“ટ્રાય કલર પાસ્તા” – બાળકોના ફેવરીટ હવે ઘરે જ બનાવો આ રંગબેરંગી પાસ્તા..

“ટ્રાય કલર પાસ્તા”

સામગ્રી:

વ્હાઇટ પાસ્તા માટે:

1 કપ પાસ્તા,
1 tsp બટર,
1 કપ મેંદો,
2 tsp કોર્ન ફ્લોર,
1 કપ દૂધ,
1/2 કપ ચીઝ,
1/2 tsp મરી પાઉડર,
1 tsp ક્રીમ,
1 tsp મિક્સ હર્બ્સ,
મીઠું,

ગ્રીન પાસ્તા માટે:

1 કપ પાસ્તા,
1 કપ બેઝિલ લીવ્સ,
1/2 કપ કોથમીર,
1/2 કપ કાજુ,
1 tsp ઓલિવ ઓઇલ,
1 મીડીયમ લીલું કેપ્સિકમ,
1/2 tsp મરી પાઉડર,
1 tsp બટર,
1 tsp મિક્સ હર્બ્સ,
1 tsp ક્રીમ,
મીઠું,

ઓરેન્જ પાસ્તા માટે:

1 કપ પાસ્તા,
3 મીડીયમ ટમેટા,
1 tsp લાલ સુકા મરચા,
1 મીડીયમ લાલ કેપ્સિકમ,
1 tsp બટર,
1 tsp ક્રીમ,
1 tsp મિક્સ હર્બ્સ,
1 tsp મરી પાઉડર,
મીઠું,

રીત:

સૌ પ્રથમ પાસ્તા બોઈલ કરી લેવા.

વ્હાઇટ પાસ્તા

એક પેનમાં બટર લઇ તેમાં મેંદો અને કોર્ન ફ્લોર લઇ સેકી લેવો.
પછી તેમાં દૂધ ઉમેરી કુક કરવું.
મીઠું, મરી પાઉડર, મિક્સ હર્બ્સ ઉમેરી મિક્સ કરવું.
પછી તેમાં ચીઝ ઉમેરી સોસ જેવું થાય ત્યાંસુધી કુક કરવું.
પછી તેમાં પાસ્તા મિક્સ કરી વ્હાઇટ પાસ્તા તૈયાર.

ઓરેન્જ પાસ્તા

સૌ પ્રથમ ટમેટા અને લાલ સુકા મરચા મિક્સરમાં લઇ પેસ્ટ બનાવવી.
એક પેન લઇ તેમાં તેલ કે બટર લઇ તેમાં લાલ કેપ્સિકમ સાતલવા.
પછી ટોમેટો પેસ્ટ ઉમેરી મીઠું, ક્રીમ, હર્બ્સ, મરી પાઉડર અને પાસ્તા ઉમેરી મિક્સ કરી કુક કરવું, જરૂર પડે તો પાણી ઉમેરવું.
ઓરેન્જ રેડ પાસ્તા તૈયાર.

ગ્રીન પાસ્તા

બેસિલ, કોથમીર, ઓલિવ ઓઇલ, કાજુ, લસણ, મીઠું ઉમેરી પેસ્ટ બનાવવી, જરૂર પડે તો પાણી ઉમેરવું.
એક પેન લઇ તેમાં બટર કે તેલ લઇ ગ્રીન કેપ્સિકમ સાંતળવા.
પછી બનાવેલ પેસ્ટ, મીઠું, હર્બ્સ, મરી પાઉડર, ક્રીમ અને પાસ્તા ઉમેરવા.
જરૂર પડે તો પાણી ઉમેરવું.
ગ્રીન પાસ્તા તૈયાર.

સર્વિંગ પ્લેટમાં સર્વ કરવા.
તો તૈયાર છે ટ્રાઇ કલર પાસ્તા.

રસોઈની રાણી: દીપિકા ચૌહાણ (નડિયાદ)

સાભાર: હિરલ રાકેશ ગામી (જામનગર)

આપ આ વાનગી Whats App અથવા Facebook પર શેર કરી અમારો ઉત્સાહ અચૂક વધારજો !

ટીપ્પણી