ટ્રાયલ રૂમમાં કપડાં બદલતી વખતે જોજો આ ભૂલ કરતાં ! આટલી બાબતોનું ધ્યાન રાખો..

જો તમે અવારનવાર કપડા ખરીદતા હોવ અને તેને ટ્રાય કરતા હોવ તો આટલી બાબતોનું ચોક્કસ ધ્યાન રાખો.

આજે દેશમાં અગણિત મોલ્સ ખુલ્યા છે અને નવા ખુલતા જ રહે છે. લોકોની આવક વધી છે અને સામે લોકોનો ખર્ચો પણ વધ્યો છે. હવે લોકોના ખર્ચા જીવન જરૂરીયાત વસ્તુઓ પાછળ નથી થતાં. પણ સ્ટેટસ જેવી બાબતો પાછળ વધારે ખર્ચા કરવામાં આવે છે જેમ કે સામાન્ય કરતાં મોંઘો મોબાઈલ ખરીદવો, જરૂર ન હોય તો પણ કપડાં ખરીદવા.

ચલો આ બધું બદલાતી જતી લાઈફસ્ટાઇલના પરિણામો છે જેને આપણે બદલી શકવાના નથી. પણ આજે તમે કોઈ ગાર્મેન્ટ શોપમાં જાઓ અને કપડાં ખરીદો છો ત્યારે તેઓ તમને તેને ટ્રાઈ કરીને ખરીદવાની સગવડ પુરી પાડે છે.

જે થોડા વર્ષો પહેલાં ભારતમાં નહોતું. પણ હવે તો દુકાનોમાં પણ ટ્રાયલ રૂમ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. પણ લોકો તેનો દુરઉપયોગ કરતાં અવારનવાર નજરે પડે છે.

તો એક આદર્શ નાગરિક તરીકે તમારે ટ્રાયલ રૂમના કેટલાક નિયમોનું પાલન કરવું જોઈએ.

કપડાં ન થતાં હોય તો પણ પરાણે પહેરવા

જો તમને તમારી સાઇઝ ન ખબર હોય અને તમે તમારાથી નાની સાઇઝના કપડાં ટ્રાયલ માટે લઈ આવ્યા હોવ અને તે તમને ન થતાં હોય તો તમારે તેને પરાણે ટ્રાય ન કરવા જોઈએ તેને કાઢી નાખવા જોઈએ. તેનાથી પ્રોડક્ટને નુકસાન થઈ શકે છે. અને તમારે નુકસાન ભોગવવું પડે છે. અને શરમમાં મુકાવવું પડે છે.

ટ્રાયલ રૂમમાં ફોન પર જ કોઈની જોડે લાંબી વાત કરવી

ધણા લોકોને એવી આદત હોય છે કે તેઓ કપડાં તો ખરીદવા નથી માગતા પણ પ્રાઇવસી મેળવવા માટે તેઓ ટ્રાયલ રૂમમાં ઘૂસી જાય છે અને પછી ત્યાં જઈને પોતાની બહેનપણી કે પછી પોતાના પતિ સાથે લાંબી લાંબી વાતોએ વળગી જાય છે. બહાર કોઈ ટ્રાયલ માટે વેઇટ કરતું હોય તેની ચિંતા કર્યા વગર.

બીન જરૂરી રીતે ટ્રાયલ રૂમ રોકી રાખવો

ઘણીવાર તમે જરૂર કરતાં વધારે કપડાં લઈ જાઓ છો અને તેમાં તમે સાઇઝ યોગ્ય નથી લઈ જતાં ત્યારે ટ્રાયલ રૂમ રોકી રાખીને તમારી સાથે જે કોઈ આવ્યું હોય તેને વારંવાર યોગ્ય માપ કે કલર લાવવા માટે ધક્કા ખવડાવો છો અને બીજા લોકો ટ્રાયલ રૂમ ખાલી થવાની રાહ જોતા રહે છે.

ન ખીદવાના હો તે કપડાં ટ્રાયલ રૂમમા છોડી દેવા

તમે ટ્રાય કરવા માટે ઘણા બધા કપડાં ટ્રાયલ રૂમમાં લઈ જતા હોવ છો અને ટ્રાય કરતા હોવ છો પણ તેમાંના મોટા ભાગના તમને પસંદ ન પડે અથવા ફીટીંગ ન આવે તે કારણસર તમે ખીદતા નથી હોતા તો તેવા સમયે ટ્રાયલ રૂમમાં જ કપડાં ન છોડી દેવા જોઈએ પણ બહાર લઈ આવીને તેને ત્યાંના એટેન્ડન્ટને આપી દેવા જોઈએ.

ઘણીવાર સ્ત્રીઓ પોતાની સાથે પોતાની બહેનપણીને પણ ટ્રાયલ રૂમમાં લઈ જતી હોય છે

સ્ત્રીઓ હંમેશા પોતાની બહેનપણીઓ સાથે જ શોપીંગમાં આવતી હોય છે. ત્યારે તેવા સમયે તે ટ્રાયલ રૂમમા પોતાની બહેનપણીને પણ સાથે જ લઈ જાય છે. અને તેઓ કપડા ટ્રાયલ કરવા કરતાં વાતો વધારે કરે છે. તો આવા સમયે બીજા લોકોનો પણ વિચાર કરવો જોઈએ.

ટ્રાયલ રૂમમાં સેલ્ફીઝ લેવી

ઘણી છોકરીઓ કે ઘણા છોકરાઓ પણ નવા નવા મોંઘા મોંઘા કપડાં ટ્રાય કરતા હોય છે પણ તેને લેવાનો વિચાર કરતા નથી હોતા તેની પાછળ પૈસા નહીં હોવાનું પણ કારણ જવાબદાર હોઈ શકે છે. તો તેવા સમયે તેઓ નવા નવા કપડા પહેરીને સેલ્ફી લેતા હોય છે જે એક કુઆદત છે તેમ ન કરવું જોઈએ.

ટ્રાયલ રૂમમાં તૈયાર થવું

ઘણી સ્ત્રીઓ ટ્રાયલ રૂમમાં કપડાંની ટ્રાયલ લેવા નથી જતી પણ તેમણે ક્યાંક બહાર જવાનું હોવાથી તે માટે તૈયાર થવા ટ્રાયલ રૂમમાં જતી હોય છે. ત્યાં જ તેઓ નવા કપડાં પહેરી લે છે તેમજ મેકઅપ પણ કરી લે છે. જે યોગ્ય ન કહેવાય.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ