જો ફોલો કરશો આ ટિપ્સ, તો ગમે તેટલી લાંબી મુસાફરીમાં પણ વાહનમાં થશે નહિં ઉલ્ટી

વાહનમાં મુસાફરી સમયે થતી ઉલ્ટીથી છુટકારો મેળવવા કરો આ ઉપાય

ઘણા લોકો કાર, બસ કે અન્ય વાહનમાં મુસાફરી કરવાથી ડરે છે. કારણ કે તેમને મુસાફરી દરમિયાન ઉલ્ટી થવાની સમસ્યા સતાવતી હોય છે. કેટલાક લોકો એવા પણ હોય છે જેમને વોલ્વો કે એસી કારમાં મુસાફરી કરતી વખતે ઉલ્ટીની સમસ્યા સતાવે છે.

મોશન સિકનેસના કારણે અનેક લોકોને મુસાફરી દરમિયાન ઘભરામણ થવી, જીવ મુંજાવા લાગવો, માથું દુખવું અને ઉલ્ટી થવાની તકલીફ થતી હોય છે.

image source

જો કે મુસાફરી દરમિયાન ઉલ્ટી થવી એક માનસિક સમસ્યા વધારે છે. પરંતુ તેમ છતાં જો સાથે મુસાફરી કરતાં કોઈ વ્યક્તિ વારંવાર ઉલ્ટી કરે તો અન્ય લોકોની મજા પણ ખરાબ થઈ જાય છે.

પરંતુ તેનો અર્થ એવો નથી કે ઉલ્ટી થતી હોય તેવા લોકોએ મુસાફરી કરવાનું જ બંધ કરી દેવું. કારણ કે મુસાફરી દરમિયાન ઉલ્ટી ન થાય તે માટે ખાસ ઉપાય કરી શકાય છે.

image source

કયા કયા છે આ ઉપાય જાણી લો તમે પણ અને પોતાની સમસ્યાથી થઈ જાઓ મુક્ત.

1. સૌથી પહેલો અને સરળ ઉપાય છે સેલ્ફ ડ્રાઈવિંગ. જી હાં જાતે કાર ચલાવવાની શરૂઆત કરશો એટલે ઉલ્ટી થવાની તકલીફ દૂર થઈ જશે. કારણ કે તમારું ધ્યાન ઉલ્ટી થશે તેવા વિચાર પર નહીં હોય અને કાર ચલાવવા પર કેન્દ્રિત હશે.

image source

2. આ ઉપરાંત મુસાફરી દરમિયાન એવોમિન કે અન્ય દવાઓ સાથે રાખવી. મુસાફરી શરૂ થતા પૂર્વે ડોક્ટરને મળી અને દવા લઈ દેવી. આવી દવાઓ સામાન્ય રીતે મુસાફરીથી 40 મિનિટ પહેલા લેવાની હોય છે.

દવા લીધા બાદ મનમાં ડર રાખવો નહીં કારણ કે તેનાથી તમને ઉલ્ટી થશે જ નહીં.

image source

3. મુસાફરી ક્યારેય ખાલી પેટ કરવી નહીં. ખાલી પેટ મુસાફરી કરવાથી પણ ઉલ્ટી થતી હોય છે. ખાલી પેટ ગેસ, એસિડિટી જેવી તકલીફ થાય છે અને જેના કારણે ઉલ્ટી થવા લાગે છે.

4. મુસાફરી દરમિયાન વાહનની બારીમાંથી બહાર જોવાનું ટાળો આમ કરવાથી પણ ચક્કર આવવા લાગે છે.

5. મુસાફરી દરમિયાન મોંમાં પીપરમિન્ટ કે નમક રાખો. આમ કરવાથી ઉલ્ટી થવાની સમસ્યા દૂર થઈ જશે.

image source

6. કાર કે બસમાં શક્ય હોય ત્યાં સુધી આગળ જ બેસવું જેથી શરીરને થડકા ઓછા લાગે. ઘણીવાર ખરાબ રસ્તાના કારણે લાગતા થડકાના કારણે પણ ઉલ્ટી થવા લાગે છે.

7. મુસાફરી કરતી વખતે સંગીત સાંભળવામાં ધ્યાન કેન્દ્રીત કરો.

image source

8. મુસાફરી દરમિયાન ઉલ્ટી ન થાય તે માટેની દવા નિષ્ણાંતની સલાહ લઈને જ લેવી. આ ઉપરાંત લવિંગ, તુલસીના પાન જેવી વસ્તુઓ પણ સાથે રાખો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ