જલ્સા કરોને જેંતીલાલ

ત્રણનાં અંકનું મહત્વ – શંકર મહાદેવન અને સદ્દગુરુ વચ્ચે થયેલ આ વાતો સમજવા જેવી છે…

સંગીતકાર અને ગાયક શંકર મહાદેવન, સંગીત ત્રિપુટી શંકર-અહેસાન-લોય માના એક, પોતાના વિચારો પ્રકટ કરતા ત્રણનાં અંકની તાકાત અને મહત્વ વિષે પૂછે છે. સદગુરુ માનવ અનુભવના મૂળભૂત આધાર જે ભૂત, ભવિષ્ય અને વર્તમાન માં જળવાયેલા છે, તેની ચર્ચા કરે છે.

શંકર મહાદેવન: સદગુરુજી, પ્રણામ. અમે છેલ્લા 23 વર્ષથી સંગીત ક્ષેત્રમાં શંકર-અહેસાન-લોય તરીકે કાર્યરત છીએ. એક વસ્તુ જે મને કાયમ આશ્ચર્યચકિત કરે છે, એ છે ત્રણનો કન્સેપ્ટ. હું વિવિધ પાસાંઓ સાથે ત્રણના અંકનું જોડાણ જોઉં છું, જેમ કે, ન્યૂટ્રોન, પ્રોટોન, ઈલેક્ટ્રોન… બ્રહ્મા, વિષ્ણુ, મહેશ… અને અમે પણ ત્રણ વ્યક્તિઓ સાથે મળીને સંગીત બનાવ્યે છીએ. તો, આ ત્રણના અંકનો શું સંદર્ભ છે? ત્રણનું શું મહત્વ છે અને ત્રણનો શું પ્રભાવ છે?

સદગુરુ: નમસ્કારામ શંકર, અહેસાન અને લોયની ત્રિમૂર્તિને… તો ત્રિમૂર્તિ છે- ત્રિનેત્ર, ત્રિશૂળ, ત્રિકાળ પણ છે. આ તમામ બાબતો માનવ જીવનના મૂળભૂત અનુભવમાંથી ઉદ્ભવેલા વિચારોનો વિકાસ છે. માનવીના તમામ અનુભવો નિશ્ચિત રૂપે આ ત્રણ બાબતોમાં જ છે, આપણી યાદો અતીત થી જોડાયેલી છે જેને ભૂતકાળ કહે છે. આપણો અનુભવ હંમેશા વર્તમાન એટલે કે ‘હમણાં’ માં હોય છે અને આપણી કલ્પનાઓ અને આકાંક્ષાઓ હંમેશા ભવિષ્યની હોય છે.

તો માણસના જીવનનો અનુભવ મૂળરૂપથી ઘટિત થાય છે સ્મરણશક્તિ, અનુભવ અને કલ્પના ની વચ્ચે. આના આધારે, આ ત્રણ અનુભવોમાંથી પેદા થતા ઘણા પાસાંઓને આપણી સંસ્કૃતિમાં ત્રણનો રૂપ અને આકાર આપ્યા છે -જેમકે ત્રિનેત્ર, ત્રિકાળ, ત્રિશૂળ અને તમારા લોકોની ત્રિમૂર્તિ. તો આ આધારને સમઝવાની જરૂર છે, કે આ ત્રણેય પરિમાણો વર્તમાનમાં અસ્તિત્વ ધરાવે છે. આ બધુ ભૂત અને ભવિષ્ય વાસ્તવમાં અત્યારે અસ્તિત્વ ધરાવે છે, કારણ કે, અત્યારે જ તમે યાદ કરી શકો છો, અત્યારે જ તમે કલ્પના કરી શકો છો.

વિશ્વભરમાં, આજકાલ આ જ્ઞાન ઘણું પ્રચલિત છે, ખાસ કરીને અમેરિકામાં…….પણ મારા ખ્યાલ થી આ ભારતના પશ્ચિમી તટ પર પણ પહોચી ગયું છે. લોકો કહેતા રહે છે, “આ ક્ષણમાં જીવો, “આ ક્ષણમાં જીવો.” તેઓ વર્તમાન ની પુજા કરે છે. પણ મને એ નથી સમજાતું કે, કોઈ તમને આ જ ક્ષણમાં જીવવા માટે કેમ કહે છે, કારણ કે તમે બીજે ક્યાય હોઈ જ નથી શકતા. તમે બીજે ક્યાં હોય શકો છો? શું કોઈ મને બતાવી શકશે કે ‘આ ક્ષણની સિવાય બીજે ક્યાં હોઈ શકાય છે?

તો આપણાં મૂળ એમ પણ વર્તમાનમાં છે, પણ આપણી સ્મૃતિઓ ભૂતકાળ વિષે છે, આપણી કલ્પનાઓ અને આકાંક્ષાઓ ભવિષ્ય વિષે છે. તો જે લોકો ફક્ત ‘આજ’ની પુજા કરે છે, ફક્ત વર્તમાન ની પુજા કરવા વાળા લોકો તમને કહે છે કે આ ક્ષણમાં રહો, ભૂતકાળ વિષે ન વિચારો, ભવિષ્ય વિષે ન વિચારો.

લખો વર્ષો લાગ્યા છે આ સ્તરની મગજની ક્ષમતા લાવવા માટે, મગજને આ રીતે વિકસિત કરવા માટે, કે તમારી પાસે આ સ્તરની ક્ષમતા હોય, એક સ્પષ્ટ સ્મરણશક્તિ અને અદ્ભુત કલ્પના કરવા માટે- લખો વર્ષોના વિકાસ પછી આ થયું છે. પણ આજે, કોઈ તમને કહી રહ્યું છે કે,આ બધું છોડીને અળસિયાંની જેમ થઈ જાઓ. મને અળસિયાથી કોઈ વાંધો નથી, તે ઘણું ઈકોફ્રેન્ડલી જંતુ છે (હાસ્ય). પણ વિકાસની જે કામગીરી થઈ છે, આપણાં મગજની ક્ષમતાને આ સ્તર સુધી લાવવા માટે, એને કોઈ સમાન્ય સિદ્ધાંતો માટે ન છોડવું જોઇએ.

લોકોના આવું કહેવા પાછળનું કારણ એ છે કે, લોકોના દુખોનો બે આધાર ફક્ત આ જ છે. લોકો દસ વર્ષ પહેલા થયેલી વસ્તુથી દુખી થઈ શકે છે. જે વસ્તુ કદાચ પરમ દિવસે થશે,લોકો એનું દુખ અત્યારથી કરી શકે છે. એટલે તેમને જીવન થી કોઈ હેરાનગતિ નથી, તેઓ તેમની સ્મૃતિ અને કલ્પનાથી હેરાનગતિ અનુભવે છે.

બે અદ્ભુત ક્ષમતાઓ જે માણસ પાસે છે- સ્પષ્ટ સ્મરશક્તિ અને અદ્ભુત કલ્પનાશક્તિ, આ બે ક્ષમતાઓ જ આપણે બીજા જીવો થી જુદી પાડે છે. આને તેઓ છોડવા માંગે છે કારણ કે તેઓ નથી જાણતા કે પોતાના વિચાર અને ભાવનાઓ ને કેવી રીતે સંભાળ્વું.

જો તમે ખુશી-ખુશી યાદ કરી શકો છો અને ઘણા ઉલ્લાસ અને ઉત્સાહ થી વસ્તુઓની કલ્પના કરી શકો છો, તો તમે તેને છોડવા શા માટે માંગશો? વાત ફક્ત એ છે કે તમારી યાદો અને કલ્પનાઓ મજબૂરી બની ગઈ છે અને તે તમારી માટે દુનિયા ભરનું દુખ ઉપજાવી રહી છે, એટલે લોકો વાતો કરે છે કે ભૂતકાળ ને કેવી રીતે ભૂલાય અને ભવિષ્ય વિષે કેવી રીતે ન વિચારાય. આ માણસના જીવન ને ચલાવવા ની રીત નથી.

આ ઘણું મહત્વપૂર્ણ છે કે આ ત્રણેય કાળ એટલે કે ત્રિકાળ હાજર હોય, ત્રણેય પાસાંઓ હાજર હોય, ત્રિશુળ હોય, ત્રિનેત્ર હોય, જીવનને જોવા અને અનુભવ કરવા માટે આ ત્રણ પાસાંઓ હયાત હોય અને અમને આનંદ છે કે શંકર, અહેસાન અને લોયની ત્રિમૂર્તિ પણ અસ્તિત્વ ધરાવે છે. કૃપા કરી સુંદર સંગીતની રચના કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version