ત્રણેય વેક્સિનમાંથી કઇ સૌથી સારી..કોવિશિલ્ડ, કોવેક્સિન કે સ્પુતનિક V, જાણો આ વિશે બધુ જ…

રીપોર્ટમાં જણાવ્યા મુજબ, આ ત્રણેવ વેક્સિન ભારત દેશમાં કોરોના વાયરસની સામે રસીકરણ અભિયાનમાં સામેલ કરવામાં આવી છે. કોવિશિલ્ડ અને કોવેક્સિન રસીનો ઉપયોગ તા. ૧૬ જાન્યુઆરી, ૨૦૨૧ના દિવસથી કરવામાં આવી રહ્યો છે. જયારે સારા સમાચારએ છે કે, આ તમામ વેક્સિન દર્દીને કોરોના વાયરસના ગંભીર લક્ષણોથી બચાવે છે તેમજ કોરોના વાયરસના લીધે થતા મૃત્યુને અટકાવી દેવા માટે ૧૦૦% અસરકારક છે. આ જ કારણ છે કે, વિશ્વભરના વૈજ્ઞાનિકો એવું કહી રહ્યા છે કે, આપની પાસે જે પણ કોરોના વાયરસની વેક્સિન ઉપલબ્ધ હોય તેને આપે લઈ લેવી જોઈએ. આપનું જીવન બચાવવા માટે વેક્સિન આવશ્યક છે. એટલા માટે આપની પાસે આ ત્રણેવ વેક્સિન વિષે માહિતી હોવી જરૂરી છે.

ત્રણેય વેક્સિન માંથી કઈ વેક્સિન સૌથી વધારે અસરકારક છે?

imag soucre

આમ તો ત્રણેય વેક્સિન સારી જ છે. એટલા માટે આપની પાસે જે પણ વેક્સિન ઉપલબ્ધ હોય તે લઈ લેવી જોઈએ. ભારતમાં કોરોના વાયરસ વેક્સિનેશણ અભિયાનમાં તા. ૧૬ જાન્યુઆરી, ૨૦૨૧ના દિવસથી જ કોવિશિલ્ડ અને કોવેક્સિનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કોવેક્સિન સંપૂર્ણપણે ભારતમાં જ તૈયાર કરવામાં આવી છે, જયારે કોવિશિલ્ડ વેક્સિનને ઓક્સફર્ડ યુનીવર્સીટી અને એસ્ટ્રાઝેનેકાએ સાથે મળીને તૈયાર કરવામાં આવી છે. કોવિશિલ્ડ વેક્સિનને પુણેની સીરમ ઇન્સ્ટીટયુટ ઓફ ઈન્ડિયા દ્વારા બનાવવામાં આવી રહી છે.

-તા. ૧ મે, ૨૦૨૧થી કોરોના વાયરસની વિરુદ્ધમાં ભારત લાવવામાં આવેલ રશિયા દેશની સ્પુતનિક-Vને મોસ્કોની ગામાલેયા ઇન્સ્ટીટયુટ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ ફંડની સાથે મળીને તૈયાર કરવામાં આવી છે. ભારતમાં હૈદરાબાદની ડ. રેડ્ડી લેબોરેટરીની નિગરાની અંતર્ગત ૬ કંપનીઓ દ્વારા રશિયાની સ્પુતનિક-Vનું ઉત્પાદન શરુ કરી દેવામાં આવશે. શરુઆતમાં આ વેક્સિનના ૧.૨૫ કરોડ ડોઝ ઈમ્પોર્ટ થવાના છે.

image source

-આ ત્રણ વેક્સિનમાં થોડીક અસમાનતાઓ અને લાભ છે જે તેમને એકબીજાથી અલગ કરે છે. કોવિશિલ્ડ વિશ્વની સૌથી લોકપ્રિય વેક્સિન માંથી એક વેક્સિન છે. કોવેક્સિનનો ઉપયોગ વિશ્વના મોટાભાગના દેશો દ્વારા કરવામાં આવી રહ્યો છે. તેમજ WHO દ્વારા પણ કોવિશિલ્ડનો ઉપયોગમાં લેવાની મંજુરી આપી દેવામાં આવી છે. જયારે કોવેક્સિન અત્યારના સમયમાં ભારતમાં જ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કોવેક્સિન મ્યુટન્ટ સ્ટ્રેન્સ સામે સૌથી પ્રભાવી અને અસરકારક વેક્સિન સાબિત થઈ છે. આવી જ રીતે સ્પુતનિક-Vને પણ ભારત સહિત અન્ય ૬0 કરતા વધારે દેશો દ્વારા ઉપયોગમાં લેવાની પરવાનગી આપી દેવામાં આવી છે.

આ વેક્સિનને કેવી રીતે ડેવલપ કરવામાં આવી છે?

કોવેક્સિનને પરંપરાગત રીતે ઈનએક્ટીવેટેડ પ્લેટફોર્મ પર ડેવલપ કરવામાં આવી છે એટલે કે, કોવેક્સિનમાં ડેડ વાયરસને શરીરમાં ઇન્જેક્ટ કરવામાં આવે છે. આ ડેડ વાયરસ એંટીબોડીના રિસ્પોન્સ બને અને શરીરમાં વાયરસની ઓળખ કરે છે અને તેનાથી એંટીબોડી બનાવે છે.

કોવિશિલ્ડ વેક્સિન એક વાયરલ વેક્ટર વેક્સિન છે. આ વેક્સિનમાં ચિમ્પાન્ઝીમાં જોવા મળતા એડેનોવાયરસ ChAD0x1 નો ઉપયોગ કરીને કોરોના વાયરસ જેવો જ સ્પાઈક પ્રોટીન બનાવવામાં આવ્યો છે. જે શરીરમાં જઈને કોરોના વાયરસની સામે પ્રોટેકટ કરે છે.

image soucre

રશિયાની સ્પુતનિક-V વેક્સિન પણ એક વાયરલ વેક્ટર વેક્સિન છે. સ્પુતનિક-V વેક્સિનમાં ૧ નહી પરંતુ ૨ વાયરસથી ડેવલપ કરવામાં આવી છે. સ્પુતનિક-V વેક્સિનના બંને ડોઝ જુદા જુદા છે. જયારે કોવિશિલ્ડ અને કોવેક્સિનના બંને ડોઝ એકસમાન છે.

વેક્સિનના કેટલા ડોઝ કેટલા સપ્તાહના અંતરે લેવાના હોય છે?

ત્રણેય વેક્સિનના બંને ડોઝ લેવા જરૂરી હોય છે. એટલે કે, ઈમ્યુન રિસ્પોન્સ માટે બે ડોઝ લેવા જરૂરી છે. આ વેક્સિન ઇન્ટ્રામસ્ક્યુલર છે એટલે કે, આ વેક્સિનને ખભાની પાસે હાથ પર ઇન્જેક્ટ કરવામાં આવે છે.

image source

કોવેક્સિનના બે ડોઝ ૪ થી ૬ સપ્તાહના અંતરે લેવાના રહે છે. જયારે કોવિશિલ્ડ વેક્સિનના બે ડોઝ વચ્ચે ૬ થી ૮ સપ્તાહની અંતર રાખવામાં આવે છે. ત્યાં જ સ્પુતનિક-Vના બે ડોઝ વચ્ચે ત્રણ સપ્તાહ એટલે કે ૨૧ દિવસનું અંતર રાખવામાં આવે છે.

જો કે, વેક્સિનેશન અભિયાનની શરુઆતમાં કોવિશિલ્ડ વેક્સિનના બે ડોઝની વચ્ચે ૪ થી ૬ સપ્તાહનું અંતર રાખવામાં આવી રહ્યું હતું. પરંતુ ટ્રાયલ્સ દરમિયાન જાણવા મળ્યું છે કે, કોવિશિલ્ડનો બીજો ડોઝ આપવામાં જેટલું અંતર રાખવામાં આવે છે કોવિશિલ્ડની અસરકારકતા એટલી જ વધારે વધી જાય છે.

કોવેક્સિન, કોવિશિલ્ડ, સ્પુતનિક-V આ ત્રણેય વેક્સિન ભારતીય મેડીકલ સેટઅપ પ્રમાણે યોગ્ય વેક્સિન છે. આ ત્રણેય વેક્સિનને ૨ થી ૮ ડીગ્રી સેલ્સિયસ તાપમાનમાં સ્ટોર કરી શકાય છે. જયારે ફાઈઝર અને મોડર્નાનીmRNA (મેસેન્જર આરએનએ) વેક્સિનને સ્ટોર કરવા માટે -૭૦ ડીગ્રી સેલ્શિયસ તાપમાનની આવશ્યકતા પડે છે.

આ વેક્સિનની અસરકારકતા કેટલી છે?

image source

જયારે વાત અસરકારકતાની આવે છે ત્યાં આ ત્રણેય વેક્સિન ખુબ જ અસરકારક સાબિત થઈ છે. આ ત્રણેય વેક્સિનએ WHOના ધારાધોરણોને પાસ કર્યા છે. હાલમાં પણ ક્લિનિકલ ટ્રાયલ્સ માંથી માહિતી મળી રહી છે અને આ તમામ વેક્સિનની અસર અંગે અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.
ગત વર્ષે નવેમ્બર મહિનામાં કોવિશિલ્ડ વેક્સિનના ટ્રાયલ્સ સમાપ્ત થઈ ગયા હતા કોવિશિલ્ડની એફિકેસી એટલે કે, અસરકારકતાનો રેશિયો ૭૦% છે, જે ડોઝના તફાવત વધારવામાં આવે ત્યારે વધી શકે છે. કોવિશિલ્ડ વેક્સિન કોરોના વાયરસના ગંભીર લક્ષણોને રોકે છે આ સાથે જ દર્દીનો રીકવરી સમયમાં પણ ઘટાડો કરી દે છે.

કોવેક્સિનના ટ્રાયલ્સ આ વર્ષે જ પુરા થયા હતા. એપ્રિલ, ૨૦૨૧માં આવેલ બીજા વચગાળાના પરિણામોમાં કોવેક્સિનની અસરકારકતા ૭૮% સાબિત થઈ છે. કોવેક્સિનની ખાસિયત એ છે કે, કોવેક્સિન કોરોના વાયરસના ગંભીર લક્ષણોને અટકાવવામાં અને દર્દીના મૃત્યુને ટાળવા માટે ૧૦૦% અસરકારક છે.
સ્પુતનિક-V એ અસરકારકતાના માપદંડ પર ભારતની સૌથી અસરકારક વેક્સિન છે. મોર્ડના અને ફાઈઝરની mRNA વેક્સિન જ ૯૦% કરતા વધારે અસરકારક સાબિત થઈ છે. ત્યાર બાદ સ્પુતનિક-V વેક્સિન સૌથી વધારે અસરકારક ૯૧.૬% જેટલી રહી છે.

આ ત્રણેય વેક્સિનની કીમત અને ઉપલબ્ધતાની પરિસ્થિતિ શું છે?

image source

કોવેક્સિન અને કોવિશિલ્ડ વેક્સિનને જલ્દી જ ખુલ્લા બજારમાં ઉપલબ્ધ કરાવવામાં આવી શકે છે. રાજ્ય સરકારો પણ અહિયાથી જ ખરીદી કરીને તેને ઉપયોગમાં લઈ SHKSHEUPRANT સ્પુતનિક-V વેક્સિન પણ જલ્દી જ બજારમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે તેવા સંકેત મળી રહ્યા છે.

સીરમ ઇન્સ્ટીટયુટ ઓફ ઈન્ડિયા દ્વારા રાજ્ય સરકારો માટે કોવિશિલ્ડ વેક્સિનના એક ડોઝની કીમત ૩૦૦ રૂપિયા નક્કી કરવામાં આવી છે જયારે પ્રાઈવેટ હોસ્પિટલ્સ માટે એક ડોઝની કીમત ૬૦૦ રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. ત્યાં જ કોવેક્સિન થોડીક મોંઘી છે એટલે કે કોવેક્સિન રાજ્ય સરકારને ૪૦૦ રૂપિયામાં ઉપલબ્ધ કરાવવામાં આવશે જયારે પ્રાઈવેટ હોસ્પિટલ્સમાં કોવેક્સિનના પ્રતિ ડોઝ ૧૨૦૦ રૂપિયામાં ઉપલબ્ધ કરાવવામાં આવશે.

જયારે બીજી બાજુ સ્પુતનિક-V વેક્સિનને ડેવલપ કરવામાં મદદ કરનાર RDIFના પ્રમુખ દિમિત્રેવ દ્વારા જણાવવામાં આવ્યા મુજબ સ્પુતનિક-V વ્ક્સીન ૧૦ ડોલર એટલે કે, ૭૦૦ રૂપિયામાં વેચવામાં આવશે. પરંતુ આ કીમતે તેઓ રાજ્યોની સરકારો આપશે અને પ્રાઈવેટ હોસ્પિટલ્સને કઈ કીમતે આપશે તે અંગે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી.

તેમજ આ વેક્સિન લેવા માટે આપના ખિસ્સા માંથી કેટલા રૂપિયા ચૂકવવાના આવશે તેનો આધાર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની નીતિ પર અને આપના નિર્ણય પર આધાર રાખે છે. તેમજ આપ પ્રાઈવેટ હોસ્પિટલ્સમાં વેક્સિન લેવા ઈચ્છો છો કે પછી સરકાર પાસેથી તેની આધાર રાખે છે. જો કે, અત્યાર સુધીમાં દેશના ૨૪ રાજ્યોની સરકાર દ્વારા જાહેરાત કરી દેવામાં આવી છે કે, તેઓ ૧૮ વર્ષ કરતા વધારે ઉમર ધરાવતા નાગરિકોને મફતમાં વેક્સિન આપશે.

નવા વેરિયંટ પર આ વેક્સિનની અસરકારકતા કેટલી છે?

image source

કોરોના વાયરસના કેટલાક નવા મ્યુટન્ટ સ્ટ્રેન્સ કેટલાક દેશોમાં જોવા મળ્યા છે. યુકે, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકન સ્ટ્રેનની સાથે જ ડબલ મ્યુટન્ટ અને ટ્રિપલ મ્યુટન્ટ સ્ટ્રેન પણ વિશ્વના ઘણા દેશોમાં જોવા મળ્યા છે. આ મ્યુટન્ટએ વિશ્વના વૈજ્ઞાનિકોની ચિંતામાં વધારો કરી દીધો છે. જો કે અત્યાર સુધીમાં એક વાત સાબિત થઈ શકી છે કે, કોવેક્સિન આ તમામ પ્રકારના વેરિયંટ સામે અસરકારક કામગીરી કરે છે.

જયારે કોવિશિલ્ડ અને સ્પુતનિક-V વેક્સિન માટે અત્યાર સુધી આવો કોઈ દાવો કે પછી કોઈ અભ્યાસમાં સામે આવ્યું નથી. ત્યાર બાદ એક્સપર્ટનું માનવું છે કે, આપની પાસે જે પણ વેક્સિન ઉપલબ્ધ હોય તે વેક્સિનના ડોઝ લેવા આવશ્યક છે. આવી રીતે આપ નવા મ્યુટન્ટ સ્ટ્રેન્સ અને વેરિયંટને ફેલાતા અટકાવી શકો છો.

આ વેક્સિનની આડઅસર શું છે?

આ ત્રણેય વેક્સિનની આડઅસર એકસમાન છે. જ્યાં ઇન્જેક્શન લેવામાં આવ્યું હોય તે જગ્યાએ દુઃખાવો થવો, સોજો આવવો સામાન્ય બાબત છે. ઉપરાંત સામાન્ય તાવ, સાધારણ શરદી-ખાંસી, માથામાં દુઃખાવો થવો અને હાથ- પગમાં દુઃખાવો પણ થઈ શકે છે. આવા સમયે આપે ડોકટરના સંપર્કમાં રહેવું અને ડોક્ટરની સલાહ મુજબ દવા લેવી જોઈએ.

કેવી વ્યક્તિઓએ કઈ વેક્સિન લેવી જોઈએ નહી અને કેમ?

જે વ્યક્તિને કોઈ દવા કે પછી ખાદ્ય પદાર્થની એલર્જી ધરાવતા હોય તેવી વ્યક્તિએ કોરોના વાયરસની વેક્સિન લેવી જોઈએ નહી. તેમજ આપે ડોક્ટરની સલાહ લીધા બાદ નિર્ણય કરવો જોઈએ. પ્રથમ ડોઝ લીધા બાદ આપને જો કોઈ તકલીફ થઈ હોય તો આપે બીજો ડોઝ લેતા પહેલા થોડાક સમય માટે રાહ જોવી. આપે ડોક્ટરની સાથે વાત કરી લીધા બાદ નિર્ણય લેવો જોઈએ.

image source

જે વ્યક્તિઓને મોનોક્લોન્લ એંટીબોડી કે પછી પ્લાઝમા થેરપી આપવામાં આવી હોય તેવી વ્યક્તિઓએ અત્યારે વેક્સિન લેવી જોઈએ નહી. જે વ્યક્તિઓમાં પ્લેટલેટ્સ ઓછા હોય કે પછી સ્ટેરોઈડની ટ્રીટમેંટ લીધી હોય તેવી વ્યક્તિઓએ વેક્સિન લીધા બાદ ધ્યાન રાખવાનું કહેવામાં આવે છે. ૧૮ વર્ષ કરતા નાની ઉમરના બાળકો, ગર્ભવતી મહિલાઓ અને સ્તનપાન કરાવી રહેલ મહિલાઓને કોરોના વાયરસની વેક્સિન લેવાની ના પાડવામાં આવી છે. જે દર્દીઓમાં કોરોના વાયરસના લક્ષણો છે અને તેઓ પૂરી રીતે સ્વસ્થ નથી થયા તેમને પણ થોડાક સમય બાદ વેક્સિન લેવાની સલાહ આપવામાં આવે છે.

આ વેક્સિનની અસર શરીરમાં કેટલા સમય સુધી રહી શકે છે?

ખબર નથી. આ તમામ વેક્સિન ખુબ જ ઓછા સમયમાં બનાવવામાં આવી છે એટલા માટે આ વેક્સિનની અસર શરીરમાં કેટલા દિવસ સુધી રહેશે તે કહેવું મુશ્કેલ છે તેમ છતાં કેટલાક એક્સપર્ટ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, કોરોના વાયરસની સામે શરીરમાં ઉત્પન્ન થયેલ એંટીબોડી ઓછામાં ઓછા ૯ થી ૧૨ મહિના સુધી અસરકારક રહી શકે છે. જો આપે ફાઈઝરની વેક્સિન લીધી છે તો આપને એક વર્ષમાં જ ત્રીજો ડોઝ લેવાની જરૂર પડી શકે છે. જો કે, અત્યારે ફક્ત એટલી જ માહિતી મળી શકી છે કે, આ તમામ વેક્સિન હાલમાં આવી પડેલ સંકટથી દુર રાખવા માટે અસરકારક છે.
અંતે….

image source

જો કે, સારી બાબત એ છે કે, આ ત્રણેય વેક્સિન કોરોના વાયરસના ગંભીર લક્ષણો અને દર્દીના મૃત્યુને અટકાવવા માટે સંપૂર્ણ રીતે સક્ષમ છે. વેક્સિનના બે ડોઝ લેવાથી આપના શરીરમાં એટલા એંટીબોડી ઉત્પન્ન થઈ ગયા હોય છે કે, જો આપ કોરોના વાયરસના સંક્રમણમાં આવી જાવ છો તો આપને ફક્ત સાધારણ શરદી-ખાંસી થશે અને ઓછા દિવસમાં જ આપ સ્વસ્થ થઈ જશો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!