વ્હાઇટ હાઉસમાં કોરોનાની એન્ટ્રી: ડોનાલ્ડ અને મેલાનિયા ટ્રમ્પ કોરોના પોઝિટિવ, ડોનાલ્ડ ટ્રમ્પે પોતે આ અંગે આપી માહિતી

કોરોના વાયરસનો કહેર સૌથી વધુ અમેરિકામાં જોવા મળ્યો છે. અત્યાર સુધીના સૌથી વધુ મોત અને સૌથી વધુ કેસ પણ અમેરિકામાંથી જ નોંધાય છે. ત્યારે હવે કોરોના વાઈટ હાઉસ સુધી પહોંચી ગયો છે. જેના કારણે રાષ્ટ્રપતિ ટ્રમ્પ પણ તેમની પત્ની સાથે કોરોન્ટાઇન થવું પડ્યું છે.

image source

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની પત્ની મેલાનિયાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. શુક્રવારના રોજ સવારે ડોનાલ્ડ ટ્રમ્પે આ અંગે માહિતી આપી છે. આ સાથે ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે તેઓ અને ફર્સ્ટ લેડી અગામી થોડા દિવસો સુધી ક્વોરેન્ટાઈન જ રહેશે.

image source

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની અંગત સલાહકારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ રિપોર્ટ સામે આવ્યા બાદ રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને તેમની પત્ની મેલાનિયા ટ્રમ્પે આસોલેશનમાં છે. નોંધનીય વાત એ છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની અંગત સલાહકાર હોપ હિક્સને કોરોનાનો ચેપ લાગ્યો છે. થોડા દિવસોથી કોરોનાના લક્ષણો જણાયા પછી હિક્સે તેનો ટેસ્ટ કરાવ્યો હતો.

image source

જણાવી દઈએ કે હોપ હિક્સ એરફોર્સ વનમાં યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે નિયમિત પ્રવાસ કરે છે. તાજેતરમાં હોપ હિક્સ અન્ય વરિષ્ઠ સાથીદારો સાથે પ્રેસિડેંટ ડિબેટમાં ભાગ લેવા માટે ક્લીવલેન્ડ ગઈ હતી. વ્હાઇટ હાઉસે એક નિવેદનમાં કહ્યું છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ તેમના અને અમેરિકન લોકો માટે કામ કરતા બધા લોકોના સ્વાસ્થ્ય અને સલામતીને ખૂબ જ ગંભીરતાથી લે છે.

હોપ હિક્સનો રિપોર્ટ જ્યારે પોઝિટિવ આવ્યો ત્યારે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વિટ કરીને લખ્યું હતું કે, કામમાંથી બ્રેક લીધા વિના ખૂબ જ મહેનત કરનાર હોપ હિક્સ કોરોના પોઝિટિવ બની છે. હવે ફર્સ્ટ લેડી અને હું પણ કોરોના ટેસ્ટના રિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ. આ દરમિયાન અમે અમારી જાતે જ આસોલેટ થયા છીએ.

આ વર્ષે જ હોપ હિક્સ ખાનગી ક્ષેત્રમાં કામ કર્યા પછી વ્હાઇટ હાઉસ પરત ફરી હતી. તેમને યુએસ રાષ્ટ્રપતિના અંગત સલાહકાર બનાવવામાં આવ્યા છે. આ પહેલા તે વ્હાઇટ હાઉસના ડિરેક્ટર કમ્યુનિકેશન્સ તરીકે કામ કરતી હતી. હોપ હિક્સ ટ્રમ્પના 2016 ના રાષ્ટ્રપતિ અભિયાનના પ્રવક્તા હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ