ટ્રાન્સપ્લાન્ટ માટે હ્યદયને લાવી રહેલુ હેલિકોપ્ટર થયું ક્રેશ, જાણો પછી શું થયું

અમેરિકાના લોસ એન્જલસથી એક આનંદદાયક સમાચાર સામે આવ્યા છે. અહીંયા આરોગ્ય કર્મચારીઓ અને અગ્નિશામકોએ માનવતાનું એક મહાન ઉદાહરણ પુરૂ પાડ્યું છે.

image source

વાસ્તવમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ માટે હ્યદયને એક જગ્યાએથી બીજી જગ્યા હેલિકોપ્ટર દ્વારા લઈ જવામાં આવી રહ્યું હતું. આ દરમ્યાન હોસ્પિટલની છત પર જ હેલીકૉપટર લેન્ડિંગ સમયે જ ક્રેશ થઇ ગયું. દર્દી માટે લઇ જવામાં આવી રહેલું હૃદય તેની અંદર જ રહી ગયું હતું. પછી જે થયું તે તમે વિચાર્યું પણ નહિ હોય.

હેલિકોપ્ટરે લેન્ડિંગ સમયે પોતાનું સંતુલન ગુમાવી દીધું

image source

હેલિકોપ્ટર ક્રેશ થતા બચાવકર્મીઓ ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા. જ્યાં હેલીકૉપટરને કાપીને ‘હૃદય’ જે બોક્સમાં હતું તે બોક્સ બહાર કાઢ્યું અને દર્દી સુધી સુરક્ષિત રીતે પહોંચાડી દીધું. ઘટના 9 નવેમ્બરની છે જયારે બપોરે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ માટે હૃદય હેલીકૉપ્ટર દ્વારા લઇ જવાઈ રહ્યું હતું. હૃદય લઈને હેલીકૉપટરે સાન-ડિયાગોથી પૂર્વ લોસએંજલીસ માટે ઉડાન ભરી હતી. હેલીકૉપટર જેવું હોસ્પિટલની છત પર પહોંચ્યું કે તરત તેને લેન્ડિંગ સમયે પોતાનું સંતુલન ગુમાવી દીધું. અને હેલીકૉપ્ટર ક્રેશ થઇ ગયું. ઘટનાની જાણ થતા આસપાસના વિસ્તારમાં થોડી વાર માટે અફરા તફરી મચી ગઈ હતી. પરંતુ બચાવકર્મીઓની સુજબુઝના કારણે એક વ્યક્તિનો જીવ બચી ગયો.

લોકોની ચિંતા વધી ગઈ

image source

આ દુર્ઘટનામાં પાયલોટને સામાન્ય ઇજા થઇ હતી. જયારે 2 સ્વાસ્થ્ય કર્મીઓનો આબાદ બચાવ થયો હતો. દુર્ઘટના બાદ હોસ્પિટલ સ્ટાફે જણાવ્યું કે દુર્ઘટના થતા એવું લાગ્યું કે જાણે ભૂકંપ આવ્યો હોય. હોસ્પિટલની છત પર 8 સીટર અગસ્તા વેસ્ટલેન્ડ હેલીકૉપટરનો કાટમાળ વિખેરાયેલો પડ્યો હતો. તે ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયું હતું. ચિંતાની વાત તો તે હતી કે ટ્રાન્સપ્લાન્ટ માટે લઇ લાવવામાં આવેલ હૃદય હેલીકૉપટરમાં જ રહી ગયું હતું. જેને લઈને લોકોની ચિંતા વધી ગઈ હતી.

સમયસર હૃદય ઓપરેશન થિયેટર પહોંચી ગયું

image source

જો કે બચાવ કર્મીઓએ હાઇડ્રોલિક મશીનોની મદદથી હૃદય જે બોક્સમાં કાઢવામાં આવ્યું હતું અને પલભરના વિલંબ કર્યા વિના તેને સ્વાસ્થ્ય કર્મીને આપી દીધું. ત્યારબાદ, સ્વાસ્થ્ય કર્મી બોક્સ લઈને ઝડપથી ઓપરેશન થિયેટર તરફ દોડ્યો. ત્યાર બાદ ઓપરેશન થિેયેટરમાં હાજર ડોક્ટરોએ ટ્રાન્સપ્લાન્ટની પ્રક્રિયા શરૂ કરી દીધી. સમયસર હૃદય ઓપરેશન થિયેટર પહોંચી ગયું અને દર્દીનું સફળ હાર્ટટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું. ચમત્કારની વાત એ છે કે બે વાર નીચે પડ્યા પછી પણ, હૃદયના ધબકારા ચાલુ હતા અને હોસ્પિટલમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ દરમિયાન કોઈ સમસ્યા ન આવી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ