રેલવે સફર શરૂ, જાણી લો કઇ ટ્રેન કેટલા વાગે દોડશે, અને સાથે જાણો ક્યાં-ક્યાં અટકશે

આઈઆરસીટીસીએ સોમવારના રોજ સાંજે ૬ વાગયાથી સ્પેશીયલ ટ્રેનોની ટીકીટ બુકિંગ શરુ કરી દીધી છે. આ દરમિયાન હાવડા- દિલ્લી ટ્રેનના ફર્સ્ટ એસી અને થર્ડ એસીની ટીકીટ ફક્ત દસ જ મીનીટમાં વેચાઈ જાય છે. ખરેખરમાં પહેલા આ જ બુકિંગ સાંજે ૪ વાગે શરુ થવાનું હતું, પણ સાઈટ પર લોડ વધી જવાના કારણે ટ્રેન ટીકીટ બુકિંગ સાઈટ જ ક્રેશ થઈ ગઈ હતી. એના કારણે બે કલાક લેટ બુકિંગ શરુ કરવામાં આવી. ટીકીટ બુકિંગ શરુ થયા પછી ભુનેશ્વર- નવી દિલ્લી સ્પેશીયલ ટ્રેનના એસી- ૧ અને એસી- ૩ની બધી જ ટીકીટ સાંજે સાડા છ વાગ્યા સુધીમાં વેચાઈ ગઈ હતી. મુંબઈ- દિલ્લી ટ્રેનમાં પણ હવે ૧૮ મે સુધી કોઈ પણ ક્લાસમાં ટીકીટ ઉપલબ્ધ નથી.

-હાવડા- નવી દિલ્લી:

image source

હાવડા- નવી દિલ્લી રૂટની સ્પેશીયલ ટ્રેનનું ૧૨ મેના રોજ ગણતરીની મીનીટોમાં જ રીઝર્વેશન ફૂલ થઈ ગયું, જયારે ૧૩ મેના રોજ રીઝર્વેશન ૨૦ મીનીટમાં જ ફૂલ થઈ ગયું. આ રૂટ પર થર્ડ એસીનું ભાડું ૧૯૦૦ રૂપિયા છે, જયારે સેકન્ડ ક્લાસ એસીનું ભાડું ૨૭00 રૂપિયા છે. તેમજ આ ટ્રેનમાં ફર્સ્ટ ક્લાસની ટીકીટનું ભાડું ૪૫૯૫ રૂપિયા નક્કી કરીને રાખવામાં આવ્યું આવ્યું છે.

-રાજેન્દ્ર નગર- નવી દિલ્લી રૂટ:

આઈઆરસીટીસીની વેબસાઈટ પર રાજેન્દ્ર નગર લખવાથી ટ્રેન સર્ચ થઈ નહી, જયારે પટના- નવી દિલ્લી પર સિલેક્ટ કરીને બુકિંગના વિકલ્પો જોવા મળ્યા. ખરેખરમાં સર્ચ કરનાર યુઝરેને પટના લખવાનું હતું અને ટ્રેનનું નામ રાજેન્દ્ર નગર- નવી દિલ્લી એસી સ્પેશિયલ ટ્રેન હતી. સાંજે પોણા સાત વાગ્યા સુધી આ રૂટ પર ૧૭ મે સુધીની સીટ્સ ઉપલબ્ધ હતી. આ રૂટ પર થર્ડ એસી સીટનું ભાડું ૧૫૩૫ રૂપિયા છે, જયારે સેકન્ડ એસી સીટનું ભાડું ૨૧૭૦ રૂપિયા છે અને ફર્સ્ટ એસી સીટનું ભાડું ૩૬૬૦ રૂપિયા ભાડું છે.

image source

-નવી દિલ્લી થી બિલાસપુર:

આ રૂટ પર ૧૨ મેના ટ્રેન માટેની બુકિંગ થોડીક જ વારમાં ફૂલ થઈ ગઈ, પરંતુ ૧૬ મેની ટ્રેન માટે સાંજે ૭ વાગ્યા સુધી પણ થર્ડ એસીની સીટ ઉપલબ્ધ હતી. સેકન્ડ એસીમાં બન્ને તારીખોની સીટ પર સાંજે ૭ વાગ્યા સુધીમાં ઘણી સીટ ઉપલબ્ધ હતી. આ રૂટ પર થર્ડ એસીના ૧૯૫૦ રૂપિયા ટીકીટ ભાડું છે, જયારે સેકન્ડ એસીની સીટનું ભાડું ૨૭૯૦ રૂપિયા ભાડું છે અને ફર્સ્ટ એસી સીટનું ભાડું ૪૭૪૫ રૂપિયા ભાડું છે.

-મુંબઈ સેન્ટ્રલ થી નવી દિલ્લી:

આ રૂટ પર રેલ્વે રોજ માટે નિયમિત રીતે એસી ટ્રેન ચલાવશે. આ સ્પેશીયલ ટ્રેનમાં ૧૨ મે થી ૧૬ મે સુધીની સેકન્ડ એસી અને થર્ડ એસીની ટીકીટ અડધા કલાકમાં જ પૂરે પૂરી બુક થઈ ગઈ. બંને ક્લાસમાં ફક્ત ૧૭ મેની ટીકીટ સાંજે ૭ વાગ્યા સુધી જ ઉપલબ્ધ હતી. આ રૂટ પર થર્ડ એસી સીટનું ભાડું ૧૮૫૫ રૂપિયા છે, સેકન્ડ એસી સીટનું ભાડું ૨૬૪૫ રૂપિયા છે અને ફર્સ્ટ એસી સીટના ૪૪૯૫ રૂપિયા છે.

image source

-નવી દિલ્લી થી સિકન્દરા બાદ:

આ રૂટ પર પણ અડધા કલાકનું અંદર જ બુકિંગ ફૂલ થઈ ગયું. આ ટ્રેન દર મંગળવારના દિવસે ચાલશે, પરંતુ યુઝર્સની પાસે ફક્ત ૧૨ મે સુધીની ટીકીટના ઓપ્શન હતા. આવનાર મંગળવાર એટલે કે ૧૯ મે નાખવાથી પણ સર્ચ રીઝલ્ટમાં આ ટ્રેન આવી રહી હતી નહી. આ રૂટની ટ્રેનના થર્ડ એસી સીટનું ભાડું ૨૦૬૫ રૂપિયા છે, સેકન્ડ એસી સીટનું ભાડું ૨૯૬૦ રૂપિયા છે અને ફર્સ્ટ એસી સીટનું ભાડું ૫૦૬૦ રૂપિયા રાખવામાં આવ્યું છે.

ક્યાં રૂટની ટ્રેન સર્ચ કરવાથી એરર બતાવે છે.?

હાવડા થી નવી દિલ્લી લખવાથી તરત સર્ચ થયું, પરંતુ રીટર્ન જર્ની સર્ચ કરવામાં આવ્યું તો એરરની સાથે આ મેસેજ આવ્યો કે કોરોના વાયરસ સંક્રમણના લીધે આ રૂટની બુકિંગ સસ્પેંડ કરવામાં આવી છે. આવી જ રીતે રાજેન્દ્ર નગર થી દિલ્લી રૂટની ટ્રેન સર્ચ કરવામાં આવી તો ટ્રેન સર્ચ થઈ ગઈ અને ૧૨ મેની બુકિંગ પણ થઈ, પરંતુ દિલ્લી થી રાજેન્દ્ર નગરની ટ્રેન સર્ચ રીઝલ્ટમાં આવી નહી. નવી દિલ્લી થી બેંગલુરુના રૂટ પર ૧૨ મેનુ ટીકીટ બુકિંગ થયું, પરંતુ રીટર્ન જર્નીની ટીકીટ સર્ચ થઈ નહી.

image source

નવી દિલ્લી થી ત્રીવેદ્ર્મ, નવી દિલ્લી થી ચેન્નઈ સેન્ટ્રલ રૂટ પર ટ્રેન સર્ચ કરવા દરમિયાન પણ એરર આવી રહ્યું છે. મુંબઈ થી દિલ્લીની ટીકીટ બુક થઈ, પરંતુ દિલ્લી થી મુંબઈના રૂટ પર એરર જોવા મળી રહ્યું છે.

આઈઆરસીટીસીની વેબસાઈટસ અને મોબાઈલ એપની મદદથી બુક થશે ટીકીટ.:

રેલ્વે મંત્રાલયએ અગાઉથી જ ચોખ્ખી વાત જાહેર કરી દીધી છે કે ટીકીટ ફક્ત આઈઆરસીટીસીની વેબસાઈટસ અને મોબાઈલ એપ દ્વારા જ બુક થઈ શકશે. રેલ્વે અને આઈઆરસીટીસીના એંજટસ દ્વારા ટીકીટ બુક થઈ શકશે નહી. તત્કાલીન અને પ્રીમીયમ તત્કાલ જેવું કોઈ પ્રાવધાન રાખવામાં આવ્યું નથી.

આ રૂટ પર ચલાવવામાં આવશે ટ્રેન.:

આ પેસેન્જર ટ્રેન નવી દિલ્લી થી દિબ્રુગઢ, અગરતલા, હાવડા, પટના, બિલાસપુર, રાંચી, ભુવનેશ્વર, સિંકદરાબાદ, બેંગલુરુ, ચેન્નઈ, તિરુઅનંતપુરમ, મડગાવ, મુંબઈ સેન્ટ્રલ, અમદાવાદ અને જમ્મુ તાવી માટે ચલાવવામાં આવશે. રીટર્ન જર્ની માટે પણ ટીકીટ બુક થઈ શકશે.

image source

રેલ્વે ટાઈમ ટેબલ

રૂટ ક્યારે દોડશે ક્યાં ક્યાં અટકશે

હાવડાથી નવી દિલ્હી 12 મેથી રોજ સાંજે 5.05 વાગ્યે અસનસોલ જંક્શન,ધનબાદ જંક્શન,ગયા જંક્શન, પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંક્શન,પ્રયાગરાજ જંક્શન,કાનપુર સેન્ટ્રલ

નવી દિલ્હીથી હાવડા 13મેથી રોજ સાંજે 4.55 વાગ્યે અસનસોલ જંક્શન,ધનબાદ જંક્શન,ગયા જંક્શન, પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંક્શન,પ્રયાગરાજ જંક્શન,કાનપુર સેન્ટ્રલ

રાજેન્દ્ર નગરથી દિલ્હી 12 મેથી રોજ સાંજે 7.20 વાગ્યે પટના જંક્શન, પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંક્શન,પ્રયાગરાજ જંક્શન,કાનપુર સેન્ટ્રલ

નવીદિલ્હીથી રાજેન્દ્ર નગર 13મેથી રોજ સાંજે 5.15 વાગ્યે પટના જંક્શન,પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંક્શન,પ્રયાગરાજ જંક્શન, કાનપુર સેન્ટ્રલ

દિબ્રૂગઢથી નવી દિલ્હી 14મેથી રોજ રાતે 9.10 વાગ્યે

દીમાપુર, લામડિંગ જંક્શન, ગુવાહાટી, કોકરાઝાર. મોરિઅનિ, ન્યૂ જલપાઈગુડી, કટિહાર જંક્શન, બરૌની જંક્શન, દાનાપુર, પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંક્શન, પ્રયાગરાજ જંક્શન, કાનપુર સેન્ટ્રલ

નવી દિલ્હીથી દિબ્રૂગઢ 14 મેથી રોજ રાતે 9.10 વાગ્યે દીમાપુર, લામડિંગ જંક્શન, ગુવાહાટી, કોકરાઝાર. મોરિઅનિ, ન્યૂ જલપાઈગુડી, કટિહાર જંક્શન, બરૌની જંક્શન, દાનાપુર, પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંક્શન, પ્રયાગરાજ જંક્શન, કાનપુર સેન્ટ્રલ

નવી દિલ્હીથી જમ્મુ તવી 14 મેથી રોજ રાતે 9.10 વાગ્યે લુધિયાના

જમ્મુ તવીથી નવી દિલ્હીથી 14 મેથી રોજ રાતે 8.10 વાગ્યે લુધિયાના

બેંગલુરુથી નવી દિલ્હી 12મેથી રોજ રાતે 8.30 વાગ્યે અનંતપુર, ગુંટાકલ જંક્શન, સિંકદરાબાદ જંક્શન, નાગપુર, ભોપાલ જંક્શન,ઝાંસી જંક્શન

નવી દિલ્હીથી બેંગલુરુ 14 મેથી રોજ રાતે 9.15 વાગ્યે અનંતપુર, ગુંટાકલ જંક્શન, સિંકદરાબાદ જંક્શન, નાગપુર, ભોપાલ જંક્શન,ઝાંસી જંક્શન

તિરુવનંતપુરમથી નવી દિલ્હી 15 મેથી મંગળવાર, ગુરુવાર, શુક્રવાર સાંજે 7.45 વાગ્યે અર્નાકુલમ જંક્શન, કોઝીકોડ, મેંગલોર, મડગાંમ, પનવેલ, વડોદરા, કોટા

નવી દિલ્હીથી તિરુવનંતપુરમ 13મેથી મંગળવાર,બુધવાર અને રવિવારે સવારે 11.25 વાગ્યે અર્નાકુલમ જંક્શન, કોઝીકોડ, મેંગલોર, મડગાંમ, પનવેલ, વડોદરા, કોટા

ચેન્નાઈ સેન્ટ્રલથી નવી દિલ્હી 15મેથી શુક્રવાર,રવિવાર, સવારે6.35 વાગ્યે વિજયવાડા , વાંરગલ, નાગપુર, ભોપાલ, ઝાંસી, આગરા

નવી દિલ્હીથી ચેન્નાઈ સેન્ટ્રલ 13મેથી બુધવાર, શુક્રવાર સાંજે 4 વાગ્યે વિજયવાડા , વાંરગલ, નાગપુર, ભોપાલ, ઝાંસી, આગરા

બિલાસપુરથી નવી દિલ્હી 14મેથી સોમવાર, ગુરુવાર બપોરે 2.40 વાગ્યે રાયપુર જંક્શન, નાગપુર, ભોપાલ, ઝાંસી

નવી દિલ્હીથી બિલાસપુર 12 મેથી મંગળવાર,શનિવાર સાંજે 4 વાગ્યે પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંક્શન, કાનપુર સેન્ટ્રલ

રાંચીથી નવી દિલ્હી 14 મેથી ગુરુવાર , રવિવાર સાંજે 5.40 વાગ્યે પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંક્શન, કાનપુર સેન્ટ્રલ

નવી દિલ્હીથી રાંચી 13 મેથી બુધવાર, શનિવારે સાંજે 3.30 વાગ્યે સૂરત, વડોદરા, રતલામ, કોટા

મુંબઈ સેન્ટ્રલથી નવી દિલ્હી 12મેથી રોજ સાંજે 4.55 વાગ્યે સૂરત, વડોદરા, રતલામ, કોટા

અમદાવાદથી નવી દિલ્હી 12 મેથી રોજ સાંજે6.20 વાગ્યે પાલનપુર, આબુ રોડ,જયપુર, ગુડગાંવ

નવી દિલ્હીથી અમદાવાદ 13મેથી રોજ રાતે 8.25 વાગ્યે પાલનપુર, આબુ રોડ,જયપુર, ગુડગાંવ

અગરતલાથી નવી દિલ્હી 18 મે રોજ સાંજે 7.00 વાગ્યે બદરપુર જંક્શન, ગુવાહાટી, કોકરાઝાર, ન્યૂ જલપાઈગુડી, કટિહાર જંક્શન, બરૌની જંક્શન, પાટલિપુત્ર, પંડિત દીન દયાળ ઉપાધ્યાય જંક્શન

નવી દિલ્હીથી અગરતલા 20 મેના રોજ સાંજે 7.50 વાગ્યે બદરપુર જંક્શન, ગુવાહાટી, કોકરાઝાર, ન્યૂ જલપાઈગુડી, કટિહાર જંક્શન, બરૌની જંક્શન, પાટલિપુત્ર, પંડિત દીન દયાળ ઉપાધ્યાય જંક્શન

ભુવનેશ્વરથી નવી દિલ્હી 13 મેથી રોજ સવારે 10 વાગ્યે બાલેશ્વર, હિજલી(ખડગપુર), મૂરી બોકારો સ્ટીલ સિટી, ટાટાનગર, ગયા, પંડિત દીનદયાળ, જંક્શન, કાનપુર સેન્ટ્રલ

નવી દિલ્હીથી ભુવનેશ્વર 13 મેથી રોજ સાંજે 5.05 મિનિટે બાલેશ્વર, હિજલી(ખડગપુર), મૂરી બોકારો સ્ટીલ સિટી, ટાટાનગર, ગયા, પંડિત દીનદયાળ, જંક્શન, કાનપુર સેન્ટ્રલ

મડગામથી નવી દિલ્હી 17 મેથી સોમવારે, રવિવારે, સવારે 10.30 મિનિટ રત્નાગિરી, પનવેલ, સૂરત, વડોદરા જંક્શન,કોટા જંક્શન

નવી દિલ્હીથી મડગામ 15 મેથી શુક્રવાર,શનિવાર સવારે 11.25મિનિટ રત્નાગિરી, પનવેલ, સૂરત, વડોદરા જંક્શન,કોટા જંક્શન

સિંકદરાબાદથી નવી દિલ્હી 20મે બપોરે 1.15 વાગ્યે નાગપુર, ભોપાલ, ઝાંસી

નવી દિલ્હીથી સિંકદરાબાદ 17મેથી સાંજે 4 વાગ્યે નાગપુર, ભોપાલ, ઝાંસી

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ