ત્રાંબાની બોટલ ખરીદતા સમયે આ વાતોનું રાખો ધ્યાન જાણો તાંબાના વાસણમાં ખોરાક અને પાણી પીવાથી થતા ફાયદા.

ત્રાંબાની બોટલ કે પછી જારથી પાણી પીવાથી શરીરને ઘણા પ્રકારના ફાયદા મળે છે, જોકે બજારમાં ઘણી એવી બ્રાન્ડ ઉપલબ્ધ છે જે ત્રાંબાની બોટલના નામ પર મિક્સ ધાતુની બોટલો વહેચી રહ્યા છે. આજકાલ કોપર બોટલ એટલે કે ત્રાંબાની બોટલ ખરીદવાનો ટ્રેન્ડ વધી ગયો છે. એવુ ત્રાંબાના વાસણનુ પાણી પીવાથી શરીરને થનાર ઘણા પ્રકારના ફાયદાને કારણે છે. માનવામાં આવે છે કે ત્રાંબાના વાસણનું પાણી પીવામાં આવે તો તેનાથી પાચન બરાબર રહે, બીપી કંટ્રોલ કરવા, ત્વચાને યુવાન બનાવી રાખવા, ઈન્ફેક્શનથી લડવામાં મદદ મળવા જેવા ઘણા લાભ થાય છે. જોકે સૌથી મહત્વપૂર્ણ એ છે કે તમે સાચા ત્રાંબાની જ બોટલ કે જાર ખરીદો.

ત્રાંબાની બોટલ ખરીદવાની ટિપ્સ

ત્રાંબાની બોટલ ખરીદતા સમયે તેના રેપર કે બોટલ પર લખેલી જાણકારી ધ્યાનથી વાંચો. તેના પર જો લખેલુ હોઈ કે ત્રાંબા સાથે કોઈ અન્ય ધાતુ પણ મિક્સ કરવામાં આવ્યુ છે તો તે બોટલ ના ખરીદો.

તમે જે બોટલ ખરીદી છે તેનું ત્રાંબુ સાચુ છે કે નહિ તે તપાસવા માટે તેના પર લીંબુ લગાવો અને પછી ધોઈ લો. તેની ચમક જળવાઈ રહે તો ત્રાંબુ અસલી છે. એવુ ના થવા પર બોટલ પરત કરી દો.

બોટલ કે જારનું મોં મોટુ હોવુ જોઈએ. ખરેખર, સમયની સાથે ત્રાંબુ કાળુ થવા લાગે છે, એવામાં તેને સમય-સમય પર સફાઈની જરૂર પડે છે. જો બોટલનું મોં નાનુ છે તો તેને સાફ કરવામાં તકલીફ થશે જેનાથી તેનું પાણી એટલુ અસરદાર નહિ રહે.

ત્રાંબાની બોટલ ભલે તમે દુકાનથી ખરીદી રહ્યા હોઈ કે પછી ઓનલાઈન આ વાતનું ધ્યાન રહે કે તે વિશ્વાસપાત્ર હોઈ. નકલી સેલર્સથી બચીને રહો.

ઘણી ત્રાંબાની બોટલમાં અંદર કાચ કે અન્ય ધાતુ હોઈ છે. એવી બોટલ ના ખરીદો. ત્રાંબુ અંદર બહાર બન્ને જગ્યા એ હોવુ જોઈએ ત્યારે જ પાણીમાં તેના ગુણકારી તત્વ મળી શકશે.

ફક્ત લાભ જ નહિ, નુક્સાન પણ છે ત્રાંબાના વાસણના, વર્તો સાવધાની કરે છે પાણી પીવા માટે ત્રાંબાના વાસણનો ઉપયોગ, તો જરૂર રાખો ધ્યાન.

ત્રાંબુ ધાતુ પોતાનામાં એક પ્રાકૃતિક કિટાણુનાશક છે. વૈજ્ઞાનિક શોધમાં પણ તેના સ્વાસ્થય ગુણોને પ્રમાણિત કરવામાં આવી ચૂક્યા છે. એક અધ્યયનને અનુસાર ઈ-કોલાઈના ૯૯.૯ ટકા જીવાણુ ત્રાંબાની સતહ પર ૨ કલાકમાં જ નષ્ટ થઈ ગયા. આયુર્વેદના અનુસાર ત્રાંબાના વાસણમાં રાખેલુ પાણી પીવુ શરીરમાં વાત, પિત અને કફ ત્રણેને સંતુલિત કરે છે, પરંતુ તેના માટે આ પણ આવશ્યક છે કે પાણી ઓછામાં ઓછું આમાં ૮ કલાક રાખેલુ હોવુ જોઈએ. ત્રાંબાના વાસણમાં રાખેલા પાણીની એક વધુ ખાસ વાત એ છે કે આ પાણી ક્યારેય વાસી નથી થતુ અને લાંબા સમય માટે તાજુ રહે છે.

મટાડે છે બિમારીઓ

પાણી સાથે ત્રાંબુ રાસાયણિક પ્રકિયા કરે છે અને આ રીતે આમાં એંટિબેક્ટિરિયલ, એંટિ-ઈંફ્લામેંટરી અને કેંસરરોધી પ્રોપર્ટીઝ ઉત્પન્ન થાય છે. એ જ કારણ છે કે ત્રાંબાના વાસણમાં રાખેલુ પાણી પીવુ ઘણી પ્રકારની બિમારીઓ મટાડે છે.

મરી જાય છે વિષાણુ

એક અધ્યયનને અનુસાર ત્રાંબાના વાસણમાં જળ રાખવાથી તેની અશુદ્ધિઓને પણ ઓછી કરી શકાય છે. અધ્યયનમાં મળી આવ્યુ કે ૧૬ કલાક સુધી આ ધાતુના પાત્રમાં પાણી રાખવાથી તેમાં રહેલા મોટાભાગના જીવાણુ મરી ગયા. તે પાણીમાં વિશેષ રુપથી રહેલા ‘પેચિશના વિષાણુ’ અને ‘ઈ-કોલાઇ’ના અમીબા તો એકદમ નષ્ટ થઈ ગયા.

ભરે છે ઘાવ

પોતાના એંટિ-બેક્ટિરિયલ અને એંટિ-ઈંફ્લામેંટરી ગુણોને કારણે તામ્રજળ શરીરને પોતાના આંતરિક અને બાહ્ય ઘાવને જલ્દી રૂઝાવામાં મદદ કરે છે. આ થાયરોઈડ ગ્રંથિના સ્ત્રાવને પણ સંતુલિત કરે છે અને અર્થરાઈટિસના દુ:ખાવાને મટાડવામાં લાભકારી છે. શરીરમાં લોહ તત્વોના અવશોષણમાં સહાયક થઈને લોહીની ખામીને દૂર કરે છે અને કોલેસ્ટ્રોલ ઘટાડે છે.

ના રાખો જમીન પર

લોકો અવારનવાર આ પાણીના ઉપયોગમાં અસાવધાની વર્તે છે. મોટાભાગના ઘરોમાં તેના સ્વાસ્થય લાભ જોતા ત્રાંબાના જગ કે ગ્લાસમાં પાણી રાખીને તેને પીવામાં આવે છે, પરંતુ ધ્યાન એ રાખો કે આ વાસણને ક્યારેય જમીન પર ના રાખવુ નહિતર યમને તેના કોઈપણ લાભ નહિ મળે.

રાખો પૂરી સફાઇ

તેના સિવાય આ પણ ધ્યાન રાખો કે તેના અંદરના તળિયાને સારી રીતે સાફ કરવુ, નહિતર તેના પર કોપર ઓક્સાઈડનો થર (લીલા રંગનો) જામવા લાગે છે અને ત્યારે પણ તમને આ પાણીના પૂરા લાભ નથી મળી શકતા. એવુ એટલે થાય છે કારણ કે કોપર ઓક્સાઇડના થરને કારણે ત્રાંબાની સાથે પાણીનો સીધો સંપર્ક નથી થઈ શકતો અને આ કારણે રાસાયણિક પ્રકિયા નથી થઈ શકતી.

આ આપણા પાચનતંત્રને સુધારે છે.

વજન ઉતારવામાં સહાયક છે.

ઘાવ જલ્દી ભરે છે.

ઘડપણના દરને ઓછા કરે છે.

આપણા હ્દય (cardiovascular) તંત્રને પુષ્ટ કરે છે અને હાઈપરટેંશનમાં લાભદાયક છે.

કેન્સરનું પ્રતિરોધક છે.

બેક્ટેરિયાને મારે છે.

મગજને સ્ટીમુલેટ કરે છે.

થાયરોઈડને નિયંત્રિત કરે છે.

સંધિવાત (અર્થરાઈટિસ) અને ઘુંટણના સોજાને ઘટાડે છે.

લોહીની કમી (એનીમિયા) દૂર કરે છે.

કોલેસ્ટ્રોલ ઓછુ કરે છે.

લીવર, સ્પ્લીન અને લિંફ સિસ્ટન માટે ટોનિકનું કામ કરે છે.

મૈલેનિનની રક્ષા કરે છે.

શરીરને લોહ તત્વ (આયરન) એબ્સોર્વ કરવામાં સહાયક છે.

કિડનીઓને સાફ કરે છે.

આ વાત સત્ય છે કે ભૂતકાળમાં આપણા ભારતમાં ઘણી કુરતિયા-બુરતિયા ફેલાઈ હતી, પરંતુ એ જમાનામાં વિદ્વાનો, વિચારકો સાથે સાથે ઘણા વૈજ્ઞાનિક અને અનુસંધાનકર્તા પણ હતા જે પોતાના પ્રયોગોથી પ્રકૃતિના રહસ્યોને ઉજાગર કરવાના પ્રયાસ કરતા રહેતા હતા.

વાસણને તેના કાર્ય અને ઉપયોગના હિસાબથી અલગ અલગ ધાતુઓથી બનાવવામાં આવતા હતા કારણ કે એમાંથી અમુક ધાતુઓના વાસણ તેમાં રાખવામાં આવતા ખાદ્ય પદાર્થથી રાસાયણિક પ્રકિયા કરવા લાગતા હતા.

અંત: આ વાતનું ધ્યાન રાખવામાં આવતુ હતુ કે વાસણને ધાતુના ગુણને અનુસાર બરાબર ઉપયોગનાં જ લેવામાં આવે.

ત્રાંબાના વાસણમાં રાખેલુ પાણી રાસાયણિક પ્રકિયા કરીને જીવાણુનાશક બની જાય છે. આ ત્રાંબાનુ પાણી સ્વાસ્થય માટે ખૂબ લાભકારી હોઈ છે. આ પાણી લોહીને શુધ્ધ કરે છે, પાચનતંત્ર સુદ્રઢ કરે છે.

ત્રાંબાના વાસણમાં રાખેલા પાણીમાં જીવાણુરોધી (antimicrobial), એંટિઓક્સિડેંથર, કેન્સરરોધી અને એંટિ ઈન્ફલામેંટરી ગુણ આવી જાય છે.

વર્ષ ૨૦૧૨માં થયેલા એક અભ્યાસમાં જાણકારી મળી હતી કે સામાન્ય તાપમાન પર ત્રાંબાના વાસણમાં ૧૬ કલાક સુધી દૂષિત પાણીમાં રહેલા હાનિકારક જીવાણુઓની સંખ્યામાં કમી આવી ગઈ હતી.

વૈજ્ઞાનિકોએ પ્રયોગ તરીકે એવા પાણીને લીધુ જેમાં પેટના પેચિશ રોગ પેદા કરનાર વાયરસ, અમીબા ઈ-કોલી હતા. થોડા કલાકોના પર્યવેક્ષણ બાદ વૈજ્ઞાનિકોએ જોયુ કે હાનિકારક બેક્ટેરિયા એકદમ નષ્ટ થઈ ચૂક્તા હતા.

ભારતમાં તો લોકો સદીઓથી આ વાતને જાણે છે કે ત્રાંબાના વાસણમાં રાખેલા પાણીમાં અૌષધિય ગુણ આવી જાય છે.

એક સંશોધનમાં આ જાણકારી મળી કે હોસ્પિટલોમાં ત્રાંબાની સતહોની હાજરીથી icu માં મળી આવતા ૯૭ ટકા બેક્ટેરિયા નષ્ટ થઈ ગયા, જેનાથી થનારા ઈન્ફેક્શનમાં ૪૦ ટકાની કમી આવી.

આ જ વાતોને જાણીને પહેલાના સમયના લોકો ત્રાંબાના પાત્રમાં પાણી રાખવા અને પીવાના કામમાં લેતા હતા.

ભારતીય યોગી સદગુરુ જગ્ગી વાસુદેવ કહે છે ત્રાંબાના પાત્રમાં આખી રાત કે ઓછામાં ઓછા ચાર કલાક રાખવામાં આવેલા પાણીમાં ત્રાંબા ધાતુના ગુણ વ્યાપ્ત થઈ જાય છે જેનાથી શરીર, ખાસ કરીને આપણા લીવરને ખૂબ લાભ પહોચે છે. આ શરીરને સ્વસ્થ અને ઉર્જાવાન રાખે છે.

આપણને લાગે છે કે મોટા મોટા અમીર લોકો હિરો-હિરોઈન વહેફે કોઈ બીજી દુનિયાના બનેલા ખાનપાનનો પ્રયોગ કરે છે, એવુ બિલકુલ પણ નથી. એક ઈન્ટરવ્યુમાં કરીના કપૂર, મલાઈકા અરોરા એ જણાવ્યુ કે સવારે ઉઠવા પર સૌથી પહેલા તે આખી રાત ત્રાંબાના જગમાં રાખેલુ પાણી પીવે છે.

જે ત્રાંબાના વાસણથી તમે પાણી પીવો છો તે વાસણ એક બે દિવસમાં ધોવાવુ અવશ્ય જોઈએ. તેનુ કારણ એ છે કે ત્રાંબુ પાણી સાથે પ્રતિક્રિયા કરીને કોપર ઓક્સાઈડ બનાવી દે છે જે કાટ જેવુ વાસણની દિવાલો પર જામી જાય છે. તેને સાફ કરવુ જરૂરી છે નહિતર આ પાણી ત્રાંબા ધાતુના લાભદાયક ફાયદા નહિ આપી શકે.

ત્રાંબાના વાસણને સાફ કરવાનો સરળ ઉપાય છે. લીંબુ, ખટાશ, કેચપ કે મીઠુ અને સફેદ સિરકાથી ત્રાંબાના વાસણ ઘસો અને ડાઘ છોડાવી લો. ત્યારબાદ પાઉડરથી ધોઈ લો. વાસણ એકદમ નવુ ચમકવા લાગશે.

આજકાલ ત્રાંબાથી બનેલા વાસણોનો પ્રયોગ બસ નાનકડા લોટાના રુપમાં થાય છે, જેના ઘર-મંદિર પૂજા પાઠ અને સૂર્યને અર્ઘ આપવામાં કરવામાં આવે છે.

એક સમજદાર વ્યકિતને જોઈએ કે તે પોતાના પૂર્વજોની આ પરંપરાનુ પાલન કરે/ ના કરે પરંતુ ઓછામાં ઓછું ત્રાંબાના ફાયદા જાણીને ભલે ત્રાંબા વાસણોનો પ્રયોગ પાણી પીવામાં કરે.

ત્રાંબાના વાસણ, કોપર જગ, કોપર બોટલ, ગ્લાસ, લોટો વગેરે તમને કોઈપણ વાસણની દુકાને મળી શકે છે. ઓનલાઈન ખરીદવા હોઈ તો આ લિંક જોઈ શકો છો.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ