ થઈ જશે.

લેખન.સંકલન : તૃપ્તિ ત્રિવેદી

ગ્લેમર એન્ડ બ્યુટીને લગતી માહિતી વાંચવા માટે લાઇક કરો અમારું પેજ

ટીપ્પણી