ટ્રમ્પની એનઆરઆઈ કોર ટીમમાં બે પટેલોનો છે દબદબો, જાણો કોણ છે તે…

ટ્રમ્પની કોર ટીમમાં ભારેતીયોનો દબદબો – બે પટેલોને મળી છે મહત્ત્વની પોસ્ટ, ટ્રમ્પના ભારત પ્રવાસમાં જોડાઈ શકે છે

ધી પ્રેસિડેન્ટ ઓફ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા એટલે કે ડોનાલ્ડ ટ્રમ્પ 2 દિવસ માટે ભારતના પ્રવાસે આવી રહ્યા છે. અમેરિકન રાષ્ટ્રપતિ આવે તે પહેલાં તેમના કાંફલા આવવા લાગ્યા છે. અને ભારતીય સરકાર તરફથી તો બધી જ તૈયારીઓ પુરજોશમાં ચાલી જ રહી છે પણ સાથે સાથે ટ્રમ્પની સુરક્ષાને લઈને અમેરિકન સુરક્ષા એજન્સી પણ મહત્વના પગલાં લઈ રહી છે.

image source

ટ્રમ્પ પોતાની સાથે પોતાની કોર ટીમના 8 એનઆરઆઈ સભ્યોને પણ સાથે લાવી રહ્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે. આ ટીમના સભ્યો સીધા જ દેશની રાજધાની દિલ્હી પહોંચશે તેવું જણાઈ રહ્યું છે, જ્યાં તેઓ દેશના વેપાર વાણિજ્યના પ્રતિનિધિઓથી માંડીને કેટલીક ખાસ હસ્તીઓની મુલાકાત લેશે અને કેટલી બેઠકો પણ કરશે.

એનઆરઆઈ કોર ટીમમાં બે પટેલોનો છે દબદબો

Bimal Patel
image source

ટ્રમ્પની આ કોર ટીમમાં ટ્રેઝરી ફોર ફાયનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટના જોઈન્ટ સેક્રેટરી બિમલ પટેલ, રાષ્ટ્રિય સુરક્ષા પરિષદના સભ્ય અને ડોનાલ્ડ ટ્રમન્પના ખાસ સલાહકાર કાશ પટેલની સાથે સાથે પરમાણુ ઉર્જા વિભાગના નાયબ પ્રધાન રીટા બરણવાર, બ્યુરો ઓફ ઇકોનોમિક એન્ડ બિઝનેસ અફેર્સના જોઇન્ટ સેક્રેટરી મનિષા સિંહ, એશિયન અમેરિકન અને પેસિફિક આઇલેન્ડર્સ સલાહકાર પંચના સભ્ય પ્રેમ પરમેશ્વરન, ફેડરલ કોમ્યુનિકેશન કમિશનના ચેરમેન અજીત પાઈ, મેન્ટલ હેલ્થ સર્વિસિઝ સાથે સંકળાયેલા શિવાંગી સંપત અને સેન્ટર ફોર મેડિકેર એડ મેડિકેટ સર્વિસિઝના ચેરમેનસીમા વર્મા પણ જોડાશે તેવી શક્યતા છે.

image source

વ્હાઇટ હાઉસમાં મહત્ત્વની પોસ્ટ ધરાવતા કશ્યપ પટેલ ઉર્ફ કાશ પટેલ યુ.એસમાં જન્મેલા અને મોટા થયેલા મૂળ ભારતિય અમેરિકન છે. તે મૂળે વડોદરાના છે, તે NSC (નેશનલ સીક્યોરીટી કાઉન્સીલ)માં કાઉન્ટર ટેરેરિઝમના સિનિયર ડીરેક્ટર રહી ચુક્યા છે. તેમનો જન્મ ન્યૂ યોર્ક સિટીમાં થયો છે અને તેમણે શાળાનો અભ્યાસ ગાર્ડન સિટી હાઇસ્કૂલથી પૂર્ણ કર્યો છે. તેમણે 2002માં યુનિવર્સિટિ ઓફ રિચમોન્ડથી ગ્રેજ્યુએશન કર્યું છે અને યુનિવર્સિટિ કોલેજ લંડન ફેકલ્ટી ઓફ લૉમાંથી ઇન્ટરનેશનલ લોનું સર્ટિફિકેટ મેળવ્યું છે. અને 2005માં પેસ યુનિવર્સિટિની લો સ્કૂલમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે.

image source

ડોનાલ્ડ ટ્રમની કોર ટીમના બીજા સભ્ય બીમલ પટેલની વાત કરીએ તો તેઓ ટ્રેઝરી ફોર ફાયનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટના જોઈન્ટ સેક્રેટરી પદ પર ફરજ નિભાવી રહ્યા છે. 32 વર્ષિય બિમલ પટેલે પોતાની બી.એની ડીગ્રી સ્ટેનફોર્ડ યુનિવર્સિટિમાંથી મેળવી હતી. M.P.P હાવર્ડ યુનિવર્સિટિની કેનેડી સ્કૂલ ઓફ ગવર્નમેન્ટમાંથી મેળવ્યું છે અને J.D જ્યોર્જટાઉન યનિવર્સિટિ લો સેન્ટરમાંથી મેળવ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ