જૂન-જુલાઇ મહિનામાં ત્રણ-ત્રણ ગ્રહણ, જ્યોતિષની દ્રષ્ટિએ ખૂબ અનિષ્ટ છે આ ઘટના, જાણો તમે પણ વધુમાં..

એકબાજુ દુનિયા કોરોના વાયરસ સામે લડત આપી રહી છે ત્યારે જ્યોતિષ શાસ્ત્રીઓ મુજબ આવનાર બે મહિનામાં કેટલીક અવકાશી ગતિવિધિઓ આવનાર સમયમાં કેટલીક કુદરતી આફતો કે પછી કેટલાક એવા યોગ બની રહ્યા છે જેના કારણે યુદ્ધ કે પછી અન્ય કોઈ આફતના આવવાની આગાહી કરવામાં આવી છે. ચાલો જાણીએ આવનાર બે મહિના દરમિયાન થનાર મહત્વની અવકાશી ઘટનાઓ વિષે જેના કારણે દુનિયામાં કેટલાક મોટાપાયે ફેરફાર થઈ શકે છે.

image source

આવનાર બે મહિના એટલે કે જુન મહિનો અને જુલાઈ મહિનો. સૌથી પહેલા જુન મહિનાની ૫ તારીખના દિવસે ચંદ્ર ગ્રહણ થવાનું છે, ત્યાર પછી જુન મહિનાની ૨૧ તારીખના રોજ સૂર્ય ગ્રહણ થવાની શક્યતા છે અને ત્યાર પછી જુલાઈ મહિનામાં ૫ તારીખના રોજ ફરીથી એકવાર ચંદ્ર ગ્રહણ થવાની થશે.

image source

આમ એક જ મહિનાના સમય ગાળા દરમિયાન ૩ ગ્રહણ થવા એ ખરેખરમાં ગંભીર રીતે અશુભ સંકેત માનવામાં આવે છે. આવી રીતના ૩ ગ્રહણ એક મહિનાના સમય ગાળામાં થવાના કારણે દુનિયામાં કોઈ મોટી મુસીબત આવવાની સંભવના બની જાય છે. ઉપરાંત આવા સમયે ભારત અને દુનિયાની સમક્ષ યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ પણ થઈ શકે છે. એક જ મહિના સમયગાળામાં ત્રણ ગ્રહણ ઉપરાંત શનિ ગ્રહ મકર રાશિમાં વક્રી થઈ રહ્યો છે.

image source

૫૮ વર્ષ પહેલા વર્ષ ૧૯૬૨માં ૧૭ જુલાઈ, ૧૯૬૨ના રોજ ચંદ્ર ગ્રહણ થયું હતું ત્યાર પછી ૩૧ જુલાઈ, ૧૯૬૨ના રોજ સૂર્ય ગ્રહણ થયું હતું અને છેલ્લે ૧૫ ઓગસ્ટ, ૧૯૬૨ના રોજ ફરીથી ચંદ્ર ગ્રહણ થયું હતું. ત્યારે ભારત અને ચીન વચ્ચે ભયંકર યુદ્ધ થયું હતું. જેના પરિણામે ભારતને ઘણું બધું ગુમાવવાનો વારો આવ્યો હતો. તે સમયે પણ શનિ ગ્રહ મકર રાશિમાં વક્રી હતા. ત્યારે હવે ૧૯૬૨માં થયેલ આ ત્રણ ગ્રહણ ફરીથી વર્ષ ૨૦૨૦માં એટલે કે ૫૮ વર્ષ પછી ફરીથી ૫ જુન, ૨૦૨૦ના રોજ જેઠ માસની પુનમ આવે છે ત્યારે પ્રથમ ચંદ્ર ગ્રહણ થવાનું છે ત્યાર પછી ૨૧ જુન, ૨૦૨૦ના રોજ જેઠ માસની અમાસના દિવસે સૂર્ય ગ્રહણ થવાનું છે અને ત્યાર પછી ૫ જુલાઈ, ૨૦૨૦ના રોજ અષાઢ માસની પુનમના દિવસે ફરીથી ચંદ્ર ગ્રહણ થવાનું છે. ઉપરાંત આ વખતે ૫૮ વર્ષ પછી પણ શનિ ગ્રહ મકર રાશિમાં વક્રી છે.

image source

૫ જુન, ૨૦૨૦ના રોજ થનાર ચંદ્ર ગ્રહણ ભારત સહિત યુરોપ, એશિયા, આફ્રિકા અને ઓસ્ટ્રેલીયાના મહાદ્વીપમાં જોવા મળશે. રાતના ૧૧ વાગીને ૧૬ મિનિટથી ચંદ્ર ગ્રહણ શરુ થઈ જશે જે બીજા દિવસે એટલે કે ૬ જુન, ૨૦૨૦ના રોજ મધ્ય રાત્રીએ ૨ વાગીને ૩૨ મિનીટ સુધી રહેશે. ત્યાર પછી ૬ જુનના રોજ દિવસે ૧૨ વાગીને ૫૪ મીનીટે ચંદ્ર ગ્રહણ સંપૂર્ણ થશે. આ ચંદ્ર ગ્રહણનો કુલ સમય ૩ કલાક અને ૧૫ મીનીટનો રહેશે.

image source

૫ જુનના રોજ ચંદ્ર ગ્રહણ પછી ૨૧ જુનના રોજ ખંડગ્રાસ સૂર્ય ગ્રહણ થશે. આ સૂર્ય ગ્રહણ ભારતમાં જોવા મળશે. આ સૂર્ય ગ્રહણ ભારત સહિત એશિયા, આફ્રિકા અને યુરોપમાં જોવા મળશે. આ સૂર્ય ગ્રહણ મૃગશિરા નક્ષત્ર અને મિથુન રાશિમાં લાગશે. સૂર્ય ગ્રહણ સવારે ૧૦ વાગીને ૧૪ મિનિટથી શરુ થશે જે ૧ વાગીને ૩૮ મિનીટ સુધી રહેશે. સૂર્ય ગ્રહણનો સુતક કાળ ૨૦ જુનની રાતના ૧૦ વાગીને ૧૪ મીનીટે શરુ થઈ જશે

image source

જયારે ૫ જુલાઈના રોજ ફરીથી જે ચંદ્ર ગ્રહણ થશે. પરંતુ આ બંને ચંદ્ર ગ્રહણ માંધ ગ્રહણ હોવાના કારણે તેની કોઇપણ પ્રકારની ધામિક અસર જોવા મળશે નહી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ