મૌર્ય શાસક બિમ્બીસાર વિષે કદાચ આ પહેલા તમે ઇતિહાસના પુસ્તકોમાં વાંચ્યું હશે.

મગધ સામ્રાજ્યના આ સમ્રાટ વિષે અનેક બાબતો ઇતિહાસમાં નોંધાયેલી છે પરંતુ તેના ખજાના વિષે અલગ – અલગ કેટલીય વાયકાઓ પ્રચલિત છે.

આજના આ જાણવા જેવું વિભાગના આ આર્ટિકલમાં અમે તમને બિમ્બીસારના ખજાના અને તેની સાથે જોડાયેલી વાયકાઓ વિષે જણાવીશું.
બિમ્બીસાર વિષે એવું કહેવાય છે કે તેના રાજ્યમાં પ્રજા સુખી હતી. મગધ સામ્રાજ્યનો સમ્રાટ હોવાની સાથે સાથે તેની પાસે ખજાનાનો પણ ભંડાર હતો. પરંતુ તમને એ વાત જાણીને નવાઈ લાગશે કે આજદિન સુધી કોઈને બિમ્બીસારનો આ ખજાનો મળ્યો નથી.

કહેવાય છે કે બિમ્બીસારનો ખજાનો બિહારના રાજગીરમાં છે જે પ્રાચીન સમયમાં મગધ સામ્રાજ્યની રાજધાની કહેવાતી અને અહીં જ બુદ્ધે બિમ્બીસારને ધર્મોપદેશ આપ્યો હતો.
આ સ્થાન બુદ્ધના પ્રાચીન સ્મારકોના કારણે પણ નામના ધરાવે છે.

પ્રચલિત વાયકા મુજબ રાજગીરમાં સોન ભંડાર નામની એક ગુફા છે જેમાં બિમ્બીસારનો કિંમતી ખજાનો છુપાવીને રાખવામાં આવ્યો છે અને હજુ સુધી બહારની દુનિયા અહીં નથી પહોંચી શકી.
જો કે અન્ય એક વાયકા મુજબ આ ખજાનો બિમ્બીસારનો નહિ પરંતુ પૂર્વ મગધ સમ્રાટ જરાસંઘનો છે. પરંતુ ખજાનો બિમ્બીસારનો હોય તે સંબંધી પુરાવા વધુ છે. ઉપરાંત આ ગુફાથી થોડા અંતરે જ એ જેલના અવશેષો જોવા મળે છે જ્યાં અજાતશત્રુએ પોતાના પિતા બિમ્બીસારને બંદી બનાવીને રાખ્યા હતા.

સોન ભંડાર ગુફામાં પ્રવેશ કરતા પહેલા 10.4 મીટર લમ્બો, 5.2 મીટર પહોળો અને 1.5 મીટર ઊંચાઈ ધરાવતો એક ઓરડો છે. એવું કહેવાય છે કે આ ઓરડો ખજાનાની રક્ષા કરનાર સૈનિકો માટે બનાવવામાં આવ્યો હતો.
અને આ જ ઓરડાની પાછળની દીવાલથી ખજાના સુધીનો રસ્તો બનેલો છે જેને પથ્થરના દરવાજા વડે બંધ કરવામાં આવ્યો છે. આ કારણે જ આજદીન સુધી અહીં કોઈ પહોંચી શક્યું નથી.
બીજી એક વિચિત્ર બાબત એ પણ છે કે ગુફાની એક દીવાલ પર શંખ લિપિમાં કશુંક લખેલું છે. પરંતુ શું લખેલું છે એ પણ કોઈ જાણી નથી શક્યું.
આ વિષે પણ એવી વાયકા છે કે અસલમાં આ લિપિમાં જ ખજાના સુધી પહોંચવામાં અડચણ રહેલા પથ્થરના દરવાજાને ખોલવાની રીત બતાવવામાં આવી છે. પરંતુ લિપિની ભાષા વાંચવામાં કોઈ સફળ થયું નથી.

વળી અમુક લોકોનું એવું પણ કહેવું છે કે બિમ્બીસારના ખજાના સુધી પહોંચવાનો માર્ગ વૈભવગીરી પર્વત સાગરથી થઈને સપ્તપર્ણી ગુફાઓ સુધી જાય છે. જે સોન ભંડાર ગુફાની બીજી તરફ સ્થિત છે.

કહેવાય છે કે અંગ્રેજોએ એક વખત ટોપ વડે ખજાનાનો દરવાજો તોડવાનો પ્રયાસ પણ કર્યો હતો પરંતુ તેમાં સફળતા નહોતી મળી. તે સમયના નિશાન આજે પણ દરવાજા પર જોવા મળે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ