વાહન વ્યવહારને લઈને કેન્દ્ર થયું કડક, ટ્રાફિકના નિયમોનું ઉલંઘન પડશે મોંઘું – એમ્બ્યુલન્સને માર્ગ નહીં આપવા બદલ 10000 રૂપિયાનો દંડ. અન્ય જોગવાઈઓ માટે અંદર વાંચો

રાજ્યસભામાં મોટર વેહિકલ બીલની ચર્ચાબાદ 108 મતો સાથે તેને પાસ કરી દેવામા આવ્યું છે. આ પહેલાં લોકસભામાં તો આ બિલ પાસ થઈ ચૂક્યું હતું પણ તેમાં થોડીક ભુલોના કારણે બિલ પાસ થતાં મોડું થઈ ગયું હતું. આ વિધેયક દ્વારા ટ્રાફિકના નિયમોને કડક બનાવવામાં આવ્યા છે તેમજ તેના ઉલંઘનથી કરવામા આવતા દંડને પણ વધારવામા આવ્યા છે. આ બિલની સીધી જ અસર સામાન્ય જનતાને થવાની છે માટે આ બિલ સાથે જોડાયેલી કેટલીક વિગતો ભારતીય નાગરીક તરીકે તમારે પણ જાણવી જોઈએ.

આ બિલમાં મુખ્યરીતે માર્ગ અકસ્માત પર કેન્દ્રીત થવામાં આવ્યું છે. માર્ગ અકસ્માતને રોકવા માટે જરૂરી બધા જ કડક પગલા આ વિધેયકમાં લેવામા આવ્યા છે. જેમાં નક્કી કરેલી વયમર્યાદાથી નીચેના વ્યક્તિ દ્વારા વાહન ચલાવવા, લાયસન્સ વગર વાહન ચલાવવું, જોખમી રીતે વાહન ચલાવવું તેમ જ નક્કી કરેલી મર્યાદાથી વધારે લોકોને વાહનમાં બેસાડીને વાહન ચલાવવું અને સાથેસાથે ખાસ કરીને ભારવાહક ટ્રકો માટે મર્યાદાથી વધારે વજન લાદીને વાહન ચલાવવા વિગેરે બાબતો પર અત્યંત કડક નિયમો તેમજ દંડની જોગવાઈ કરવામાં આવી છે.

કટોકટીના સમયે એમ્બ્યુલન્સને રસ્તો ન કરી આપનારા વાહનચાલકો પર 10000 સુધીના દંડ ફટકરાવાની જોગવાઈ કરવામાં આવી છે. લાયસન્સ નહીં હોવા છતાં વાહન ચલાવવા પર તમને 10000 સુધીનો દંડ થઈ શકે છે.

આ ઉપરાંત જે લેકો ટેક્સી ચલાવતા હશે તેમને આપવામાં આવેલા ડ્રાવઇવિંગ લાયસન્સના નિયમને જો અવગણવામાં આવશે તો તેવા ટેક્સી એગ્રીગેટર્સે રૂપિયા 1 લાખ સુધીને દંડ ભરવો પડશે.

આ ઉપરાંત ગાડી ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ, સીંગનલ તોડવું તેમજ ખોટી દીશામાં ગાડી ચલાવવા ઉપરાંત જોખમી ડ્રાઈવિંગ આ બધાજ નિયમભંગને એક જ કેટેગરીમા રાખવામાં આવ્યા છે.

ટ્રાફિકના સામાન્ય નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ પહેલાં રૂપિયા 100નો દંડ વસુલવામાં આવતો હતો જે હવે રૂપિયા 500 થઈ ગયો છે. સાથે સાથે સિટ બેલ્ટ વગર વાહન ચલાવા બદલ જે 100 રૂપિયાનો દંડ હતો તે વધારીને 1000 રૂપિયા કરી દેવામાં આવ્યો છે.

અત્યંત ઝડપે ગાડી ચલાવનાર વાહન ચાલકે રૂપિયા 2000 સુધીનો દંડ ભરવો પડશે. અને દંડ ભર્યા બાદ ફરી તેમ કરવામાં આવશે તો તેથી પણ વધારે કડક દંડ થઈ શકે છે.

જો તમે તમારી ગાડીનો ઇન્શ્યોરન્સ કઢાવ્યા વગર ગાડી ચલાવશો તો તમારે તેના દંડ રૂપે રૂપિયા 2000 ભરવા પડશે.

હેલમેટ વગર જો ટુ-વ્હીલર ચલાવવામાં આવશે તો તમને 1000 રૂપિયાનો દંડ કરવામાં આવશે અને જો ફરીવાર તમે હેલમેટ વગર ડ્રાઈવ કરતાં પકડાયા તો ત્રણ મહિના માટે તમારું લાયસન્સ સસ્પેન્ડ કરી દેવામાં આવશે.

નક્કી કરેલી વયમર્યાદાથી નીચેની વ્યક્તિ જો વાહન ચલાવતી હોય અને તેણે કોઈ નિયમનું ઉલંઘન કર્યું હોય તો તે વાહનના માલિક અથવા તો તે ગુના માટે તેના વાલીને દોષી માનવામાં આવશે. જેના માટે 25000નો દંડ ચૂકવવો પડશે અને સાથે સાથે ત્રણ વર્ષની જેલ તેમજ રજિસ્ટ્રેશન સસ્પેન્ડ થવાનો દંડ પણ ફટકારવામાં આવશે.

હાલ હીટ એડ રનના કેસમાં મૃતકના પરિવારને 25000નું વળતર મળે છે જેને ઘણું વધારી દેવામાં આવ્યું છે. આવા કેસમાં વળતર 200000 રૂપિયા આપવામાં આવશે. જ્યારે ઘાયલને હાલ 12,500 આપવામાં આવે છે તેની જગ્યાએ 50000 રૂપિયા વળતર રૂપે આપવામાં આવશે.

વગર લાયસન્સે વાહનનો અનિધિકૃત ઉપયોગ કરવામાં આવશે તો તેના માટે પણ 5000 રૂપિયાનો દંડ વસુલવામાં આવશે. આ સિવાય જોખમી ડ્રાઈવીંગમાં હાલ રૂપિયા 1000 ના દંડની જોગવાઈ છે તેને વધારીને રૂપિયા 5000 કરી દેવામાં આવ્યા છે. અને દારુ પીને ગાડી ચલાવવા બદલ ચાલકે રૂપિયા 10000નો દંડ ભરવો પડશે.

તો ભારતના નાગરીકો હવે તમારે ટ્રાફિકના નિયમોનું કડક રીતે પાલન કરવું જ પડશે નહીંતર તમારે મોટી રકમનો દંડ તો ભરવો જ પડશે પણ જેલમાં પણ જવાને વારો આવી શકે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ