જલ્સા કરોને જેંતીલાલ

ટ્રમ્પ-મોદીના રોડ શો પર આ વસ્તુઓ પર છે પ્રતિબંધ, મારી લો તમે પણ એક નજર

ટ્રમ્પ-મોદીના રોડશોના રૂટ પર થઈ જશે મોબાઈલબંધ – મોટેરા નજીક કોઈ નાગરિક બિલ્ડિંગ પર ઉભો નહીં રહી શકે, વિશ્વની મહાશક્તિના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમની સુરક્ષા માટે અમદાવાદને ફેરવવામાં આવ્યું અભેદ્ય કિલ્લામાં

જેમ મોદી હાઉડી મોદી ઇવેન્ટમાં અમેરિકાના પ્રવાસે ગયા હતા તેવી જ રીતે નમસ્તે ટ્રમ્પના કાર્યક્રમમાં ટ્રમ્પ અમદાવાદ શહેરમાં આવી રહ્યા છે. અને ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વની મહાશક્તિના પ્રમુખ હોવાથી તેમની સુરક્ષા માટે તેઓ જ્યાં જ્યાં પણ શ્વાસ લેશે તે જગ્યાને અભેદ કિલ્લાની જેમ સુરક્ષિત કરવાની વ્યવસ્થા થઈ રહી છે.

image source

આ જ સુરક્ષાના પગલા હેતુ ટ્રમ્પ જ્યારે વડાપ્રધાન મોદી સાથે શહેરના માર્ગો પર રોડ શો કરશે ત્યારે તેમના કાફલા પર સેટેલાઇટ થ્રૂ નજર રાખવામાં આવશે અને આ દરમિયાન અમદાવાદ તેમજ ગાંધીનગરની પેલીસ કમિશ્નરની કચેરી તેમજ વોશિંગ્ટનનો કંટ્રોલ રૂમ સતત એકબીજાના સંપર્કમાં રહેશે જેથી કરીને સુરક્ષામાં કોઈ કમી ન રહે. અને તેને લઈને અમદાવાદના આકાશમાં અત્યારથી જ હેલિકોપ્ટરો ચક્કર મારીને એકધારું પેટ્રોલીંગ કરી રહ્યા છે.

રોડશોના માર્ગનું સેટેલાઈટ દ્વારા થઈ રહ્યું છે સ્કેનિંગ

image source

અમેરિકન પ્રેસિડેન્ટની સાથે સાથે તેમના પત્ની એટલે કે અમેરિકન ફર્સ્ટ લેડી પણ અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે અને તેમની સુરક્ષા હેતુ અમદાવાદમાં અમેરિક સિક્રેટ એજન્સીઓએ અગાઉથી જ પધરામણી કરી દીધી છે અને અત્યારથી જ પુર્ણ સુરક્ષા માટે ગાંધીઆશ્રમ અને મોટેરા સ્ટેડિયમને પોતાના કબજામાં કરી લીધું છે.

અમદાવાદના પોલીસ કર્મચારીઓને અમેરિકન પ્રેસિડેન્ટની સુરક્ષાના પ્રોટોકોલ મુજબ જ સિક્રેટ સર્વિસ એજન્ટો ગુજરાત પેલીસે કેવી રીતે વર્તવું તે વિષેનું માર્ગ દર્શન આપ્યું છે. પોતાના અદ્યતન સુરક્ષા ઉપકરણો દ્વારા તેમણે સમગ્ર રોડ શોના માર્ગનું સ્કેનિંગ કરી લીધું છે. અને તે જ સ્કેનીંગ હવે સેટેલાઇટથી પણ કરવામા આવશે. અને બધી જ સુરક્ષા જડબેસલાક હોવાની ખાતરી થયા બાદ જ એરપોર્ટથી ટ્રમ્પ રોડ શોની શરૂઆત કરશે.

image source

રોડશોના રૂટ પર નહીં થઈ શકે તમારો મોબાઈલ ચાલુ

સમગ્ર રોડ શોના રૂટ પર જગ્યાએ જગ્યાએ જામર લગાવવામાં આવશે. જેથી કરીને ત્યાં હાજર કોઈ પણ વ્યક્તિ પોતાના ફોન ઓપરેટ નહીં કરી શકે. આ જામરના કારણે કોઈ ડ્રોન પણ નહીં ઉડાવી શકે. આપણે સારી રીતે જાણીએ છે કે હવે ડ્રોન દ્વારા પણ વિવિધ પ્રકારના હૂમલા કરવામાં આવી રહ્યા છે અને મોબાઈલ ફોનને પણ વિસ્ફોટકો માટે રીમોટ બનાવવામાં આવી રહ્યા છે તો આ જામરોના કારણે કશું જ ઓપરેટ નહીં થઈ શકે અને તમારા મોબાઈલ પણ બંધ રહેશે. તમે વિડિયો તો ઉતારી શકશો પણ તમે તેને લાઈવ સ્ટ્રીમ નહીં કરી શકો કારણ કે તેમાં નેટવર્ક જ નહીં હોય. આ ઉપરાંત ચહેરો ઓળખતા કેમેરા પણ લગાવવામાં આવ્યા છે જેથી કરીને ગુનેગારોના ચહેરા ઓળખી શકાય.

ડોનાલ્ડ ટ્રમ પોતાની જ બુલેટપ્રુફ ગાડીમાં અમદાવાદમાં ફરશે

image source

પ્રેસિડેન્ટ ટ્રમ્પ પોતાના એરફોર્સ વનમાં આવશે પણ તેમની કાર તેમજ તેમની સુરક્ષા માટેના હથિયારો તે અગાઉ જ હરક્યુલસ નામના વિમાનમાં આવી પહોંચશે. હરક્યુલસ પ્લેનમાં એર એમ્બ્યુલન્સ પણ રાખવામાં આવી છે જે જરૂર પડ્યે પ્રેસિડેન્ટની સુરક્ષા માટે તેનાત રહેશે. પ્રેસિડેન્ટ ટ્રમ્પ બિસ્ટ કારમાં અમદાવાદ એરપોર્ટથી સ્ટેડિયમ સુધી પહોંચશે.

મોટેરા સ્ટેડિયમ આસપાસ ગોઠવવામાં આવી રહી છે અભેદ્ય કિલ્લા જેવી સુરક્ષા

ટ્રમ્પ જેવા જ લાખોની પ્રજાને સંબોધવા મોટેરા સ્ટેડિયમ પર પહોંચશે ત્યાર બાદ સ્ટેડિયમની આસપાસ આવેલી બહુમાળી ઇમારતો પર કોઈ જ વ્યક્તિને ઉભી રહેવા દેવામાં નહીં આવે. ખાસ તકેદારી લેવા માટે બહુમાળી મકાનોના ધાબા પર પણ પોલીસ પોઇન્ટ ગોઠવવામાં આવી રહ્યા છે. આ જ વિસ્તારમાં હેલિકોપ્ટર દ્વારા એર પેટ્રોલિંગ પણ શરૂ થઈ ગયું છે. ટ્રમ્પ ના આગમન બાદ વાયુસેનાના ત્રણ હેલિકોપ્ટરો પણ અમદાવાદના આકાશમાં સતત પેટ્રોલિંગ કરતા રહેશે.

image source

કોઈ પણ અકસ્માત કે ઘટનાને ટાળવા માટે 100થી વધારે ફાયર બ્રિગેટના જવાનો તૈનાત રહેશે

ડોનાલ્ડ ટ્રમન્પની સુરક્ષા માટે વિશ્વના સૌથી વિશાળ ક્રીકેટ સ્ટેડિયમ એવા મોટેરા સ્ટેડિયમ ખાતે અદ્યતન ફાયર સિસ્ટમના સાધનોથી સજ્જ સ્પેશિયલ રૂમ તૈયાર કરવામાં આવ્યો છે. આ સ્ટેડિયમમાં એક લાખ કરતાં પણ વધારે લોકો હાજર રહેશે. તે સિવાય રોડ શો દરમિયાન પણ લાખોની મેદની રોડના કીનારે ઉભેલી હશે અને સુરક્ષાના હેતુસર રસ્તામાં આવતા દરેક ફાયરસ્ટેશનને એલર્ટ પર રાખવામાં આવશે. અને સાથે સાથે ફાયર બ્રિગેડના 100 જવનોને પણ તેનાત રાખવામાં આવશે. આ સિવાય સાબરમતી નદીમાં પણ બોટ સાથે ફાયર બ્રિગેટના જવાનો તૈયાર રહેશે અને પેટ્રોલિંગ પણ કરશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version