IRCTC લાવ્યુ છે કેરાલા ફરવાનું સાવ સસ્તુ પેકેજ, જેમાં તમે માણી શકશો HOUSEBOATની પણ મજા, જાણો બધી વિગતો

હરવા ફરવાના શોખીન લોકોને જાણ હશે જ કે IRCTC અવારનવાર દેશભરમાં વિવિધ પર્યટન સ્થળોએ યાત્રા કરવા માટે એકથી એક ચડિયાતા અને આકર્ષક પ્લાન અને પેકેજ રજૂ કરે છે. ત્યારે તાજેતરમાં જ IRCTC એ કેરળનું એક ટુર પેકેજ રજૂ કર્યું છે જે અંતર્ગત યાત્રીઓને કેરળની પ્રખ્યાત હાઉસબોટમાં ફેરવાની ઓફર આપવામાં આવી રહી છે. ત્યારે આજના આ આર્ટિકલમાં આપણે આ પેકેજ વિશે વિસ્તૃત વિગત જાણીશું.

image soucre

ચા ના બગીચાઓ, બેક વોટર અને મસાલાઓ સિવાય કેરળમાં અન્ય એવા સ્થાનો પણ આવેલા છે જેના કારણે તે જગપ્રસિદ્ધ છે. જેમ કે અલેપ્પી શહેર. આ શહેર બેકવોટરની વિશેષતાને કારણે પર્યટકોમાં ફેવરિટ છે અને એ સિવાય અહીંની અન્ય એક વિશેષતા અહીંની Kettuvallam એટલે કે હાઉસબોટમાં ફરવાનો અનુભવ દરેક પર્યટક માટે યાદગાર બની રહે છે.

image soucre

એટલું જ નહીં પણ હાઉસબોટની અંદર લાજવાબ અને સ્વાદિષ્ટ ભોજનની સાથે સાથે અન્ય સુવિધાઓ પણ મળે છે. એ સિવાય કેરળમાં આવેલું થેક્કડી ત્યાંની પેરીયાર વાઈલ્ડલાઈફ સેન્ચુરીને કારણે પ્રખ્યાત છે જ્યાં પર્યટકોને મુક્તપણે હરતા ફરતા હાથીઓ જોવાનો પણ લહાવો મળે છે અને તેઓ હાથીની સવારી પણ કરી શકે છે. અહીંના ગીચ જંગલો પણ જોવાલાયક છે.

image soucre

વાઈલ્ડલાઈફ ગેટવે માટે એક સારી જગ્યા છે અને અહીંથી નીલગીરીના સુંદર પહાડો પણ નિહાળી શકાય છે. કેરળનું કોચ્ચી પણ ટુરિસ્ટ માટે એક્ટીવીટી હબ છે અને અહીં પણ વર્ષે મોટી સંખ્યામાં પર્યટકો આવતા હોય છે. એ ઉપરાંત કેરળનું મુન્નાર ચા ના ઉત્પાદન માટે દેશ વિદેશમાં પ્રખ્યાત છે. ખાસ કરીને આ જગ્યા પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતા સ્થળોની શોધખોળમાં રહેતા પ્રવાસીઓ માટે લાજવાબ છે. કારણ કે અહીં ગીચ જનહાલ, પહાડો, અને સમુદ્રી કિનારો છે. અહીં ફરવા માટે IRCTC એ જે આકર્ષક ટુર પેકેજ રજૂ કર્યું છે તેનો લાભ પણ લેવા જેવો છે. શું છે એ પેકેજની વિગત ચાલો જાણીએ.

પેકેજ ડિટેલ

image soucre

આ પેકેજમાં આવતા ડેસ્ટિનેશન પ્લેસ – કોચ્ચી, મુન્નાર, થેક્કડી, અલેપ્પી

 • ફ્રિકવન્સી – દરરોજ
 • ટ્રાવેલિંગ મોડ – બાય રોડ
 • કલાસ – કમ્ફર્ટ
 • પેકેજ ટેરીફ – કલાસ – કમ્ફર્ટ – ઓક્યુપેંસી
 • 1 થી 3 વ્યક્તિ
 • સિંગલ – 39330/-
 • ડબલ – 19917/-
 • ત્રિપલ – 15124/-
 • ચાઈલ્ડ વિથ બેડ – (5-11 Yrs) – 5536/-
 • ચાઇલ્ડ વિધાઉટ બેડ – (5-11 Yrs) – 3141/-
image soucre

4 થી 6 વ્યક્તિ

 • ડબલ – 17875/-
 • ત્રિપલ – 15866/-
 • ચાઈલ્ડ વિથ બેડ – 5536/-
 • ચાઈલ્ડ વિધાઉટ બેડ – 3141/કેન્સિલેશન પૉલિસી

  image soucre
 • 1). 15 દિવસથી વધુ સમય પર 250 રૂપિયા પ્રતિ વ્યક્તિ લેખે કોસ્ટ ડીટેક્શન થશે.
 • 2). 8 થી 14 દિવસમાં પેકેજના 25 ટકા કોસ્ટ ડીટેક્શન થશે.
 • 3). 4 થી 7 દિવસમાં 50 ટકાના કોસ્ટનું ડીટેક્શન થશે.
 • 4). 4 કે એથી ઓછા દિવસમાં કોઈપણ કોસ્ટ ડીટેક્શન નહિ થાય.
 • અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
  વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

  ———–આપના સહકારની આશા સહ,

  – તમારો જેંતીલાલ