નમસ્તે ટ્રમ્પની સાઇડ ઇફેક્ટ્સ, કોર્પોરેશને બુલ્ડોઝર ફેરવવા હોય તો ફેરવે અમે ઘર ખાલી નહીં કરીએ

નમસ્તે ટ્રમ્પની સાઇડ ઇફેક્ટ્સ – કોર્પોરેશને બુલ્ડોઝર ફેરવવા હોય તો ફેરવે અમે ઘર ખાલી નહીં કરીએ

આખુંએ અમદાવાદ અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના આગમની તૈયારીમાં લાગી ગયું છે. અને મોટેરા સ્ટેડિયમ કે જ્યાં 24મી ફેબ્રુઆરીએ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન મોદી લોકોને સંબોધશે તે જ સ્ટેડિયમની આસપાસની ઝૂપડપટ્ટીઓને ખાલી કરાવવાની કોર્પોરેશને નોટીસ રેહવાસીઓને આપી દીધી છે.

image source

આ ઝૂપડપટ્ટીમાં અંદાજે 150 પરિવારો રહે છે જેમાંથી લગભગ 45-50 પરિવારોને પોતાના ઘર ખાલી કરી દેવા જણાવવામાં આવ્યું છે અને રીતસરની નોટીસ જ ફટકારવામાં આવી છે. તમને જણાવી દઈએ કે આ ઝૂપડપટ્ટીના લોકો દાડીયુ કરીને પેટિયુ રળે છે. અહીં રહેતા લોકો પોતાનો વિરોધ દર્શાવતા જણાવે છે કોર્પોરેશનો બુલ્ડોઝર કે જેસીબી ફેરવીને ઘરની સાથે અમને પણ ધૂણધાણી કરે દે તો પણ અમે જગ્યા ખાલી નહીં કરીએ.

અહીંના રહેવાસીઓની એવી પણ ફરિયાદ છે કે તેમને સીધા જ ઘર ખાલી કરી દેવાની નોટીસ ફટકારવામાં આવી છે તે માટેની બીજી કોઈ રહેવાની વ્યવસ્થા પણ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી નથી અને તેમના કહેવા પ્રમાણે તેમણે જાતે જ પોતાના રહેવાની વ્યવસ્થા કરી લેવી પડશે. આ જગ્યા ખાલી કરવા માટે કોર્પોરેશને તેમને સાત દિવસનો સમય આપ્યો છે.

image source

કોર્પોરેશનનું આ બાબતે એવું કહેવું છે કે આ જગ્યાએ ભવિષ્યમાં ટાઉન પ્લાનિંગ કરવામાં આવશે માટે અહીંથી ઝૂપડપટ્ટીઓ ખાલી કરાવવામાં આવી રહી છે. તો બીજીબાજુ સ્થાનિકોનું કહેવું છે કે તેમને મકાનો ખાલી કરવા પાછળ કોઈ પણ કારણ જણાવવામાં આવ્યું નથી.

સ્થાનિકો કોઈ પણ ભોગે પોતાના ઘર છોડવા તૈયાર નથી. તેઓ પોતાના ઘર બચાવવા માટે મરવા પણ તૈયાર થઈ ગયા છે. તેમના મતે જો તેમના માથા પર છત જ નહીં રહે તો તેઓ કેવી રીતે જીવી શકશે તે સૌથી મોટી સમસ્યા છે જે કોઈ પણ સામાન્ય વ્યક્તિને હોઈ શકે છે. જો સરકાર તેની જગ્યાએ બીજે જગ્યા આપી રહી હોય તો તેઓ જવા તૈયાર છે પણ સરકાર તરફથી તેવી કોઈ જ ધરપત આપવામાં નથી આવી.

બીજી બાજુ સ્થાનિકોનું એવું કહેવું છે કે ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી આવવાના હોવાથી આ ઘરો ખાલી કરાવાઈ રહ્યા છે. દેશની ગરીબી અમેરિકાના પ્રમુખ ન જોઈ જાય તે માટે ઝૂપડપટ્ટીઓ હટાવવામાં આવી રહી છે. હવે હકીકત શું છે તે તો કોર્પોરેશન જ જાણે પણ હાલ ટ્રમ્પ આવવાના હોવાતી અમદાવાદની સુરક્ષા પણ જડબેસલાક કરવામાં આવી છે ચાલો જાણીએ ટ્રમ્પની સુરક્ષા માટે શું વ્યવસ્થા થઈ રહી છે.

ટ્રમ્પ માટે જોરશોરથી ચાલી રહી છે તૈયારી

image source

ડીસીપી વિજય પટેલના જણાવ્યા પ્રમાણે ટ્રમ્પની મુલાકાત દરમિયાન 25 આઈપીએસ અધિકારીઓની સાથે સાથે 65 એસીપી કક્ષાના પોલીસ અધિકારીઓ તેમજ 200 પોલીસ ઇન્સ્પેક્ટરોની સાથે સાથે 800 પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને 10,000 જેટલા સુરક્ષાકર્મીઓ સુરક્ષા માટે તેનાત રહેશે.

મળેલી માહિતિ પ્રમાણે એરપોર્ટ રોડ શો, ગાંધી આશ્રમ અને મોટેરા સ્ટેડિયમ માટે પાંચ મોટી સુરક્ષા ટુકડીની રચના કરવામાં આવી છે. તેની સાથે સાથે એનએસજીના સુરક્ષા જવાનો અને એનએસજી એન્ટિ-સ્નાઇપરની ખાસ ટુકડી પણ રાખવામાં આવી છે.

image source

આ સિવાય બે ડોગ સ્ક્વોડ સાથે બોમ્બ ડિટેક્શન અને ડિસ્પોઝલની 10 ટીમોને પણ તેનાત રાખવામાં આવશે. તેમજ જ્યાં જ્યાંથી મોદી-ટ્રમ્પનો કાફલો પસાર થશે તે રોડની કીનારીએ આવેલા મકાનોમાં રહેતા ભાડુઆતોનું ચેકિંગ પણ કરવામા આવી રહ્યું છે જેના માટે પિનાક સોફ્ટવેરની મદદ લેવામાં આવી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ