આર્કિટક પર જીત મેળવવા પૈસા વગરની મુસાફરી, કેરળનાં આ વ્યક્તિની અવિશ્વાસનીય જર્ની…

300 કિલોમીટરના આર્કટિક જંગલની વચ્ચે અને 200 થી વધુ કુતરાઓની વચ્ચે સફર કરવા નીકળેલા કેટલાક સામાન્ય લોકોનું ગ્રુપ ઘણુ બધી કહી જાય છે કે સફર કેવી રહેશે!

કેરળના નિયોગ આ અભિયાનમાં ભાગ લેનાર પ્રથમ ભારતીય છે.

ડેક્કન ક્રોનિકલના જણાવ્યા પ્રમાણે, નિયોગ Fjällräven થી પહેલેથી પરિચિત હતા અને તેની અરજી માટેની પ્રક્રિયા નવેમ્બર 2016 માં શરૂ થઈ હતી. તેમણે ડિસેમ્બર 2017 માં અરજી કરી હતી જો કે તેમનું નામ પ્રથમ હજારની યાદીમાં તેમનું નામ ન આવ્યું. પરંતુ તેમના અનુયાયીઓ અને સોશિયલ મીડિયા પરના મિત્રોએ તેમના વતી WhatsApp ગ્રૂપ દ્વારા પ્રચાર કરવાનું શરૂ કર્યું હતું અને ફક્ત 4 દિવસમાં, તેમણું નામ લિસ્ટમાં આવી ગયું.

તેમજ સંજોગોવસાત એક પાકિસ્તાનીનુ પણ એ લીસ્ટમાં નામ હતું અને આ વોટીંગ પ્રક્રિયા ઈન્ડોપાકિસ્તાનમાં થવાની હતી, જ્યાં મોટા મોટા રાજકારણીઓ અને હસ્તીઓ દેશને જીતાડવા માટે વોટની માંગ કરતા હતા.

નિયોગના ટ્વીટ ‘ભારતને જીતાવા વોટ જોઈએ છે’ ને મલયાલી હસ્તીઓ જેમ કે પૃથ્વીરાજ સુકુમારન, દુલકેર સલમાન જેવા ઘણા બધા લોકોએ રી-ટ્વીટ કરી અને તેમને ૧૦૦૦૦ જેટલા વોટ અપાવીને સ્પર્ધામાં ભારત તરફથી તેમની એન્ટ્રી કરાવી.

27 વર્ષીય નિયોગ, સ્વીડનની રાજધાની સ્ટોકહોમ નજીક એરેલેન્ડા ગયો અને વિશ્વની સૌથી રોમાંચિત મુસાફરી પૈકી એકની શરૂઆત કરી.

નોર્વે અને તેના બર્ફીલા સીમાઓને આવરી લેતા, આ ગ્રુપ આગળ જાય છે આખા પ્રવાસમાં સ્લેજનો ઉપયોગ કરીને તેઓ , અંતિમ દિવસે સ્વીડનના વાક્કરાજેર્વિમાં પહોચીને પ્રવાસ પૂરો કરે છે.

નિયોગે આની પહેલા હિમાલય તેમજ આવી ઘણી રોમાંચિત જગ્યાએ ટ્રેકિંગ કર્યું હતું જેને કારણે તેથી તેમને સ્વાસ્થ્યને લઈને કોઈ સમસ્યા નડી હતી નહીં. તેથી જ આટલું ઓછું તાપમાન હોવાથી તેમને મુસાફરી દરમિયાન કોઈ મુશ્કેલી પડી હતી નહીં. આ ખતરનાક મુસાફરી કોઈ પણ અવરોધ વગર પૂરી કરી.

કેરળના આ યુવાન માટે મસગ્ર સાહસ પાછળનો નિયન કુદરતને માનવાનો છે તેમજ પ્રકૃતિને માનવાનો છે. તેમજ પહેલાના સમયમાં માણસો કઈ રીતે જીવતા હતા એ જાણવામાં તેમને બહુ ઉત્સાહિત હતા.

જો કે નિયોગનુ સપનું આખા હિમાલયમાં સફર કરવાનું છે.

લેખન સંકલન- પ્રિયંકા પંચાલ 

ટીપ્પણી