આ વિડીયોમાં જોઇ લો બે લાકડીઓથી લગાવેલી આગ પછી કેવો થયો ચમત્કાર

હિન્દૂ પૂજા પદ્ધતિમાં પોતાના ઇષ્ટદેવની આરાધના દરમિયાન હવન કરવાનું વિધાન છે.

image source

જે વર્ષોથી થતા રહ્યા છે. તે સમયે હવનની અગ્નિ પ્રજ્વલિત કરવા માટે માચિસ કે આજના આધુનિક સાધનો હતા નહિ. ત્યારે બે લાકડીઓ કે બે પથ્થરોને એકબીજા સાથે ઘસીને અગ્નિ પ્રજ્વલિત કરવામાં આવતી હતી.

તે જમાનામાં એ કામ કેવી રીતે થતું હતું, તે અમે જોયું નથી. પરંતુ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છો, જેમાં બે લાકડીઓની મદદથી હવન માટે અગ્નિ પ્રજ્વલિત કરવામાં આવી રહી છે.

image source

કિરણ કુમાર એસ એ પોતાના ટ્વીટર અકાઉન્ટ પર એક વિડીયો શેર કર્યો છે, જેમાં બે લાકડીઓની મદદથી હવન માટે અગ્નિ પ્રજ્વલિત કરવામાં આવી રહી છે. આ વીડિયો દક્ષિણ ભારતના કોઈ મંદિરનો છે.

આ વીડિયોમાં ત્રણ પૂજારીઓ હવન માટે અગ્નિ પ્રજ્વલિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. એમાં એક પૂજારીએ આયાતકાર લાંબી લાકડી પકડી છે તો બીજા પુજારીએ વેલણ જેવી લાકડી નીચે રાખી લાકડીમાં બનેલ ખાંચામાં રાખીને પકડી રાખી છે અને એક અન્ય પૂજારી તે વેલણને એક પાતળી દોરીની મદદથી તેજ ઘુમાવે છે.

આ પ્રક્રિયા એકદમ એવી જ છે. જેવી દહીં માંથી માખણ કાઢવા માટે એક ડંડાથી દહીંને મથવામાં આવે છે. થોડીકવાર સુધી લાકડીને દોરીની મદદથી તેજ ઘુમાવ્યા પછી ધુમાડો નીકળવા લાગે છે. ત્યાંજ ઉતપન્ન થયેલ અગ્નિને હવનસામગ્રીઓની વચ્ચે રાખવામાં આવે છે અને ત્યારપછી પંખાની મદદથી તે અગ્નિને વધારે પ્રજ્વલિત કરવામાં આવે છે.

image source

કિરણ કુમાર એસ આ વિડીયો શેર કરતા લખે છે કે હવન માટે અગ્નિ પ્રજ્વલિત કરવાની આ પરંપરાગત પદ્ધતિ છે. હજારો વર્ષો પહેલા આવી રીતે જ અગ્નિ પ્રજ્વલિત કરવામાં આવતી હતી. માચિસનો પ્રયોગ કરવામાં આવતો નહિ.

image source

૮ ડિસેમ્બરની સાંજે આ વિડીયો શેર કરાયો છે. અત્યાર સુધીમાં આ વિડિયો ૩૩ હજારથી વધારે વખત જોવાય ગયો છે. આ વિડિયોને ૪૩૦૦થી વધુ લોકોએ લાઈક કર્યો છે, જ્યારે ૧૬૦૦થી વધુ લોકોએ રિટ્વીટ કર્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ